ચમત્કાર કે ટ્રિક?, બાબા બાગેશ્વરે એક રિપોર્ટરને મંચ પર બોલાવ્યા, બાબા ને મળ્યા બાદ રિપોર્ટરે કર્યા ચોંકાવનારા ખુલાસા, જુઓ વિડીયો

બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પણ બેંગલુરુમાં તેમના પોતાનાં અંદાજમાં જોવા મળ્યા હતાં. એ જ જુસ્સો, એ જ સંકલ્પ અને એ જ સુત્ર “હિન્દુ રાષ્ટ્ર આપણું છે”. બાબા બાગેશ્વરે હનુમંત કથા દરમિયાન હિન્દુ રાષ્ટ્ર માટે હુંકાર ભરી હતી અને ફરી એકવાર ધર્મ પરિવર્તન કરનારા લોકોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે સનાતન સિવાય કોઇનામાં પણ હનુમાનજીની શક્તિઓનો સામનો કરવાની તાકાત નથી. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતે રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોવાનું કહેનારા લોકોને પણ જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું કે તેમની એક જ પાર્ટી છે અને તે પાર્ટી બજરંગબલી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેમનો એક જ ઉદ્દેશ્ય છે કે સંપુર્ણ ભારત રામમય બને. બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાયો ત્યારે તેમણે ઇન્ડિયા ટીવી સંવાદદાતા ટી રાઘવનને પણ મંચ પર આમંત્રિત કર્યા હતાં. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ટી-રાઘવનને દિવ્ય દરબાર પહોંચેલા ટોળામાંથી એક વ્યક્તિને લાવવા કહ્યું. બાબાએ દાવો કર્યો હતો કે તે અજાણ્યા વ્યક્તિનો પત્ર તેમની પાસે તૈયાર હશે.

બાબા બાગેશ્વર અને ઇન્ડિયા ટીવી સંવાદદાતા વચ્ચે શું થયું?

બાબા : આ મે પરચો ભર્યો. ૧ નંબર છે. જે છે, તેનાં વિશે મે લખી નાખ્યું છે. બોલો, હવે તમે જાઓ, ઈમાનદારી સાથે પુરુષોમાં, મહિલાઓમાં, વીઆઇપીમાં, નોનવીઆઈપીમાં, સામાન્ય વૃદ્ધ, યુવાનો, સ્વદેશી અને વિદેશી પુરુષો અને સ્ત્રીઓમાં વીઆઇપીમાંથી કોઈને પણ લઈ આવો અને તમે જેને પણ તમારી સાથે લાવશો, તેનાં વિશેનો પત્ર મારી પાસે તૈયાર હશે.
રિપોર્ટર : મારી પાસે કેટલો સમય છે?.
બાબા : એક વાત કહું, તમારામાં એવી ક્ષમતા નથી કે જેનાં વિશે મેં પત્ર લખ્યો છે, તેનાં સિવાય તમે કોઈ બીજાને લઈ આવો.
રિપોર્ટર : હા, તે અમે જોઈશું. મારી પાસે કેટલો સમય છે?.
બાબા : એક કલાક લો પરંતુ એટલો સમય પણ નથી નહિતર દરબાર અધુરો રહી જશે. ત્યાં સુધીમાં હું બીજી અરજી લગાવું?.
રિપોર્ટર : તમારી મરજી.
બાબા : કારણ કે તમે મોડું કરી રહ્યા છો.
રિપોર્ટર : હું બોલાવી લઉં છું.
બાબા : આ પત્ર મેં સાઈડમાં રાખી દીધો છે. હવે તમે તમારા સમયનો ઉપયોગ કરો.
રિપોર્ટર : ઠીક છે.

ઈન્ડિયા ટીવી સંવાદદાતા ટી રાઘવન મંચ પરથી નીચે ઉતરીને ભક્તોની ભીડમાં પરત ફર્યા અને જયપુરથી એક મહિલાને સ્ટેજ પર લાવવા લાગ્યા. એ દરમિયાન બીદરની અન્ય એક મહિલાએ ઈન્ડિયા ટીવીનાં સંવાદદાતા સાથે સ્ટેજ પર જવાની જીદ કરી એટલે ટી-રાઘવન બંનેને સ્ટેજ પર લઈ આવ્યા પણ બીદરની સ્ત્રી પહેલા જ બાબા બાગેશ્વર પાસે પહોંચી ગઈ અને બાબા એ તેમનો પરચો વાંચ્યો.

ટી-રાઘવને આ સમગ્ર ઘટનાની વિગતો આપતાં કહ્યું હતું કે બાબા બાગેશ્વરે મને કહ્યું કે તમારો કાગળ નહિ કાઢું, તમે આટલા લોકો માંથી કોઈને પણ સ્ટેજ પર લાવો, હું પહેલેથી જ તેમનાં વિશે કાગળમાં લખીને રાખી દઇશ. હું તમને ચેલેન્જ કરું છું કે મેં જેમનાં વિશે કાગળમાં લખ્યું હશે, તમે તેમને જ લાવશો. બાદમાં હું ઓડિટોરિયમની પાછળના ભાગમાં ગયો અને ત્યાંથી જયપુરની એક મહિલા સુશીલા અગ્રવાલને લઈને આવ્યો.

