બધાની વચ્ચે જ્યારે રેખાએ કહ્યું, “કોઈ બતાવવાની ચીજ હોય તો હું બતાવું”, વિડિયો થઈ રહ્યો છે ખૂબ જ વાયરલ

પોતાના સમયની સૌથી સુંદર અને શ્રેષ્ઠ એક્ટ્રેસ રેખા આજે પણ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બને છે. દેશ-દુનિયામાં રેખાને ચાહનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. રેખા ફિલ્મોમાં તો ખૂબ જ ઓછી નજર આવે છે પરંતુ તે ઘણીવાર બોલીવુડ પાર્ટીઓમાં જોવા મળતી રહે છે. જોકે તે ક્યારેય પણ કોઈ ટીવી શો માં જોવા મળતી નથી અને તેને લઈને રેખાએ પોતે એકવાર મોટો ખુલાસો કર્યો હતો.

દેશ દુનિયાના જાણીતા કોમેડિયન કપિલ શર્માના શો પર એકવાર હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી રેખાએ તે વાતનો ખુલાસો કર્યો હતો. કપિલ શર્મા પોતાનો શો “ધ કપિલ શર્મા શો” દ્વારા આજે દેશ-વિદેશમાં પોતાનું એક મોટું નામ બનાવી ચૂક્યા છે. દરેક નવા દિવસે તેમના શો પર કોઈને કોઈ મોટી હસ્તી પહોંચી જાય છે. આ જ રીતે એકવાર કપિલ શર્માએ પોતાના શો પર દિગ્ગજ અભિનેત્રી રેખાને આમંત્રિત કરી હતી.

એક્ટ્રેસ રેખાએ આ દરમિયાન જણાવ્યું હતું કે આખરે તે શા માટે કોઈ ટીવી શો પર નજર આવતી નથી. જણાવી દઈએ કે હાલમાં જ કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર રેખા અને તેમના શો સાથે જોડાયેલ એક વીડિયો શેર કર્યો છે. જેમાં રેખા અને કપિલ મસ્તી-મજાક કરતા નજર આવી રહ્યા છે. આ વીડિયોમાં રેખાએ પોતાના જીવન સાથે જોડાયેલ ઘણા પ્રકારના ચોંકાવનારા ખુલાસાઓ પણ કર્યા છે.

રેખાનું સ્વાગત કરતાં કપિલ શર્મા કહે છે કે તમને સૌથી પહેલો પ્રશ્ન હું એ પૂછવા માગું છું કે તમે આ પહેલા ક્યારેય પણ કોઈ ટીવી શોમાં જોવા મળ્યા નથી, તેમની પાછળનું કોઈ ખાસ કારણ છે ? તેના પર રેખા જવાબ આપે છે કે, “કોઈ બતાવવાની ચીજ હોય તો હું બતાવું”. રેખાની આ વાત સાંભળતા જ કપિલ શર્માની સાથે જ સિદ્ધુ અને ઓડિયન્સ પણ હસવા લાગે છે. કપિલ એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે અને તેમણે લખ્યું છે કે, “એક શામ લિજેન્ડ કે સાથ”.

ત્યારબાદ કપિલ શર્મા રેખાને કહે છે કે, “તમે પોતાના ચાહકોને કઈ રીતે મેનેજ કરો છો ?” રેખા તેમના જવાબમાં કહે છે કે, “કપિલજી, તમે તે મારા વિશે કહી રહ્યા છો કે પોતાના વિશે? કારણ કે આવું મારી સાથે ક્યારેય પણ થયું નથી”. આગળ કપિલ શર્માને રેખા મજાકમાં મૂડમાં કહે છે કે દુનિયામાં એક વ્યક્તિ એવો મળ્યો, જેમણે મારી એકપણ ફિલ્મ જોઈ નથી, તે તમે છો.

ઓડિયન્સ તરફ ઈશારો કરતા રેખા કહે છે કે, “જરા આમને પૂછો કે તેમણે મારી કઈ ફિલ્મ જોઈ છે. તમે મારા વિષે કંઈપણ જાણતા નથી”. તેના પર હસતા-હસતા કપિલ કહે છે કે, “તમે આવું કેવી રીતે બોલી શકો છો મેમ ?”. રેખા કહે છે કે બસ મને ઉડતી ઉડતી એવી ખબરો મળી છે. આગળ કપિલ શર્મા રેખાની એક ફિલ્મના વિશે વાત કરતાં કહે છે કે મેં તમારી ફિલ્મ “ફુલ બને અંગારે” જોઈ છે. બંને કલાકારોની વચ્ચે તેમની આગળ પણ વાતચીત અને હસી મજાક ચાલતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

તમને જણાવી દઈએ કે કપિલ શર્માના શો નો આ વિડીયો ખૂબ જ જૂનો છે. જોકે એકવાર ફરીથી તે ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ફેન્સ તેને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે અને તેના પર કોમેન્ટ્સ પણ ખુબ જ આવી રહી છે. કપિલ દ્વારા શેર કરવામાં આવેલો આ વિડીયો ૩ મિનિટ ૧૬ સેકન્ડનો છે. તેમની આગળ પણ કપિલ અને રેખા ઘણી બધી રોચક વાતો કરતા નજર આવી રહ્યા છે.