બટાકા-ડુંગળીને એક ટોપલીમાં ભૂલથી પણ ના રાખવા જોઈએ, ૯૦% લોકો કરે છે આ ભૂલ

ભારતીય વાનગીઓમાં બટેકા-ડુંગળીનો ઉપયોગ સૌથી વધારે થાય છે. તેથી મહિલાઓ તેમને વધારે માત્રામાં ખરીદીને લાંબા સમય માટે સ્ટોર કરી લેતી હોય છે. સામાન્ય રીતે તેને ટોપલીમાં કિચનની અંદર કે ખુલ્લી જગ્યામાં ફેલાવીને રાખી દેવામાં આવે છે. પરંતુ એવું કરવું જરૂરી છે ? આખરે તેને સ્ટોર કરવાની યોગ્ય રીત કઈ છે ? ચાલો જાણી લઈએ.

બટાકા-ડુંગળીને ફ્રીઝમાં રાખવાથી બચવું જોઈએ. ડુંગળીથી ફ્રીજમાં દુર્ગંધ આવવા લાગે છે અને તેમાં રાખવામાં આવેલા અન્ય શાકભાજીઓ પણ ખરાબ થવા લાગે છે. બટાકાની વાત કરીએ તો તેમાં એન્ટીઓક્સીડેન્ટ વધારે હોવાના કારણે તે ફ્રીઝમાં રાખવાથી ખરાબ થઈ જાય છે.

અમુક લોકો તો બટાકા-ડુંગળીને એક જ ટોપલીમાં સાથે રાખી દેતા હોય છે. આવું ના કરવું જોઈએ. તેને સાથે રાખવાથી બટાકા અંકુરિત થવા લાગે છે. સાથે જ બટાકાનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે. તેમને અન્ય ફળો જેવા કે કેળા વગેરે સાથે પણ રાખવા જોઈએ નહિ.

બટાકા કેલ્શિયમ, પ્રોટીન, આયરન, વિટામીન-બી૬, વિટામીન-સી, ફાસ્ફોરસ, મેગ્નેટ મૈગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર, થાયમિન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો તમે તેનો લાભ ઉઠાવવા માંગતા હોય તો તેને યોગ્ય રીતે સ્ટોર કરીને રાખવા ખૂબ જ જરૂરી હોય છે. જો આવું કરવામાં ના આવે તો ઘણીવાર બટાકા લીલા પણ પડી જતા હોય છે.

બટાકાને ખુલ્લામાં સ્ટોર કરવાથી બચવું જોઈએ. તેને ડ્રોઅર, ટોપલી, કાગળ, શાકભાજી સ્ટીમરમાં રાખવા જોઈએ. ટૂંકમાં સમજાવીએ તો તેમને એવી જગ્યા પર રાખવા જોઈએ જ્યાં અંધારું પણ હોય અને હવાની અવર-જવર પણ રહેતી હોય.

ઘણા લોકો તો આખા વર્ષ માટે ડુંગળી એક સાથે સ્ટોર કરતા હોય છે, પરંતુ વર્ષ ખતમ થતાં થતાં તેમાંથી અડધા ભાગની ડુંગળી ખરાબ થઈ જતી હોય છે. તેમાં દુર્ગંધ પણ આવવા લાગે છે. તેથી ડુંગળીને સ્ટોર કરતા પહેલા થોડી સૂકવી લેવી જોઈએ. તેને એવી જગ્યા પર રાખવી જોઇએ જ્યાં સુરજના કિરણો પડતા ના હોય.

ડુંગળીને હંમેશા ૪ થી ૧૦ સેલ્સિયસ તાપમાન વાળી જગ્યા પર સ્ટોર કરવી જોઈએ. જો તમે ડુંગળીને સુકી અને અંધારાની જગ્યા પર રાખો છો તો તે લાંબા સમય સુધી સારી રહેશે. તેને સમય-સમય પર ઉપર-નીચે કરવી પણ જરૂરી હોય છે. જે ડુંગળીનો તમે દરરોજ ઉપયોગ કરતા હોય તેમને એક પેપર બેગમાં રાખીને તેમાં નાના નાના છિદ્રો બનાવી દો. આ રીતે તમારી ડુંગળી લાંબા સમય સુધી તાજી રહેશે. તેમાં કોઈ પ્રકારનો સડો થશે નહી.