બોલિવૂડની સુપરહિટ ફિલ્મ “મૈને પ્યાર કિયા” ને રિલીઝ થયાના ભલે આજે ૩૧ વર્ષ થઈ ચૂક્યા હોય પરંતુ આ ફિલ્મની અભિનેત્રી ભાગ્યશ્રી આજે પણ દર્શકોના દિલમાં રાજ કરે છે. આ ફિલ્મમાં તેમના શાનદાર અભિનયની દરેક લોકોએ પ્રશંસા કરી હતી. જોકે મૈને પ્યાર કિયા ની તે સુંદર સુમન હવે ૫૧ વર્ષની થઇ ચૂકી છે અને તે બે બાળકોની માતા પણ બની ચૂકી છે. પરંતુ ફિલ્મ મૈને પ્યાર કિયા થી જેટલી લોકપ્રિયતા સલમાન ખાનને મળી એટલી જ લોકપ્રિયતા ભાગ્યશ્રીને પણ મળી હતી.
ફિલ્મ મૈને પ્યાર કિયા બાદ ભાગ્યશ્રી યુવાનોની પહેલી પસંદ બની ગઈ હતી અને લોકો એવું કહેવા લાગ્યા હતા કે ભાગ્યશ્રી આગળ જઈને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામ કમાશે. તેમને ફિલ્મો પણ ઓફર થવા લાગી હતી પરંતુ તે સમયે ભાગ્યશ્રીએ પોતાના બોયફ્રેન્ડ હિમાલય દસાની સાથે લગ્ન કરી લીધા ત્યારબાદ ભાગ્યશ્રી પોતાની દરેક ફિલ્મ પોતાના પતિ હિમાલય સાથે જ કરવા માંગતી હતી. તેવામાં જે પણ પ્રોડ્યુસર ભાગ્યશ્રીની પાસે આવતા તો તે તેમની સામે શરત રાખી હતી કે ફિલ્મમાં હીરો તરીકે તેમના હસબન્ડ હિમાલય જ હોવા જોઈએ.
એક્ટ્રેસની આ વિચિત્ર શરત કોઈ પ્રોડ્યુસરને મંજૂર હતી નહી તેથી તેમને સારી ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું. તેમને જે પણ ફિલ્મો મળી તે બધી બી ગ્રેડની ફિલ્મો હતી. ભાગ્યશ્રી એ “કૈદ મેં હૈ”, “બુલબુલ”, “ત્યાગી”, “પાયલ” અને “ઘર આયા પરદેશી” જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેમને સફળતા મળી નહી અને તે બધી જ ફિલ્મો ફ્લોપ રહી. તેવામાં ભાગ્યશ્રી પર વન ફિલ્મ વંડર નું ટેગ લાગી ગયું.
વળી હવે ભાગ્યશ્રી પોતાનું એક્ટિંગ કરિયર ફરીથી શરૂ કરવા જઇ રહી છે. તે આવનાર દિવસોમાં પ્રભાસ સ્ટારર ફિલ્મ “રાધેશ્યામ” માં નજર આવશે. તેના સિવાય કંગના રનૌતની ફિલ્મ “થલાઇવી” માં પણ ભાગ્યશ્રી મહત્વના પાત્રમાં નજર આવશે. જોકે ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાની તસ્વીરોની સાથે સાથે પોતાના સુંદર ઘર પરિવારની પણ તસ્વીરો હંમેશા શેર કરતી રહે છે.
રાજમહેલથી ઓછું નથી ભાગ્યશ્રીનું ઘર, જુઓ સુંદર તસવીરો
તમને જણાવી દઈએ કે એક્ટ્રેસનાં પતિ હિમાલય દસાની મુંબઈના એક મોટા બિઝનેસમેન છે, તેથી એક્ટ્રેસ પોતાના પતિ અને બાળકોની સાથે મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં રહે છે. જણાવી દઈએ કે ભાગ્યશ્રી અને હિમાલયએ ૩ માળનું આલિશાન ઘર બનાવેલું છે. આ ૩ માળનાં ઘરમાં ભાગ્યશ્રી પોતાના પતિ અને બે બાળકોની સાથે રહે છે. તેમાં તેમનો એક પુત્ર અભિમન્યુ દસાની છે અને તેમની પુત્રીનું નામ અવંતિકા દસાની છે પરંતુ આજે અમે આ આર્ટીકલમાં તેમના શાનદાર ઘરની વાત કરવાના છીએ.
ભાગ્યશ્રીનાં ઘરની આગળ એક મોટું ગાર્ડન છે ત્યાં ઘણા સુંદર પ્લાન્ટ્સ લાગેલા છે. તે આખા વિસ્તારની સજાવટ ખૂબ જ સુંદર લાગે છે.
એક્ટ્રેસનું ઘર બહારથી જેટલું આલીશાન જોવા મળે છે તે અંદરથી પણ તેટલું જ ભવ્ય અને શાનદાર છે. ઘરની અંદર પ્રવેશ કરતા જ ઘરની ફ્લોરિંગ જોઈને દરેક લોકો ફિદા થઇ જાય છે. ખૂબ જ સુંદર ગુણવત્તાની ટાઇલ્સ અને આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઘરને ખૂબ જ સુંદર બનાવે છે.
આ ઘરના મોટા લીવીંગ રૂમમાં મોંઘો અને મખમલનો સોફો લગાવેલો જોવા મળે છે. એકતરફ જ્યાં લાલ કલરનો સોફો રાખવામાં આવ્યો છે તો બીજી તરફ ગોલ્ડન સોફો રાખ્યો છે. આ લીવીંગ રૂમ કોઈ રાજમહેલથી ઓછો લાગતો નથી.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રિયલ લાઈફમાં પણ ભાગ્યશ્રી એક રાજવી પરિવાર સાથે સંબંધ રાખે છે. તેમનો સંબંધ મહારાષ્ટ્રના સાંગલી રાજવી પરિવાર સાથે છે. જાણવા મળે છે કે ભાગ્યશ્રી શ્રીમંત રાજા વિજયસિંહ રાવ માધવરાવ પટવર્ધનની દીકરી છે અને આ જ કારણ છે કે એક્ટ્રેસ નું પૂરું નામ શ્રીમંત રાજકુમારી ભાગ્યશ્રી રાજે પટવર્ધન છે.
વળી ભાગ્યશ્રીના મુંબઈવાળા ઘરમાં પણ રજવાડીની સંપૂર્ણ ઝલક જોવા મળે છે. તેમના ઘરમાં રાજવી ઠાઠ અને શાન જોવા મળે છે. ઘરના દરેક ખૂણાને તેમણે ખૂબ જ ભવ્ય રીતે સજાવ્યો છે.
ભાગ્યશ્રીના ઘરની સીડીઓ ખૂબ જ સુંદર અને ભવ્ય છે, જે આ ઘરને અન્ય ઘરથી અલગ બનાવે છે. એટલું જ નહી એક્ટ્રેસે લિવિંગ રૂમની આ સીડીઓની આસપાસની સજાવટનું પણ વિશેષ ધ્યાન રાખ્યું છે.
પડદા અને ફર્નિચરનું પણ ઘરમાં ગજબનું કોમ્બિનેશન જોવા મળે છે એટલું જ નહી ભાગ્યશ્રીના ઘરની અંદર ઈન્ડોર પ્લાન્ટસ પણ છે જે ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રીને ગોલ્ડન કલરથી ખાસ લગાવ છે. આ જ કારણ છે કે ઘરની પુરી સજાવટમાં ગોલ્ડન રંગને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.
જો તેમના બેડરૂમની વાત કરવામાં આવે તો તે ગ્રાઉન્ડ ફ્લોર પર નહી પરંતુ ઉપરના માળ પર છે અને ત્યાં સૂરજના સીધા કિરણો પડે છે. ભાગ્યશ્રી અને તેમના પતિ હિમાલય દસાનીને પ્રકૃતિ અને હરિયાળી સાથે ખાસ લગાવ છે. આ જ કારણ છે કે આ ઘરની ચારેય તરફ ઘણા બધા વૃક્ષો વાવવામાં આવ્યા છે.
પહેલા માળ પર એક્સરસાઈઝ કરવા માટે જીમ છે.