શ્રીમદ્ ભાગવતના શ્ર્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ એ એવી ૬ ચીજોની વિશે જણાવ્યું છે. તેનું અપમાન કરવાથી વ્યક્તિનું દુર્ભાગ્ય શરૂ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના અનુસાર વ્યક્તિએ ક્યારેય પણ દેવી-દેવતા, વેદ, ગાય, સાધુ, ધર્મ અને બ્રાહ્મણનું અપમાન કરવું જોઈએ નહી. જો કોઈપણ વ્યક્તિ તેમના વિશે ખરાબ વિચારે છે કે પછી તેમનું અપમાન કરે છે તો તેને ખરાબ પરિણામનો સામનો કરવો પડી શકે છે.
દેવી-દેવતા
જે લોકો ભગવાનનું અપમાન કરે છે તેમનો ખુબ જ જલ્દી વિનાશ થઈ જાય છે. માણસે ક્યારેય પણ ભગવાન કે દેવી દેવતાઓનું અપમાન ના કરવું જોઈએ અને હંમેશા ભગવાનને આદરની સાથે યાદ કરવા જોઈએ. હિરણકશ્યપ અને રાવણે પણ પોતાના જીવનમાં દેવી-દેવતાઓનું ખૂબ જ અપમાન કર્યું હતું અને તેમને આવું કરવાની સજા પણ મળી હતી.
વેદ
આપણા વેદો દ્વારા આપણને આપણા ધર્મ સાથે જોડાયેલી જાણકારીઓ મળતી રહે છે અને વેદોની અંદર જ ભગવાન વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના અનુસાર વ્યક્તિએ હંમેશા વેદોનું સન્માન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ વેદોનું અપમાન કરે છે તો તેને ભગવાન સજા જરૂર આપે છે તેથી આપણે ક્યારેય પણ વેદોનું અપમાન ના કરવું જોઈએ અને બની શકે તો તેમને એક વાર જરૂર વાંચવા જોઈએ.
ગાય
આપણા હિન્દુ ધર્મમાં ગાયને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગાયની પૂજા કરવાથી ઘણા પાપોમાંથી મુક્તિ મળે છે. ભગવાન શ્રીકૃષ્ણના અનુસાર જે લોકો ગાયનું અપમાન કરે છે અથવા તો ગાયને કષ્ટ આપે છે. તે લોકોને પોતાના જીવનમાં ક્યારેય પણ શાંતિ મળતી નથી અને હંમેશા દુઃખી જ રહે છે તેથી તમારે હંમેશા ગાયની સેવા કરવી જોઈએ અને ગાયને દરરોજ એક રોટલી જરૂર ખવડાવવી જોઈએ.
બ્રાહ્મણ
આપણા વેદોમાં બ્રાહ્મણોને સૌથી ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે અને એવું કહેવામાં આવે છે કે બ્રાહ્મણોની સેવા કરવાથી વ્યક્તિને તેમના ખરાબ કર્મોમાંથી મુક્તિ મળે છે. બ્રાહ્મણોનો હંમેશા જ આદર કરવો જોઈએ અને જેટલું બની શકે બ્રાહ્મણોને દાન કરવું જોઈએ. વળી જે લોકો બ્રાહ્મણનું અપમાન કરે છે તેમને ક્યારેય પણ પોતાના પાપોમાંથી મુક્તિ મળતી નથી અને તે પોતાના જીવનમાં હંમેશા દુઃખી જ રહે છે.
સાધુ
સાધુઓનું અપમાન કરવાથી કે પછી તેમની નિંદા કરવાથી આપણે ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આપણા ધર્મગ્રંથોના અનુસાર જે જે લોકોએ સાધુઓનું અપમાન કર્યું છે તેમનું જીવન હંમેશા કષ્ટથી જ ભરાયેલું રહ્યું છે. તેથી આપણે લોકોએ ક્યારેય પણ કોઈ સાધુઓ કે ઋષિ મુનીઓનું અપમાન ના કરવું જોઈએ.
ધર્મ
કોઈપણ વ્યક્તિની ઓળખાણ તેમના ધર્મના આધાર પર હોય છે અને દુનિયામાં ઘણા ધર્મ રહેલા છે. ભગવાન શ્રીકૃષ્ણના અનુસાર જે લોકો ધર્મનું અપમાન કરે છે અથવા તો કોઈ ધર્મની નિંદા કરે છે તો તેમને ભગવાન ક્યારેય પણ માફ કરતા નથી. વ્યક્તિએ હંમેશા દરેક ધર્મનું સન્માન કરવું જોઈએ.