બાળકોના સારા વિકાસ માટે જરૂરી હોય છે દાદા-દાદીનો સાથ, જાણો કઇ રીતે

તેમાં કોઈ શંકા નથી કે બાળપણમાં આપણે જે સમય દાદા-દાદી કે પછી નાના-નાની સાથે પસાર કરીએ છીએ, તે આપણા જીવનની સૌથી યાદગાર અને સુખદ ક્ષણો માંથી એક હોય છે. જે બાળકો દાદા-દાદી કે નાના-નાની ની સાથે સમય પસાર કરી ચુક્યા છે, તે બાળકોની સમજ થોડી વધારે જ વિકસિત હોય છે. સાથે જ આ પ્રકારના બાળકો મિલનસાર સ્વભાવના હોય છે અને હંમેશા ખુશ પણ નજર આવે છે. આજના સમયમાં દાદા-દાદી કે નાના-નાની નો સાથ બાળકોને મળવો શહેરના વાતાવરણના લીધે થોડો મુશ્કેલ તો જરૂર થઈ જાય છે પરંતુ તેનું મહત્વ નકારી શકાય નહી. ખુદ વિજ્ઞાન પણ તે વાતની પુષ્ટિ કરે છે કે બાળકો માટે દાદા-દાદી અને નાના-નાની નો સાથ જરૂરી હોય છે. અહીંયા અમે તમને તેના મહત્વપૂર્ણ હોવાનાં ૫ એવા જ કારણોના વિશે જણાવીશું, જે વિજ્ઞાન અનુસાર પણ યોગ્ય છે.

બાળકોની ખુશી અને સુરક્ષાની દ્રષ્ટિથી

હાલનાં સમયમાં માં-બાપ બન્ને કામ કરવા માટે બહાર જતાં હોય છે. તેવામાં જો ઘરમાં દાદા-દાદી કે નાના-નાની હોય છે તો બાળકો માટે અલગથી માણસ રાખવાની જરૂરિયાત રહેતી નથી. તેમની સાથે બાળકો ખુશ રહે છે. તેનો સકારાત્મક પ્રભાવ તેમના વિકાસ પર પણ પડે છે. આજના સમયમાં જ્યારે બાળકોને કોઈ બહારના વ્યક્તિના ભરોસા પર છોડી શકાતું નથી તો તેવામાં ઘરમાં દાદા-દાદી અને નાના-નાની હોવાથી તેમની પાસે બાળકો રાખવા સૌથી સુરક્ષિત હોય છે.

મૂળ માંથી જોડાઈ શકે છે બાળકો

જ્યારે બાળકોને દાદા-દાદી કે નાના-નાની નો સાથ મળે છે તો તે પોતાના પરિવારના ઇતિહાસને ધીમે-ધીમે સમજી શકે છે. તે પરિવારના મૂળ સાથે પણ જોડાવા લાગે છે. પ્રેમ અને સ્નેહ જેવી ભાવના તેમના અંદર જાગૃત થવા લાગે છે. વે અન્ય લોકોને પણ આદર અને સન્માન આપવાનું શીખવા લાગે છે. બાળકો આ રીતે પોતાને પરિસ્થિતિ અનુસાર ઢાળી શકે છે. તે પારિવારિક મુશ્કેલીઓ સમજી શકવાના કારણે તે અન્ય બાળકોની તુલનામાં વધારે પરિપક્વ અને સ્માર્ટ પણ બનતાં જાય છે.

મજબૂત બને છે ભાવનાત્મક રીતે

જ્યારે બાળકો દાદા-દાદી કે નાના-નાની સાથે રહે છે તો ભાવનાત્મક રૂપથી પણ મજબુત બને છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી પણ એક અધ્યયનમાં તે જાણવા મળ્યું હતું કે દાદા-દાદીની સાથે રહેતા બાળકો ડિપ્રેશન, ચિંતા અને તણાવ જેવી ચીજોથી કે એકલતાથી લગભગ જ પ્રભાવિત થાય છે. તે એટલા માટે કારણકે ભાવનાત્મક રૂપથી તેમની મજબૂતી અન્ય બાળકોની તુલનામાં વધારે હોય છે.

શીખે છે નૈતિકતા

દાદા-દાદી કે નાના-નાની ની સાથે રહેવા પર બાળકો તેમની પાસેથી પ્રેરણાત્મક કહાનીઓ સાંભળતા રહે છે. જેના લીધે તેમની અંદર નૈતિકતા વિકસિત થવા લાગે છે, જે આગળ જઈને ફક્ત પરિવાર માટે જ નહી પરંતુ સમાજ અને દેશ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થાય છે. તેથી બાળકોને દાદા-દાદી કે નાના-નાની ની સાથે રાખવા નૈતિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

બાળકોની સાથે દાદા-દાદી, નાના-નાની પણ રહે છે ખુશ

દાદા-દાદી કે નાના-નાની ની સાથે રહેવાથી બાળકોને તો લાભ મળે જ છે, સાથે જ દાદા-દાદી અને નાના-નાની પણ ખુશ રહે છે. એકલતાના લીધે જે તેમને ભૂલવાની વગેરેની બિમારી હોય છે તેના તે ઓછા શિકાર થાય છે કારણ કે બાળકોની સાથે તેમને પ્રેમની અનુભૂતિ થાય છે અને તેમનું મન પણ તેમનામાં લાગી રહે છે.