બાળકો પર હાથ ઉઠાવનાર માતા-પિતા બાદમાં ખૂબ જ પછતાય છે, થાય છે આ ૬ મોટા નુકશાન

બાળકો ઘણીવાર ભૂલો કરતા હોય છે. આ સ્થિતિમાં તેમને પ્રેમથી પણ સમજાવી શકાય છે. જોકે ઘણાં માતાપિતા પોતાના બાળકોને સમજાવવા માટે મારપીટ વાળો રસ્તો અપનાવે છે. એવું પણ નથી હોતું કે માતા-પિતા પોતાના બાળકોને પ્રેમ ના કરતા હોય. બસ અમુક લોકો પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરી શકતા નથી અને ઘણીવાર તે બાળકો પર હાથ ઉઠાવતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનાથી તમારા બાળકો પર માનસિક રૂપથી શું અસર પડે છે ? તો ચાલો જાણીએ.

બાળક બની શકે છે હિંસક

જો તમે તમારા બાળકો સાથે વધારે મારપીટ કરો છો તો તે પણ એવું જ શીખી જાય છે. બાદમાં ભવિષ્યમાં તેમના સ્વભાવમાં પણ હિંસા જોવા મળે છે. એક વાત યાદ રાખો કે દરેક બાળક દરેક વાત પોતાના માતા-પિતા પાસેથી જ શીખતા હોય છે.

માનસિક રૂપથી દુઃખી

વધારે માર ખાનાર બાળકની માનસિક સ્થિતિ સારી રહેતી નથી. તે અંદરથી ખૂબ જ તૂટી જાય છે. તેને એવું પણ લાગે છે કે બધી જ ખરાબી તેનામાં જ છે. તે એક સારી વ્યક્તિ નથી. આ સ્થિતિમાં તે મોટું થઈને પોતે જ પોતાની ઈજ્જત કરી શકતું નથી.

ઓછો આત્મવિશ્વાસ

બાળકને વધારે મારવાથી બાળકના આત્મવિશ્વાસમાં પણ ખામી આવી જાય છે. આ માર તેમના હૃદયમાં ઊંડી છાપ છોડી જાય છે. તે હંમેશા ગભરાયેલ સ્થિતિમાં જ રહેવા લાગે છે.

વિદ્રોહી બની જાય છે

ઘણીવાર એવું પણ જોવા મળે છે કે બાળક માર ખાઇ ખાઇ ને થાકી જાય છે. તેનું ધૈર્ય તૂટી જાય છે. તેવામાં તેમના સ્વભાવમાં વિદ્રોહની ભાવના આવી જાય છે. ત્યારબાદ તે જાણી જોઈને વધારે ભૂલો કરવા લાગે છે.

વધારે ગુસ્સો આવવો

જે બાળકને વધારે માર પડે છે તે તેમના જીવનમાં આગળ જઈને વધારે ગુસ્સો પણ કરે છે. તેમને બાળપણમાં નાની નાની વાત પર માર પડે છે તેથી તે મોટો થઈને પણ નાની નાની વાત પર ગુસ્સો કરવા લાગે છે.

માતા-પિતાને નફરત

જ્યારે માતા-પિતા પોતાના બાળકોને વધારે મારે છે તો તે બાળકના મનમાં માતા-પિતાને લઈને નફરત ઉત્પન્ન થઈ જાય છે. તેમને એવું લાગવા લાગે છે કે તેમના માતા-પિતા તેમને પ્રેમ કરતા નથી. તેથી તેમને મારે છે. તે બાળક મોટું થવા પર પોતાના માતા-પિતાને પ્રેમ કરતું નથી અને તેમનું યોગ્ય રીતે ધ્યાન પણ રાખતું નથી.

બસ આ જ કારણો છે કે જેના કારણે તમારે તમારા બાળકો સાથે મારપીટ કરવી ના જોઈએ. ખાસ કરીને નાની-નાની વાતો પર તેમના પર હાથ ઉઠાવવો ના જોઈએ. તેને પ્રેમથી સમજાવવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ હોય છે.