વર્ષ ૨૦૨૦ ભારત સહિત સંપૂર્ણ દુનિયા માટે ભયાનક વર્ષ સાબિત થયું છે. આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીએ ભારે તબાહી મચાવી, જેના લીધે લાખો લોકોએ જીવ ગુમાવવો પડયો છે એટલું જ નહીં પરંતુ અર્થવ્યવસ્થાથી લઇને નોકરી, ખેતી અને વ્યવસાય સુધી બધું જ નુકસાનમાં છે. તેવામાં બધા જ લોકોને વર્ષ ૨૦૨૧ પાસેથી ઘણી બધી આશાઓ રહેલ છે. તો આજે અમે તમને જ્યોતિષશાસ્ત્રના અનુસાર તે જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે વર્ષ ૨૦૨૧ ભારત માટે કેવું રહેશે.
કેવી રહેશે રાજકિય પરિસ્થિતિ
વર્ષ ૨૦૨૦માં રાજકારણમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું હતું તો વર્ષ ૨૦૨૧માં પણ ભાજપનું વર્ચસ્વ કાયમ રહી શકે છે. સરકાર કૃષિ અને સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ પર કેટલાક પગલા ભરી શકે છે.
કરિયર અને વ્યવસાય
વ્યવસાયની બાબતમાં વર્ષ ૨૦૨૧ ખૂબ જ અનુકૂળ રહેશે. આર્થિક લેવડદેવડના મામલાઓમાં પણ આ વર્ષ ખૂબ જ સારું રહેશે. વર્ષ ૨૦૨૧માં બુધનું સૂર્યના ચોથા ભાવમાં ગોચર થવાથી શુભ સંકેત છે. જેના લીધે કરિયર અને વ્યવસાયના મામલાઓમાં લોકોને ખૂબ જ મોટો લાભ મળશે.
વૈશ્વિક આર્થિક સંકટ
જ્યોતિષોનું માનીએ તો વર્ષ ૨૦૨૨ પહેલા ભારતનું આર્થિક સંકટ દૂર થશે નહી. હકીકતમાં ૨૦૨૦ અને ૨૦૨૧ માં મકર રાશિમાં શનિ અને બૃહસ્પતિના યોગ બની રહ્યા છે, જેના લીધે આર્થિક મંદી વધારે જોવા મળી શકે છે. વૈશ્વિક મંદી પણ આવી શકે છે. શની અને બૃહસ્પતિના મિલનથી દુનિયામાં ઘણા મોટા આર્થિક, સામાજિક અને રાજનીતિક પરિવર્તન થઈ શકે છે. આમ તો શનીને સામાન્ય જનતા માટે હિતકારી માનવામાં આવે છે. વળી ગુરુ ધન અને જ્ઞાનના પ્રતીક છે પરંતુ જ્યારે આ બંનેની યુતી થાય છે અથવા તો સામસામે હોય છે તો મોટા રાજનીતિક, સામાજિક અને આર્થિક બદલાવ આવે છે.
વર્ષ ૨૦૨૧માં શનિ અને બૃહસ્પતિની યુતી બે વાર થવા જઈ રહી છે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં શનિ-બૃહસ્પતિ મકર રાશિમાં યુતી કરશે. આ યુતીથી દુનિયાભરમાં વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. વૈશ્વિક આર્થિક મંદીની અસર ભારત, જાપાન, અમેરિકા અને યુરોપના ઘણા દેશોમાં પડશે. એપ્રિલ ૨૦૨૨ બાદ આ સ્થિતિઓમાંથી રાહત મળવાની સંભાવના છે. જણાવી દઈએ કે એપ્રિલ ૨૦૨૨ થી જાન્યુઆરી ૨૦૨૩ માં જ્યારે બૃહસ્પતિનું ગોચર મીન રાશિમાં થશે તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તેજી આવશે.
શું નિયંત્રણમાં હશે કોરોના
જ્યોતિષશાસ્ત્રના અનુસાર ડિસેમ્બર ૨૦૨૦ થી લઈને જાન્યુઆરી ૨૦૨૧માં કોરોનાની અસર ઓછી થવા લાગશે. તેઓમાં લોકોનું જીવન ફરીથી પાટા પર ચડવા લાગશે. કોરોનાનું ખૂબ જ જલ્દી સમાધાન મળવાના પણ યોગ છે. ઓગસ્ટ મહિના સુધીમાં સંપૂર્ણ રીતે સામાન્ય સ્થિતિ થઈ જવાની સંભાવના છે.
સંચાર પર કેવી રહેશે અસર
વર્ષ ૨૦૨૧ બુધમાં બુધ ગ્રહની વક્રી ચાલ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેવામાં ભારતના અન્ય દેશો સાથે સારા સંબંધો સ્થાપિત થઇ શકે છે. જણાવી દઈએ કે ૩૦ જાન્યુઆરીથી લઈને ૨૧ ફેબ્રુઆરી દરમિયાન બુધ કુંભ રાશિમાં ગોચર કરશે અને ૨૯ મે થી ૧૧ જૂન સુધી મિથુન રાશિમાં. ત્યારબાદ ૨૭ સપ્ટેમ્બરથી લઈને ૨૩ ઓક્ટોબર સુધી તુલા રાશિમાં વક્રી રહેશે.
રાહુ-કેતુનો પ્રભાવ
કુંડળીના બીજા ઘરમાં રાહુની હાજરીથી અર્થવ્યવસ્થા નષ્ટ થશે અને નાણાકીય ગુનાઓમાં વધારો થશે. વળી આઠમાં ભાવમાં કેતુ પણ જોખમના સંકેતો આપી રહ્યો છે. જેના લીધે રોજગારને નુકસાન થશે અને સાંપ્રદાયિક હિંસામાં પણ વધારો થઈ શકે છે. વૃષભ અને વૃશ્ચિક રાશિ રાહુ-કેતુ માટે મજબૂત રાશિઓ માનવામાં આવે છે. સપ્ટેમ્બર ૨૦૨૦ થી લઈને માર્ચ ૨૦૨૨ ની વચ્ચે થયેલી ઘટનાઓનો પ્રભાવ લાંબા સમય સુધી રહી શકે છે. એટલે કે આ ૧૮ મહિનાઓમાં આર્થિક મંદી, નોકરીને નુકસાન, ઉદ્યોગ-ધંધા અને બેન્કો ઠપ્પ રહેવાની પણ સંભાવના છે.