તેના પતિની કિડની ફેઇલ થઈ ગઈ હતી અને મહિલા જયપુરથી બેંગલુરુ સારવાર માટે આવી હતી. તે ખુબ જ ઉદાસ હતી અને તેને બાબા પાસે નિદાન કરાવવું હતું. હું તેમને સ્ટેજ પર લઈ ગયો. આ દરમિયાન કર્ણાટકના બિદરની એક મહિલાએ પણ તેને સાથે લઈ જવાની રિક્વેસ્ટ કરી, તેથી મેં તેને સમજાવ્યું કે મેં પહેલેથી જ એક મહિલાની પસંદગી કરી લીધી છે.

બિદરની આ મહિલા એ જ હતી, જે લાંબા સમયથી મારી પાછળ જ ઉભી હતી અને કાર્યક્રમની શરૂઆતમાં મને કહી રહી હતી કે કોઈપણ રીતે તેનો પત્ર (બાબા પાસે જવાનો વારો) આવવો જોઈએ. મેં તેમને સમજાવ્યું કે બાબા નક્કી કરે છે કે કોને બોલાવવા. તમે રાહ જુઓ, જો તમારું નામ બોલાશે તો તમે પણ સ્ટેજ પર જઈ શકશો”. હું જયપુરની આ મહિલા સાથે સ્ટેજ પર દાદરા સુધી પહોંચ્યો હતો. ભારે ભીડ હોવા છતાં પણ બીદરની આ મહિલા ત્યાં સીડી પાસે મળી અને કહ્યું કે મને લઈ જાઓ.

મેં કહ્યું કે બાબા એ મને માત્ર એક જ સ્ત્રીને જ સાથે લઈ જવાની વાત કરી છે તેથી તેમણે કહ્યું કે તેઓ બે પણ લઈ શકે છે. તેની આ હરકતથી તે ઉદાસ પણ લાગતી હતી તેથી મેં તેને પણ આવવાનું કહ્યું. સ્ટેજ પર ચડતા પહેલા લેધરની તમામ વસ્તુઓ બહાર રાખવી પડે છે. આ ક્રમમાં બિદરની મહિલા જયપુરની મહિલા પહેલા બાબા પાસે પહોંચી ગઈ. બાબા એ તેનો કાગળ વાંચ્યો અને બધું જ બરાબર થયું.

મેં જયપુરની મહિલાનો કાગળ બાબાને વાંચવાનું કહ્યું તો બાબા એ કહ્યું કે તેનાં પત્રનો ઓર્ડર હજુ આવ્યો નથી, તેણે હજુ રાહ જોવી પડશે. મેં કહ્યું કે મને એક પ્રશ્ન પુછવા દો, તો તેમણે કહ્યું કે મને થોડા સમય પછી પુછજો અને હું સ્ટેજ પરથી નીચે ઉતરી ગયો. જેમનાં પત્ર વંચાય છે, તેમને કેટલીક સુચનાઓ આપવા માટે મંચના ખુણે ધામના લોકો દ્વારા રોકવામાં આવે છે. મને મીડિયા સ્ટેન્ડ પર જવાનું કહેવામાં આવ્યું હતું.

મેં બિદરની મહિલાને પોતાનું કામ પુરું કર્યા પછી મને મળવાનું કહીને આવ્યો હતો પરંતુ તે મહિલા સ્ટેજ પરથી ઉતરીને મને મળ્યા વગર જતી રહી હતી. કાર્યક્રમ પુરો થયા પછી પણ હું બિદરની મહિલાને મળી શક્યો નહિ. બેંગલોરનાં દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતાં. બાબા બાગેશ્વરે ઘણા લોકોના પરચા વાંચીને તેમની સમસ્યાનો ઉકેલ જણાવ્યો હતો.

બેંગલુરુના બાગેશ્વર ધામની સરકારનો એક દિવસીય દિવ્ય દરબાર સંપન્ન થયો છે, હવે તેમનો આગામી પડાવ એકાંતવાસ છે. બાબા બાગેશ્વર ૧૫ જુનથી પાંચ દિવસ માટે એકાંતવાસમાં રહેવાના છે જ્યાં તેઓ સનાતન ધર્મ પર પુસ્તક લખવા જઈ રહ્યા છે. આ પુસ્તકના માધ્યમથી તેઓ દેશભરમાં સનાતન ધર્મનો ધ્વજ ફરકાવશે અને હિન્દુ રાષ્ટ્રના નિર્માણનો માર્ગ મોકળો કરશે.