જ્યારે એ ખબર પડી જાય કે દુનિયાની પહેલી કોરોના વેક્સિનનું ઉત્પાદન આપણા દેશમાં થવાનું છે તો તે જાણવાની ઈચ્છા તો જરૂર થશે કે આપણા દેશના કયા શહેરને સૌથી પહેલા વેક્સિન મળશે. આ જાણકારી અમે તમને અગાઉ પણ દઈ ચુક્યા છીએ કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ વેક્સિનનું ઉત્પાદન ભારત સ્થિત સિરમ ઇન્સ્ટીટ્યુટમાં કરવામાં આવશે. સિરમ ઇન્સ્ટીટ્યુટ સાથે અમેરિકાની ફાર્મા કંપની આસ્ટ્રાજેનેકાએ ભાગીદારી કરી છે. હકીકતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીને કોરોનાની વેક્સિન વિકસાવવામાં આસ્ટ્રાજેનેકા કંપનીનો સહયોગ રહ્યો છે.
કોરોના વાયરસ આપણા દેશમાં અને દુનિયામાં દરરોજ નવા રેકોર્ડ્સ બનાવી રહ્યો છે. ક્યારેક સંક્રમિતોની સંખ્યા આપણને ડરાવી રહી છે તો ક્યારેક મૃત્યુ ના આંકડા આપણને ડરાવી રહ્યાં છે. જેટલી ઝડપથી આ વાયરસ માનવજાતિને નુકસાન પહોંચાડી રહ્યો છે, આપણી દુનિયાના વૈજ્ઞાનિકો એટલી ઝડપથી આ વાયરસને રોકવાની દિશામાં કામ કરી રહ્યા છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિનનું મોટાપાયે ઉત્પાદન કરવાવાળી સિરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા પુણેમા આવેલ છે. જાણકારી અનુસાર આસ્ટ્રાજેનેકાએ સિરમ ઇન્સ્ટીટ્યુટ પાસેથી ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા સુધીમા એક કરોડ વેક્સિન તૈયાર કરીને આપવાની વાત કરી છે. પરંતુ સિરમ ઇન્સ્ટીટ્યુટ તેનાથી ઘણું જ આગળનું પ્લાનિંગ કરીને ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા સુધીમાં બે થી ત્રણ કરોડ વેક્સિન બનાવવાની તૈયારીમાં છે.
શું છે વેક્સિન નું નામ
તમને જણાવી દઈએ કે કોરોનાને રોકવા માટે ઓક્સફોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી વેક્સિનનું નામ ChAdOx1 nCoV-19 છે. ભારતમાં તેને કોવિડ શિલ્ડ નું નામ આપવામાં આવ્યું છે. જો કે આ વેક્સિન અમેરિકામાં તૈયાર કરવામાં આવી છે અને ત્યાં રહેવાવાળા લોકો પર તેમનું હ્યુમન ટ્રાયલ કર્યું છે. તેથી ભારતમાં રહેવાવાળા લોકો પર આ વેક્સિન એટલી જ પ્રભાવી છે કે નહીં તે જાણવા માટે અહીંયાના સ્થાનીય લોકો પર તેનું પરીક્ષણ જરૂરી છે. તેના માટે ભારતના ઔષધ મહા નિયંત્રક (ડીસીજીઆઇ) પાસે પરવાનગી માંગી છે.
દેશના આ શહેરમાં મળશે પહેલી વેક્સિન
જાણકારી મુજબ ભારતમાં દક્ષિણ તૈયાર થયા બાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ કોવિડ શિલ્ડ વેક્સિંગ આપણા દેશમાં સૌથી પહેલા પુણે અને મુંબઈ માં રહેવા વાળા લોકો પર લગાવી શકાય છે. સિરમ ઇન્સ્ટીટ્યુટના સીઈઓ અદાર પુનાવાલાના અનુસાર વેક્સિનના બીજા અને ત્રીજા હ્યુમન ટ્રાયલ દરમિયાન પુણે અને મુંબઈમાં રહેવાવાળા ૪૦૦૦ થી ૫૦૦૦ લોકો પર કોરોનાની આ વેક્સિન ઓગસ્ટ સુધીમાં લગાવી શકાય છે. આ બંને શહેરોમાં અમુક ખાસ હોટસ્પોટ્સ ને ચિહ્નિત કરવામાં આવ્યા છે.