બીયરની બોટલોથી બનાવ્યું મંદિર, દર વર્ષે લાખો લોકો આવે છે જોવા

દુનિયામાં ઘણા પ્રકારના લોકો અને ઘણા પ્રકારના ધર્મ હાજર છે. કોઈ ખુદાને માને છે તો કોઈ ભગવાનની પૂજા કરે છે. તેવામાં દરેક ભગવાન માટે એક ખાસ સ્થાન બનાવવામાં આવે છે. જ્યાં ભક્તો પોતાની મનોકામનાઓ પૂરી કરવાની ફરિયાદ લઈને આવે છે. આ સ્થાન મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારા છે. આજે અમે તમને એક એવા જ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે પોતાનામાં ખુબ જ ખાસ માનવામાં આવે છે. આ મંદિરને જોઈને તમે પણ એવું કહેવા મજબૂર થઈ જશો કે માણસ જો કોઈ કામ કરવાનો નિશ્ચય કરી લે તો તેને કોઈ રોકી શકતું નથી. ખરેખર આ મંદિર બનાવવા વાળાએ કંઇક એવું જ વિચાર્યું હશે. આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિર બીયરની ખાલી બોટલોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. જો કે તમને આ વાત જાણીને થોડું અજીબ લાગ્યું હશે. પરંતુ આ વાત સાચી છે. આ મંદિરના ફર્શ થી લઈને દિવાલો સુધીનું નિર્માણ બીયરની ખાલી બોટલથી કરવામાં આવ્યું છે.

આપણી મનુષ્યની એવી આદત હોય છે કે કોઈ બેકાર વસ્તુ આપણી આસપાસ હાજર હોય તો આપણે તેની જરૂરિયાતને અનુભવતા નથી. પરંતુ જોવામાં આવે તો આ બેકાર વસ્તુ જ ક્યારેક ક્યારેક આપણા બહુ જ કામમાં આવી શકે છે. આ વાતનો અહેસાસ તમને એક દિવસ જરૂર થશે. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે આ બિયરની બોટલોથી બનાવવામાં આવેલ મંદિર બૌદ્ધ સાધુઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ એક ભવ્ય પ્રયોગ માનવામાં આવી રહ્યું છે.

કેવી રીતે મળ્યો મંદિર બનાવવાનો આઈડિયા ?

આ મંદિરના નિર્માણને લઈને ઘણા લોકોના મનમાં સવાલ થઈ રહ્યા હશે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ઘણા વર્ષો પહેલા એક કંપનીએ સપનું જોયું હતું કે તે બેકાર પડેલી બોટલોથી એક મકાન બનાવશે. જોકે તે કંપની તેમનું આ સપનું પૂરું ના કરી શકી પરંતુ જ્યારે આ સપનાની કમાન બૌદ્ધ સાધુઓ સુધી પહોંચી તો તેમણે આ સપનાને સાચું કરી બતાવ્યું.

Sisaket પ્રાંતના સાધુઓએ ૧૦ લાખ બીયરની બોટલો એકઠી કરીને “Wat Pa Maha Chedi Kaew” નામના આ મંદિરને સ્થાપિત કર્યું. નોંધપાત્ર વાત છે કે આ મંદિરના બાથરૂમથી લઈને સ્મશાન ઘાટ સુધીની દીવાલો અને ફર્શ બીયરની બોટલોથી બનેલ છે. કાચથી બનાવવામાં આવેલ આ મંદિર બૌદ્ધ લોકોની કલાકારની એક અલગ ઓળખ ઉભી કરે છે.

બૌદ્ધ ધર્મના આ મંદિરની ડિઝાઇન અને તસવીરો જોતા આ મંદિર તમારા હૃદયમાં વસી જશે. આ મંદિરને બનાવવા વાળા લોકોએ એ સાબિત કરી દીધું કે કોઈપણ વસ્તુ બેકાર હોતી નથી અને તે કોઈને કોઈ રીતે આપણા ઉપયોગમાં આવી જ જાય છે. ભૂરા અને લીલા રંગની બોટલોથી બનેલું આ મંદિર પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. તેના નિર્માણમાં હિનેકેન અને ચૈંગ બીયરની બોટલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરને બનાવવામાં બે વર્ષથી પણ વધારે સમય લાગ્યો હતો. આ મંદિરની વચ્ચોવચ એક તળાવ છે. જેની વચ્ચે મંદિરનો પડછાયો જોવા મળે છે. આ નજારો જોવામાં ખુબ જ સુંદર લાગે છે. આ મંદિર જોવા માટે પ્રવાસીઓની ભીડ રહે છે.