શું બાળકોને રાત્રે નવડાવી શકાય છે, જાણો બાળકોને ક્યારે આપી શકો છો નાઈટ બાથ

જો જરૂરી ના હોય તો બાળકને રાત્રે ક્યારેય ના નવડાવો. તેનાથી બાળકની તબિયત બગડી શકે છે. જો નવડાવવુ જ હોય તો જાણી લો નાઈટ બાથની સાચી રીત. તમારા નાનકડા જીવનને લઈને હોસ્પિટલથી ઘરે આવી ગયા છો. હવે તમારી જવાબદારી પહેલા કરતા ઘણી વધી ગઈ છે. આ જવાબદારીમાં એક છે બાળકને નવડાવવા. બાળકને નવડાવવા ખરેખર ઘણા મુશ્કેલ હોય છે. તેમનું શરીર ઘણું ચીકણુ હોય છે. નવડાવતા સમયે તેઓ લપસી જાય છે અને તેમને લાગી શકે છે એટલા માટે સતર્ક રહેવું જરૂરી છે. ઘણીવાર માતા-પિતામાં જાણકારી ના હોવાથી બાળકોને નાઈટ બાથ આપે છે. સવાલ એ છે કે શું નાઈટ બાથ આપવું યોગ્ય છે ? શું તેનાથી બાળક પર કોઈ નકારાત્મક પ્રભાવ પડી શકે છે ? જાણવા માટે લેખ આગળ વાંચો.

બાળકને ક્યારે અને કેટલીવાર નવડાવવું

હોસ્પિટલમાં હોય ત્યારે તમારા બાળકની બધી સાર-સંભાળ નર્સ કરે છે. તે બાળકના શરીરને સ્પંચ કે સુતરના કપડાથી લૂંછી નાખે છે. જ્યારે તમે તમારા બાળકને લઈને ઘરે પહોંચો છો ત્યારે તમારા મનમાં એ જ સવાલ આવે છે કે બાળકને ક્યારે નવડાવીએ? શું રાત્રે નવડાવી શકાય છે? યાદ રાખો કે હમણાં તમારું બાળક એટલું નાનું છે કે તેને ના દિવસે કે ના રાત્રે વારંવાર નવડાવવાની જરૂરિયાત હોય છે. તમે તેને અઠવાડિયામાં ૨ થી ૩ વાર નવડાવી શકો છો. બાળકની ત્વચા ખૂબ જ નાજુક હોય છે. દરરોજ નવડાવવાથી તેમની ત્વચા સુકાઈ જાય છે.

શું બાળકને રાત્રે નવડાવવું યોગ્ય છે

  • એ તમારી પસંદ હોય છે કે તમે તમારા બાળકને કયા સમયે નવડાવવા ઈચ્છો છો. જો તમે રાત્રિના સમયે સહજ હોય તો તેને રાત્રે નવડાવો. તેની સાથે તમે એ પણ નોટિસ કરો કે બાળક ક્યાં સમયે નાહવાથી ફ્રેશ મહેસૂસ કરે છે. આમ તો બાળકને નવડાવવા માટે દિવસનો સમય સારો હોય છે.
  • બાળકને નવડાવતા સમયે ઉતાવળ બિલકુલ ના કરો. તેને ઘૈર્યપૂર્વક નવડાવો. બાળકને નવડાવવા માટે એક સમય એવો ફિક્સ કરો કે જે રીતે તેનો દૂધ પીવાનો સમય ફિક્સ હોય છે.
  • રાત્રિના સમયે નવડાવવાથી બાળકને ઊંઘ સારી આવી શકે છે પરંતુ ધ્યાન રાખો કે રાત્રિના સમયે બાળકને ગરમ પાણીથી જ નવડાવો. નવડાવતા પહેલા બાળકની સારી રીતે માલિશ કરી લો.

બાળકને નવડાવવાની રીત

  • બાળકને નવડાવવા માટે કોઈપણ પ્રકારનો સાબુનો ઉપયોગ ના કરો. બાળકને સાદા પાણીથી નવડાવવું. જો ગરમીની સીઝન હોય તો ભીના કપડાથી બાળકનું શરીર લૂછી શકો છો.
  • બાળકના મોઢાને તમારા હાથથી લુછી લો. તેના શરીરના બધા અંગ જેમ કે ગળું, બગલ વગેરે જગ્યાઓને નિયમિત રીતે સાફ કરો.

બાળકને રાત્રે નવડાવતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

  • બાળકને નવડાવતા સમયે તમારા કમ્ફર્ટને ધ્યાનમાં રાખો. તમારા હિસાબે નક્કી કરો કે તમારા બાળકને કેવી રીતે અને ક્યાં નવડાવવાનું છે. તમે બાળકને બાથરૂમમાં કે બેડરૂમમાં નવડાવી શકો છો.
  • બાળકને જ્યારે પણ નવડાવો ત્યારે પાણી વધારે ઠંડુ ના હોવું જોઈએ અને વધારે ગરમ પણ ના હોવું જોઈએ. વધારે ઠંડા પાણીથી નવડાવવાના કારણે બાળકની તબિયત બગડી શકે છે.
  • બાળકને નવડાવતા પહેલાં બધો જરૂરી સામાન તમારી આજુબાજુ રાખી લો. બાળકને નવડાવવા માટે મુલાયમ રૂમાલનો ઉપયોગ કરો.
  • બાળક માટે બેબી બોડી ઓઈલ, મોઈશ્ચરાઈઝર, વાળમાં લગાવવાનું તેલ, પાવડર, ડાયપર, ડાયપર રેસીસ ક્રીમ અને તેના કપડા સહિત બધુ જ તમારી પાસે રાખો.
  • સ્નાન કરાવ્યા બાદ બાળકને હંમેશા ભૂખ લાગે છે. એટલા માટે બાળકને નવડાવ્યા બાદ તેમનું પીવાનું દૂધ તૈયાર રાખો.