બરફની કેક કાપીને ભારતીય જવાને મનાવ્યો પોતાનો જન્મદિવસ, વિડિયોને જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે

આપણને બધાને જન્મદિવસ ઉજવવો ખૂબ જ પસંદ હોય છે. ઘણા લોકો જ્યારે પણ પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે ત્યારે એક સુંદર અને સ્વાદિષ્ટ કેક જરૂર લાવે છે. ત્યારબાદ પોતાના ઘરમાં અથવા તો કોઈ મોટા ઇવેન્ટ હોલમાં ભવ્ય રીતે જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સરહદ પર દેશની રક્ષા કરનાર આપણા દેશના જવાનોને આ ક્ષણો નસીબમાં હોતી નથી. ત્યાં જન્મદિવસની ઉજવણી માટે ના તો કેક હોય છે કે ના તો પરિવાર ના તો ડેકોરેશન જેવી કોઈ વસ્તુ હોય છે. તેમ છતાં પણ આપણા જવાનો હસી ખુશી અને પોઝિટિવ વિચાર સાથે ત્યાં રહે છે. તે લોકો સ્થિતિ અનુસાર આનંદ માણતા શીખી લે છે. આપણે સુરક્ષિત રહી શકીએ તે માટે તે લોકો ઘણું જ એડજેસ્ટ કરતા હોય છે.

આજે અમે તમને એક ભારતીય જવાનના જન્મદિવસની ઉજવણી બતાવવા જઈ રહ્યા છીએ. જ્યારે તમે આ લોકો ના જન્મદિવસની ઉજવણી કરવાની રીત જોશો તો તમારી આંખો પણ આંસુથી છલકાઈ જશે. ખરેખર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે આ વીડિયોમાં ઇન્ડિયન આર્મી ના એક જવાન પોતાના ત્રણ સાથી સાથે જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળે છે. આ વિડીયોની ખાસ વાત એ છે કે આ જવાન પોતાના જન્મદિવસ પર બરફની કેક કાપે છે. આ કેક ને તેમના મિત્ર જમીનના બરફની મદદથી બનાવે છે. આ કેક નો આકાર દિલના આકાર જેવો છે અને તેમના પર “બાબુ” પણ લખવામાં આવ્યું છે.

આ રીતે મનાવ્યો જન્મદિવસ

વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે જવાન પોતાના જન્મદિવસ કેક ને પાવડા ની મદદથી કાપે છે. ફક્ત એટલું જ નહીં તેમના સાથી જવાન બાબુને બરફના ટુકડા ની કેક નો એક ટુકડો તેમને ખવડાવે છે. આ વિડીયોની સૌથી ખાસ વાત એ છે કે આટલી સરળ રીતે ઉજવણી કર્યા બાદ પણ બધાના જ ચહેરા પર એક મોટુ સ્મિત હોય છે. આ બધા જ આ ક્ષણ નો ખૂબ જ સારી રીતે આનંદ લઈ રહ્યા છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર પણ લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

જુઓ વિડિયો

આ વીડિયોને ટ્વીટર પર આઇપીએસ પંકજ નૈન એ ૨૯ જૂનના રોજ શેયર કર્યો હતો. વિડીયો ની સાથે તેણે કેપ્શન માં લખ્યું છે કે, હૃદયમાં દરેક ઈચ્છા દબાવીને, દરેક ચિંતા ધુમાડા માં ઉડાવીએ છીએ, મનાવતા રહો તમારી બધી જ વર્ષ ગાંઠ શાંતિથી બસ તેના માટે જ આ ભારત માતાના કેટલાક પુત્રોના ખાસ દિવસો સરહદ પર નીકળી જાય છે.

લોકોને તો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધારે વાર જોવાઈ ચૂક્યો છે. બીજી તરફ બે હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. તેની સાથે જ તેને ૩૦૦થી વધારે રીટ્વીટ પણ મળ્યું છે. યુઝર્સ જવાન ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાથે જ જય હિન્દ વંદે માતરમ જેવી કૉમેન્ટ્સ પણ આવી રહી છે.