બેકલેસ ડ્રેસ પહેરીને પતિ સાથે આ રીતે રોમેન્ટિક થઈ કાજલ અગ્રવાલ, જુઓ તેમની હનીમૂનની તસ્વીરો

Posted by

અભિનેત્રી કાજલ અગ્રવાલ હાલનાં દિવસોમાં પોતાના પતિ ગૌતમ કિચલુંની સાથે માલદીવમાં હનીમુન મનાવી રહી છે. આ ન્યુ મેરીડ કપલએ ૩૦ ઓક્ટોબરનાં રોજ પંજાબી અને કાશ્મીરી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા.

આ લગ્ન ખૂબ જ અંગત રીતે થયા હતા. તેમાં બંનેના નજીકના સંબંધીઓ અને ખાસ મિત્રો જ આવ્યા હતા. લગ્ન સમારોહ મુંબઈના એક ફાઇવ સ્ટાર હોટલમાં રાખવામાં આવ્યો હતો. લગ્ન બાદથી જ બન્નેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

હાલમાં જ કાજલે પોતાના હનીમૂનની અમુક તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ ફોટોઝમાં તે પોતાના બિઝનેસમેન પતિ ગૌતમ કિચલું સાથે માલદીવ પર રોમેન્ટિક થતા જોવા મળી રહી છે. આ દરમિયાન કાજલે લાલ કલરનો બેકલેસ ડ્રેસ પહેરી રાખ્યો છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

કાજલ ક્યારેક પોતાના પતિની સાથે મસ્તી-મજાક કરતી જોવા મળી રહી છે તો ક્યારેક ટાઇટેનિક પોઝ આપીને ફોટો ક્લિક કરાવતી નજર આવી રહી છે. તેમની તસ્વીરોને જોઇને સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે આ કપલ પોતાનું હનીમૂન ખૂબ જ સારી રીતે એન્જોય કરી રહ્યું છે.

બીજી તરફ ફેન્સને પણ કાજલ અને ગૌતમની જોડી ખૂબ જ પસંદ આવી રહી છે. તે આ તસ્વીરો પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈએ લખ્યું છે “બધાઈ હો કાજલ” તો કોઈએ લખ્યું “બહુત હી ક્યૂટ કપલ હૈ”. વળી ઘણા લોકો તેમની જોડી જોઈને પોતાનો કપલ ગોલ પણ સેટ કરી રહ્યા છે.

કાજલના બોલિવૂડ કરિયરની વાત કરીએ તો તે સૌથી પહેલા ફિલ્મ “ક્યું હો ગયા ના” માં જોવા મળી હતી. જોકે તેમને અસલી લોકપ્રિયતા અજય દેવગનની “સિંઘમ” ફિલ્મથી મળી હતી. ત્યારબાદ “સ્પેશિયલ-૨૬” ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પણ તેમના કામને પસંદ કરવામાં આવ્યું હતું. ફિલ્મ “દો લફઝો કી કહાની” માં પણ તેમના અભિનયની પ્રશંસા થઈ હતી.

હિન્દી ફિલ્મો સીવાય તમિલ અને તેલુગુ ફિલ્મની વાત કરીએ તો તેમની ફિલ્મ મુંબઈ સાગા, આચાર્ય, મોસાગલ્લુ, હે સિનામિકા, પેરિસ પેરિસ અને ઇન્ડિયન-૨ ચર્ચામાં રહી હતી. જણાવી દઈએ કે કાજલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે એક એવા વ્યક્તિ સાથે લગ્ન કરશે જેમનું કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નહી હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *