ભારતનાં આ મંદિરનાં ભોંયરામાં છે હજારો ટન સોનુ, એક મંત્ર થી ખુલશે દરવાજો પરંતુ કોઈ પાસે જવાની પણ હિંમત કરતું નથી, જાણો આખરે શું છે આ દરવાજાનું રહસ્ય

ભારતમાં આજે પણ ઘણા રહસ્ય વિજ્ઞાનિકો ઉકેલી શક્યા નથી. કેરળનાં પદ્મનાથ મંદિર વિશે તો લગભગ તમે સાંભળ્યું જ હશે. એવું માનવામાં આવે છે કે આ મંદિર ભારતનું સૌથી અમીર મંદિર છે. કેરળનાં પદ્મનાથ સ્વામી મંદિરનાં ૬ ભોંયરાઓ માંથી ૫ ભોંયરા ખોલવા પર દુનિયાનાં હોશ ઉડી ગયા હતાં. આ ૫ ભોંયરા માંથી કિંમતી પથ્થર, સોના અને ચાંદીનો ભંડાર નીકળી ચુક્યો છે. વળી ૧ લાખ કરોડથી પણ વધારે ખજાનો મળ્યો હતો. છઠ્ઠા દરવાજામાં એટલો ખજાનો છે, જેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી પરંતુ આ ભોંયરાનાં દરવાજાને ખોલવાની કોઈપણ હિંમત કરી શકતું નથી. જાણો આખરે શું છે આ છઠ્ઠા દરવાજાનું રહસ્ય.

સદીઓથી બંધ કેરળનાં શ્રી પદ્મનાથસ્વામી મંદિરની નીચે બનેલા ૫ ભોંયરાને જ્યારે ખોલવામાં આવ્યા તો ત્યાં બહુમુલ્ય હીરા-ઝવેરાત સિવાય સોનાનો અખુટ ભંડાર અને પ્રાચીન મુર્તિ પણ મળી આવી હતી પરંતુ છઠ્ઠા ભોંયરાનાં દરવાજાની આસપાસ જવાથી પણ લોકો ગભરાય છે. જોકે એ વાતનો બધાને અંદાજો છે કે આ છઠ્ઠા દરવાજામાં દુનિયાનો સૌથી વધારે ખજાનો આ દરવાજા પાછળ છુપાયેલો છે.

પરંતુ જેવા જ આ મંદિરનાં છઠ્ઠા દરવાજાને ખોલવાની વાત આવે છે તો અનહોની કહાનીઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ ભોંયરામાં ત્રણ દરવાજા છે. પહેલો દરવાજો  લોખંડમાંથી બનાવવામાં આવેલ છે. બીજો લાકડામાંથી બનેલો એક ભારે દરવાજો છે અને બાદમાં છેલ્લો દરવાજો લોખંડમાંથી બનાવેલ એક મોટો ખુબ જ મજબુત દરવાજો છે, જે બંધ છે અને તેને ખોલી શકાતો નથી.

હકિકતમાં છઠ્ઠા દરવાજામાં બોલ્ટ નથી અને કોઇ કડી પણ લગાવવામાં આવેલ નથી. દરવાજા પર બે સાપનાં પ્રતિબિંબ લાગ્યા છે, જે આ દ્વાર ની રક્ષા કરે છે. કહેવામાં આવે છે કે આ ગેટ ને કોઈ તપસ્વી “ગરુડ મંત્ર” બોલીને જ ખોલી શકે છે. જો ઉચ્ચારણ સાચું કરવામાં ના આવે તો તેનું મૃ-ત્યુ થઈ જશે. પહેલાં પણ ઘણાં લોકો આ દરવાજાને ખોલવાની કોશિશ કરી ચુક્યા છે પરંતુ બધાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

વર્ષ ૧૯૩૦ માં એક અખબારમાં છપાયેલો એક લેખ ખુબ જ ડરામણો હતો. લેખક એમિલી ગિલક્રિસ્ટ હૈચનાં અનુસાર વર્ષ ૧૯૦૮ માં જ્યારે અમુક લોકોએ પદ્મનાથસ્વામી મંદિરનાં છઠ્ઠા ભોંયરાનાં દરવાજાને ખોલ્યો તો તેમણે પોતાનો જીવને બચાવી ભાગવું પડ્યું હતું કારણ કે ભોંયરામાં ઘણા માથાવાળો કિંગ કોબરા બેઠો હતો અને તેની ચારેય તરફ સાપ નું ઝુંડ હતું. બધા લોકો દરવાજો બંધ કરીને જીવ બચાવીને ભાગી ગયા હતાં.

આ ભોંયરા પાછળ પણ એક કહાની છે. કહેવાય છે કે લગભગ ૧૩૬ વર્ષ પહેલા તિરુવનંતપુરમ્ માં દુષ્કાળની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી. ત્યારે મંદિરનાં કર્મચારીઓએ આ છઠ્ઠા ભોંયરાને ખોલવાની કોશિશ કરી હતી અને તેની કિંમત તેમણે ચુકવવી પણ પડી હતી. અચાનક તેમને મંદિરમાં ખુબ જ અવાજ સાથે પાણી ભરાવાનો અવાજ આવવા લાગ્યો હતો. ત્યારબાદ તેમણે તરત દરવાજાને બંધ કરી દીધા હતાં. અહીંના લોકોનું માનવું છે કે મંદિરનો આ છઠ્ઠો દરવાજો સીધો અરબ સાગર સાથે જોડાયેલો છે. જો કોઈ ખજાનાને પ્રાપ્ત કરવા માટે છઠ્ઠો દરવાજો તોડે છે તો અંદર રહેલું સમુદ્રનું પાણી ખજાનાને પોતાની સાથે લઇ જશે.