ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજીની રક્ષા કરવા માટે હનુમાનજીએ ધારણ કર્યું હતું પંચમુખી રૂપ, વાંચો તેની સાથે જોડાયેલી કથા

હનુમાનજીનાં પંચમુખી રૂપની પૂજા કરવાથી મોટામાં મોટી સમસ્યા ખતમ થઈ જાય છે. હનુમાનજીનાં પંચમુખી રૂપ ધારણ કરવા સાથે એક કથા જોડાયેલી છે. જે રામાયણનાં સમયની છે. કહેવામાં આવે છે કે ભગવાન શ્રીરામજીને યુદ્ધમાં હરાવવા માટે રાવણે પોતાના ભાઈ અહિરાવણ પાસે મદદ માંગી હતી. પોતાના ભાઈ રાવણને જીતાડવા માટે અહિરાવણે એક ચાલ ચાલી હતી અને ભગવાન શ્રીરામજી અને તેમની પુરી સેનાને સુવડાવી દીધી હતી. ત્યારબાદ ભગવાન શ્રીરામ અને લક્ષ્મણને બંધક બનાવીને તે પોતાની સાથે પાતાળ લોક લઈને ચાલ્યો ગયો. અહિરાવણને લાગ્યું કે તેમને પાતાળલોક લાવવાથી આ યુદ્ધ ખતમ થઇ જશે અને યુદ્ધમાં રાવણનો વિજય થશે.

જોકે આવું થયું નહિ અને જ્યારે બધા હોશમાં આવી ગયા તો વિભીષણને પોતાના ભાઇ અહિરાવણની ચાલાકી સમજમાં આવી ગઈ અને તેમણે હનુમાનજીને પાતાળ લોક જવા માટે કહ્યું. હનુમાનજી જરાપણ મોડું કર્યા વગર તરત જ પાતાળ લોક પહોંચી ગયા. તેમણે પાતાળલોક પહોંચીને સૌથી પહેલાં મકરધ્વજને પરાસ્ત કર્યા અને બાદમાં અહિરાવણ સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ અહિરાવણને એક વરદાન મળેલું હતું. વરદાન એ પ્રકાર હતું કે અલગ-અલગ દિશામાં રાખવામાં આવેલા પાંચ દિવડાઓ જ્યારે એકસાથે ઓલવાઈ જાય તો જ અહિરાવણનું મૃત્યુ થશે.

વિભીષણે હનુમાનજીને અહી રાવણના આ વરદાનના વિશે પહેલાં જ જણાવી દીધું હતું તેથી મકરધ્વજને હરાવ્યા બાદ હનુમાનજીએ પંચમુખીરૂપ ધારણ કરી લીધું. આ રૂપ ધારણ કર્યા બાદ હનુમાનજીએ પોતાના પાંચમુખથી અલગ-અલગ દિશામાં રાખવામાં આવેલા આ દિવડાઓને ઓલવી દીધા. હનુમાનજીનાં આ અવતારને પંચમુખી નામથી જાણવામાં આવે છે. આ પંચમુખમાં ઉત્તર દિશામાં વરાહ મુખ, દક્ષિણ દિશામાં નરસિંહ મુખ, પશ્ચિમ દિશામાં ગરુડ મુખ, આકાશની તરફ હયગ્રીવ મુખ અને પૂર્વ દિશામાં હનુમાન મુખ છે.

જરૂર કરવી જોઈએ પંચમુખી હનુમાનજીની પૂજા

પંચમુખી હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ લાભકારી હોય છે એવી માન્યતા છે કે હનુમાનજીનાં આ રૂપની પૂજા કરવાથી જીવનનાં તમામ કષ્ટ ખતમ થઇ જાય છે અને મનોકામના પણ ખૂબ જ જલ્દી પુર્ણ થઈ જાય છે.

ઘરમાં પંચમુખી હનુમાનજીની પ્રતિમા કે તસ્વીર રાખવી શુભ હોય છે. ઘરમાં તેમની તસ્વીર રાખવાથી મંગળ-શનિ, પિતૃ અને ભૂત દોષમાંથી મુક્તિ મળી જાય છે. જોકે એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે આ પ્રતિમા કે તસવીરને દક્ષિણ દિશામાં જ લગાવવી જોઈએ. આ દિશા સિવાય કોઈ અન્ય દિશામાં પંચમુખી હનુમાનજીની પ્રતિમા રાખવી વર્જિત માનવામાં આવે છે.