બાળકોના ગળામાં કંઈક અટવાઈ જાય તો આવી રીતે કાઢો બહાર, બચી જશે જીવ

નાના બાળકોનો સ્વભાવ ઘણો જ ચંચળ હોય છે. તે હંમેશા ઉર્જાથી ભરપૂર રહે છે. તેમની આ ઉર્જા નવી-નવી વસ્તુઓ જાણવામાં ખર્ચ થાય છે. તેમનો સ્વભાવ જિજ્ઞાસુ હોય છે. મોટાભાગનાં બાળકો જે પણ વસ્તુ હાથમાં આવે છે તેને ફટાકથી મોઢામાં નાખી દે છે. પછી ભલે તે ખાવાની વસ્તુ હોય કે ના હોય. તેમને તે વાતથી કોઈ ફરક પડતો નથી. તેવામાં માતા-પિતાએ તે વાતનું ઘણું ધ્યાન રાખવું પડે છે કે બાળકોના ગળામાં કંઈક અટવાઈ ના જાય.

જ્યારે કોઈ વસ્તુ બાળકના ગળામાં અટવાઈ જાય છે તો તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અમુક બાળકોને છીંક આવવા લાગે છે તો અમુક બાળકોને ખાંસી પણ આવે છે. આવી સ્થિતિમાં તમે અમુક ઘરેલુ નુસખા અજમાવી શકો છો. તેમની સહાયતાથી તમે સમય રહેતા બાળકના ગળામાં અટવાયેલી વસ્તુ બહાર કાઢી શકો છો. તેમ છતાં પણ જો ફરક ના પડે તો તરત જ ડોક્ટર પાસે જવામાં પણ સંકોચ ના કરવો.

બાળકના ગળામાં અટવાઈ જાય કંઈક વસ્તુ તો કરો આ કામ

જો તમારા બાળકના ગળામાં કંઈક અટવાઈ જાય તો સૌથી પહેલા ગભરાવવું નહી કે બૂમાબૂમ ના કરવું. તેનાથી વાત વધારે બગડી શકે છે અને તમે સમજણથી કોઈ કામ કરી શકશો નહિ. તમારા મગજને શાંત રાખો અને સ્થિતિને અનુરૂપ કોઈ પગલાં ભરો.

બાળકના ગળામાં કંઈક અટવાઈ જાય તો તેને તરત પોતાના ખોળામાં લઈને જાંઘ પર સુવડાવી દો. હવે તેનું માથું અને ધડ નીચે તરફ કરો. તેને થોડો સહારો આપીને પકડી પણ રાખો. તે વાતનું ધ્યાન રહે કે બાળકનું માથું તેના ધડથી નીચલા લેવલ પર જ રહે.

હવે બાળકની પીઠ પર ખભાના મધ્ય વાગે ધીમેથી હથેળી થપ-થપાવો. આવું કરવાથી બાળકના ગળામાં અટકેલી વસ્તુ બહાર નીકળી જવી જોઈએ. જો પહેલી તરકીબ કામ ના આવે તો બાળકને સીધુ સુવડાવી દો. હવે તમારી બંને આંગળીઓ બાળકની છાતી પર રાખી તેને હળવા હાથથી દબાવો. ધ્યાન રહે કે તમારે તેની છાતી વધારે જોરથી દબાવવી નહી. આ પ્રોસેસ ૫-૫ વાર રીપીટ કરો. ગળામાં અટવાયેલી વસ્તુ બહાર નીકળી જવી જોઈએ.

બાળકોને આ વસ્તુ ના ખવડાવો

નાની ઉંમરમાં બાળકોને ગાજર, સફરજન, અન્ય કઠણ ફળો, નટ્સ, કેન્ડી, ચિંગમ અને પોપકોર્ન જેવી વસ્તુઓ ખવડાવવી નહી. મોટાભાગે એવું જોવા મળે છે કે આ પ્રકારની કઠણ ચીજો જ બાળકોને ગળામાં અટવાઈ જાય છે. બાળક જ્યારે પણ કંઈ ખાઈ છે તો તમે તેનું ધ્યાન રાખો. તેને ખાતા સમયે એકલા છોડો નહી. ઉપરના કોઈ ઉપાય કામ ના આવે તો તરત જ ડોક્ટર પાસે જવું.