બધાની સામે ખુલી ગઈ સારા અલી ખાનની પોલ, અડધી રાતે ગૂગલ પર સર્ચ કરી હતી આ ચીજ

સતત હિટ ફિલ્મો આપ્યા બાદ સારા અલી ખાન બોલીવુડની આગળની સેન્સેશન બની ચૂકી છે. થોડા સમય પહેલાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ કેદારનાથ અને સીમ્બા બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ત્યારબાદ ૨૮ ડિસેમ્બરના રોજ સારાની બીજી ફિલ્મ સિમ્બા રિલીઝ થઈ હતી અને થોડાજ દિવસોમાં આ ફિલ્મ એ ૩૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો હતો. આ ફિલ્મમાં સારા અલી ખાન રણવીર સિંહના ઓપોઝિટ નજર આવી હતી. બાકી બોલીવુડ સિતારાઓની જેમ હવે સારા અલી ખાન પણ ચર્ચામાં રહેવાનો ફોર્મ્યુલો જાણી ચુકી છે ત્યારે જ તો તે ઘણીવાર એવું નિવેદન આપે છે કે જેના લીધે તે લોકોની નજરોમાં આવી જાય છે. હાલમાં જ સારા એ વોગ ઈન્ડિયા મેગેઝીનને એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું જ્યાં તેમણે પોતાના જીવન સાથે જોડાયેલ ઘણી વાતો શેર કરી હતી. આ દરમિયાન જ્યારે સારાને સવાલ પૂછવામાં આવ્યો કે છેલ્લે તેમણે ગૂગલ પર શું સર્ચ કર્યું હતું તો સારાએ ખુબ જ મજેદાર જવાબ આપ્યો હતો.

છેલ્લે ગૂગલ પર આ કર્યું સર્ચ

આ સવાલનો જવાબ આપતાં સારાએ કહ્યું કે છેલ્લે મેં અડધી રાતે ૩ વાગ્યે મનોરી (મુંબઈનું એક સ્થાન) નો રસ્તો જોવા માટે ગૂગલ મેપ ડાયરેક્શનનો ઉપયોગ કર્યો હતો. જવાબમાં જાણવા મળ્યું કે તે જગ્યા જ્યાં હું હતી ત્યાંથી ૧.૫ કલાકના અંતરે હતી. તે ખૂબ જ ડરામણી હતી. સારાને આગળ તેમની પસંદગીની ઇમોજીના વિશે પૂછવા પર જવાબ મળ્યો કે, મને તે ઇમોજી ખૂબ જ પસંદ છે, જેની આંખો પર સિતારા હોય છે. જણાવી દઈએ કે સારાની પીઆર ટીમ તેમના વિશે ખોટી અફવાહ ફેલાવી રહી હતી, જેનાથી સંપૂર્ણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ જ પરેશાન હતી.

ખોટી ખબરો ફેલાવી રહી છે પી.આર ટીમ

હાલમાં જ ખબરો આવી રહી હતી કે સારાએ વિકી કૌશલની અપકમિંગ ફિલ્મ “ઉધમસિંહ” છોડી દીધી છે જ્યારે ફિલ્મના ડાયરેક્ટરને તેમના વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે વિકી કૌશલને છોડીને હજુ સુધી કોઈપણ કલાકારને કાસ્ટ કરવામાં આવ્યા નથી. તેવામાં સારા તેમની ફિલ્મ કઈ રીતે છોડી શકે છે. હકીકતમાં અંગ્રેજીની બે વેબસાઇટ્સ પર પ્રશ્નવાચક ચિન્હની સાથે ખબરો આવી હતી કે સારા અલી ખાને વિકી કૌશલની સાથે ફિલ્મ “ઉધમસિંહ” કરવાની મનાઈ કરી દીધી છે, જે વાત ખરેખર ખોટી હતી.

ફિલ્મ “ઉધમસિંહ” સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે હવે વિકી કૌશલ એક મોટા સ્ટાર બની ચૂક્યા છે અને તેમની ફિલ્મ છોડવાની વાત ફેલાવવી મતલબ સીધે સીધું વિકી કૌશલની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બ્રાન્ડ વેલ્યુ સાથે મજાક કરવા જેવું છે. જણાવી દઈએ કે સારા અને તેમની પીઆર ટીમ “બાગી-૩” અને ઇમ્તિયાઝ અલીની ફિલ્મ પણ છોડવાની અફવાહ ફેલાવી ચૂકી છે.