દિવાળી પહેલા શનિદેવ આ ૩ રાશિવાળા લોકોનું નસીબ ચમકાવી શકે છે, ધન લાભની સાથે સાથે પ્રગતિ થવાનાં પ્રબળ યોગ બની રહ્યાં છે

મેષ રાશિ

શનિદેવનું માર્ગી થવું તમારા લોકો માટે લાભપ્રદ સાબિત થઈ શકે છે કારણ કે શનિ ગ્રહ તમારી ગોચર કુંડળીનાં દશમ ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે, જેને બિઝનેસ અને નોકરીનો ભાવ માનવામાં આવે છે એટલા માટે આ દરમિયાન તમને તમારા ધંધામાં સારો લાભ થવાની સંભાવના રહેલી છે. સાથે જ જો તમે શેરબજાર, લોટરીમાં રોકાણ કરવા માંગો છો તો કરી શકો છો.

સાથે જ આ દરમિયાન તમને નવી નોકરી ની ઓફર પણ મળી શકે છે કે પછી તમારું પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ પણ થઈ શકે છે. વળી આ સમય દરમિયાન તમને ધંધામાં સારો નફો થવાનાં યોગ છે. આ દરમિયાન તમારી કામ કરવાની શૈલીમાં પણ નિખાર જોવા મળશે. તમે ઓફિસમાં ટાર્ગેટને અચીવ કરી શકશો, જેનાથી કામ કરવાનાં સ્થળ પર તમારા વખાણ થઈ શકે છે.

મીન રાશિ

શનિદેવ દિવાળીએ માર્ગી થવાથી તમને જબરદસ્ત લાભ થઈ શકે છે કારણ કે તમારી રાશિમાંથી શનિ ગ્રહ ૧૧ માં સ્થાનમાં માર્ગી થશે, જેને આવક અને લાભનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના રહેલી છે. સાથે જ આ સમયમાં આવકનાં નવા-નવા માધ્યમથી તમે ધન કમાવવામાં સફળ રહેશો. વળી આ સમયે તમારા નવા વ્યાપારિક સંબંધ બની શકે છે.

આ દરમિયાન તમે ધંધામાં નવી ડીલ ફાઈનલ કરી શકો છો, જેનાથી તમને ભવિષ્યમાં વિશેષ લાભ થવાનાં અણસાર છે. સાથે જ આ દરમિયાન નવા ઓર્ડર મળવાથી ધંધામાં ધન લાભ સારો થશે. વળી શેરબજારમાં આ સમયમાં તમને સારો ધન લાભ થઈ શકે છે. જો તમારો ધંધો પેટ્રોલ, ખનીજ અને લોખંડ સાથે સંબંધિત હોય તો તમને સારો ધન લાભ થઈ શકે છે.

ધન રાશિ

શનિદેવ માર્ગી થવાથી તમારા લોકોનાં સારા દિવસોની શરૂઆત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીમાં બીજા ભાવમાં માર્ગી થશે, જેને જ્યોતિષમાં ધન અને વાણીનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે આ દરમિયાન તમને આકસ્મિક ધન લાભ થઈ શકે છે. સાથે જ તમને આ સમયમાં તમારું ફસાયેલું ધન પણ પ્રાપ્ત થઈ શકે છે. બિઝનેસમાં સારો ધન લાભ થવાની સંભાવના રહેલી છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ પણ મજબુત થશે.

વળી જે લોકોનું કાર્યક્ષેત્ર અને કરિયર વાણી અને માર્કેટિંગ સાથે જોડાયેલું છે, તે લોકો માટે આ સમય સારો રહેવાનો છે. જો તમે રાજકારણમાં સક્રિય છો તો તમને સફળતા મળવાનાં યોગ છે. જોકે તમારી ઉપર સાડાસાતીનું ત્રીજુ ચરણ ચાલી રહ્યું છે એટલા માટે તમારે પોતાનાં સ્વાસ્થયનું થોડું ધ્યાન રાખવું જોઈએ પરંતુ શનિદેવ માર્ગી થવાથી તમને સાડાસાતીમાં થોડી રાહત જરૂર મળશે.