ભગવાન શ્રીરામ છળથી રહ્યા હતા દૂર પરંતુ શ્રીકૃષ્ણએ લેવો પડ્યો હતો છળનો સહારો, જાણો શું હતું કારણ

ભગવાન શ્રીરામ ત્રેતાયુગના અંતિમ ચરણમાં હતા. એવું માનવામાં આવે છે કે સતયુગમાં બધા જ સાચા અને ધર્માત્મા લોકો હતા તેમજ બધા સદાચારી હતા. આ યુગમાં પાપની માત્રા ૦ અને પુણ્યની માત્રા ૧૦૦ ટકા હતી. સતયુગમાં ધર્મનાં ૪ પગ માનવામાં આવે છે. વળી ત્રેતાયુગ આવતા આવતા ધર્મના ત્રણ પગ જ રહી ગયા અને ત્યાં પાપની માત્રા ૨૫ અને પુણ્યની માત્રા ૭૫ ટકા હતી. જ્યારે દ્વાપરયુગમાં ધર્મના ૨ પગ જ રહી ગયા. આ યુગમાં પાપ અને પુણ્યની માત્રા બરાબર ૫૦ ટકા રહી હતી અને વર્તમાન યુગ એટલે કે કળીયુગમાં ધર્મના કોઇ પગ નથી. આ યુગમાં પાપની માત્રા ૭૫ અને પુણ્યની માત્રા ૨૫ ટકા રહી ગઈ છે.

ભગવાન શ્રીરામના કાળમાં પાપી લોકો પણ પુણ્યાત્મા હતા. રાવણ પાપી અને અહંકારી જરૂર હતો પરંતુ પુણ્યાત્મા હતો, શિવ ભક્ત હતો. તેમણે માતા સીતાનું હરણ કર્યા બાદ પણ માતા સીતાની ઈચ્છાની વિરુદ્ધમાં તેમની સાથે વિવાહ કર્યા ના હતા. રાવણ જેવા અહંકારી અને પાપી નાં ઘરે પણ વિભીષણ જેવા સંત અને ધર્માત્મા થયા હતા.

ત્યારબાદ તે યુગમાં બાલી જેવા દુષ્ટ વાનર હતા પરંતુ તેમનામાં પણ ધર્મની ખૂબ જ સમજ હતી. તેમની પત્ની તારા અને પુત્ર અંગદ એ બાદમાં પ્રભુ શ્રીરામને સાથ આપ્યો હતો. તેનો અર્થ સ્પષ્ટ છે કે તે યુગમાં ૭૫ ટકા લોકો પુણ્યાત્મા હતા. તેવામાં કોઈના વિરુદ્ધ પણ છળનાં વિશે વિચારી ના શકાય, જે ધર્મના વિરુદ્ધ હોય. ત્રેતાયુગમાં લોકો પાપ કરવાથી ડરતા હતા અને તેમને પસ્તાવો થતો હતો. ભગવાન શ્રીરામે પણ જ્યારે રાવણનો વધ કર્યો તો તેમને પણ તેમનું ખૂબ જ દુઃખ થયું હતું. કારણ કે રાવણ એક મહાપંડિત હતો અને તમને જણાવી દઈએ કે રાવણનો વધ કર્યા બાદ પ્રભુ શ્રીરામએ પાપથી બચવા માટે તપ કર્યું હતું.

શ્રીકૃષ્ણનો કાળ દ્વાપરયુગ હતો. તે સમયે પાપી અને ક્રૂર બન્ને પ્રકારના લોકો હતા. તે લોકો ધર્મનું કામ કરવા વિશે વિચારતા પણ ના હતા. તેમનું એક ઉદાહરણ અભિમન્યુનું વધ હતું. જ્યારે એક નિસહાય અભિમન્યુને ઘણા લોકોએ ઘેરીને તેમનો વધ કર્યો હતો તે ધર્મ વિરુદ્ધ હતું. તે સમયે લોકો ક્રૂર અને પાપી બંને હતા. કૌરવોએ છળથી પાંડવોને વનવાસ મોકલ્યા અને તે દરમિયાન તેને છળથી મારવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તે બધું અધર્મ હતું.

દ્વાપરયુગમાં એવા ઘણા અધર્મ અને ક્રૂરતાનાં ઉદાહરણ મળે છે. દ્રોપદીના ચીરહરણ સમયે ગંગાપુત્ર ભીષ્મનું ચૂપ રહેવું, કાશી નરેશની ત્રણ પુત્રીઓ (અંબા, અંબાલિકા, અંબિકા)નું અપહરણ કરીને તેમનો વિવાહ સત્યવતી પુત્ર વિચિત્રવિર્ય સાથે કરાવી દેવા. આ જ પ્રકારે ગાંધાર નરેશ સુબલની ઈચ્છાની વિરુદ્ધ ગાંધારીના વિવાહ ધૃતરાષ્ટ્ર સાથે કરાવવા. આવા તમામ ક્રૂરતાના ઉદાહરણ મળી આવે છે. જ્યારે શકુની, જયદ્રથ, જરાસંઘ, દુર્યોધન, દુશાસન જેવી ક્રૂર અને પાપી આત્મા જ્યારે ધર્મ અને પાપનો નાશ કરવા માટે આક્રમણ કરે તો તે સમયે નૈતિકતા નહી પરંતુ વિજય જરૂરી હોય છે. તેથી શ્રીકૃષ્ણને મહાભારત યુદ્ધ દરમિયાન છળનો સહારો લેવો પડ્યો હતો. આ બધી જ કહાનીઓ દ્વાપર યુગની છે.