ભારતની સૌથી વધારે માઇલેજ વાળી કાર થઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ વિશે

Posted by

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી એ આખરે બુધવારે ભારતમાં પોતાની સેકન્ડ જનરેશન સેલેરિયો હેચબેક આધિકારિક રીતે લોન્ચ કરી દીધી છે. નવી ૨૦૨૧ મારુતિ સુઝુકી સેલેરિયો ની કિંમત ૪.૯૯ લાખ રૂપિયાથી શરૂ થઈને ૬.૯૪ લાખ રૂપિયા (એક્સ શો-રૂમ દિલ્હી) સુધી જાય છે. મારુતિ સુઝુકીનાં લેટેસ્ટ સેલેરિયો નાં એક્સટિયરમાં ઘણા ડિઝાઇન અપડેટસ્ મળે છે અને તેમાં હવે તેમાં ઘણા અપગ્રેડ સાથે એક સારા ફીચર્સથી લૈસ કેબિન છે પરંતુ સૌથી મહત્વપુર્ણ દાવો એ છે કે ૨૦૨૧ સેલેરિયોની ૨૬.૬૮ કિલોમીટર પ્રતિ લીટરની પ્રમાણિત માઇલેજ છે.

ટ્રિમ અને બુકિંગ

નવી સેલેરીયો ૪ ટ્રીમ્સ LXI, VXI, ZXI અને ZXI+ માં લોન્ચ કરવામાં આવી છે. મારુતિ એરેના ડીલરશિપ કે મારુતિની આધિકારિક વેબસાઇટ પર ૧૧ હજાર રૂપિયાની ટોકન રાશિ ચુકવીને નવી સેલેરીયોનું બુકિંગ પહેલાથી ચાલી રહ્યું છે. સેલેરિયો કાર ને પહેલીવાર વર્ષ ૨૦૧૪ માં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી અને છેલ્લા ૭ વર્ષમાં ૫.૯ લાખ યુનિટનાં વેચાણ સાથે આ મારુતિ સુઝુકીની એક શાનદાર પ્રદર્શન વાળી કાર રહી છે. નવી સેલેરીયો એવા સમયમાં સફળ થવા ઈચ્છી રહી છે જ્યારે ભારતીય કાર ખરીદનાર નાના વાહનમાં દિલચસ્પી બતાવી રહ્યા છે.

મારુતિ સુઝુકી નવી સેલેરીયો સાથે ખાસ રીતે યુવા ગ્રાહકોને આકર્ષિત કરવા ઇચ્છી રહી છે. જોકે આ કાર ફરી એકવાર ખરીદીનાં મોટા વર્ગનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે છે. નવી સેલેરીયો ના લોન્ચનાં અવસર પર મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડનાં પ્રબંધ નિર્દેશક અને સીઈઓ કેચીન આયુકાવાએ કહ્યું કે, ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગે મહામારીનાં કારણે એક અભુતપુર્વ બદલાવ જોવા મળ્યો છે, જેને વ્યક્તિગત ગતિશીલતાની જરૂરિયાતને વિશેષ પ્રોત્સાહન આપ્યું છે. ભારત દેશ મુખ્ય રૂપથી એક નાની કારનું બજાર છે, જેમાં કુલ વાહનોનાં વેચાણમાં લગભગ ૪૬% ભાગીદારી હેચબેક કાર ની છે.

કિંમત

મારુતિ સુઝુકી સેલેરિયની કિંમત વેરિએન્ટનાં આધાર પર ૪.૯૯ લાખ રૂપિયા અને ૬.૯૪ લાખ રૂપિયા (એક્સ શો-રૂમ) વચ્ચે આવે છે. આ હેચબેક કાર ૭ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.

૨૦૨૧ મારુતિ સુઝુકી સેલેરિયો ની વેરિયેન્ટ્સ નાં આધાર પર કિંમત

LXI MT – ૪.૯૯ લાખ

VXI MT – ૫.૬૩લાખ

VXI AMT – ૬.૧૩ લાખ

ZXI MT – ૫.૯૪ લાખ

ZXI AMT – ૬.૪૪ લાખ

ZXI + MT – ૬.૪૪ લાખ

ZXI + AMT ૬.૯૪ લાખ

નોટ : આ બધી જ કિંમત એક્સ શો-રૂમ દિલ્હીની છે.

નવું એન્જિન અને પાવર

મારુતિ સુઝુકી સેલેરિયોમાં હવે નેક્સ્ટ જનરેશન K-10 1.0 – લીટર 3-સિલેન્ડર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે મેન્યુઅલ અને એ.એમ.ટી બંને ગિયરબોક્સ ઓપ્શન સાથે ઉપલબ્ધ છે. આ એન્જિન 49kw (66 HP) નો પાવર અને 89 NM નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર ને લઈને એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે નવા એંજિન બધા જ વેરિએન્ટમાં CO2 ઉત્સર્જનને ૧૯% સુધી ઓછું કરવામાં સક્ષમ છે. તેમાં કુલ EGR, ઓટો ટેન્સર અને ઇન્ટિગ્રેટેડ એક્ઝોસ્ટ મેનીફોલ્ડ આપવામાં આવ્યા છે.

સૌથી વધારે માઇલેજ

કંપનીનો દાવો છે કે સેલેરીયોનાં છેલ્લા મોડેલની તુલનામાં નવું મોડલ ૨૩% વધારે માઇલેજ આપે છે. નવી સેલેરિયો ૨૬.૬૮ કિલોમીટર પ્રતિલીટર સાથે દેશમાં સૌથી વધારે ઇંધણ કુશળ પેટ્રોલ કાર હોવાનો દાવો કરે છે.

પહેલા કરતાં મોટી થઈ સેલેરીયો

નવી મારૂતિ સુઝુકી સેલેરિયો હવે મોડ્યુલર હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર આધારિત છે, જેનો ઉપયોગ મારુતિ પોતાની અન્ય હેચબેક વેગેનાર, સ્વિફ્ટ અને બલેનોમાં કરે છે. નવી સેલેરીયો પોતાના છેલ્લા મોડેલની તુલનામાં મોટી છે અને તેની લંબાઈ 3695 MM, પહોળાઈ 1655 MM, ઊંચાઈ 1555 MM અને વ્હીલબેસ 2435 MM છે. તેની લંબાઈ અને ઊંચાઈ આઉટગોઇંગ મોડેલ જેટલી છે પરંતુ નવું મોડલ 55 MM પહોળું છે જ્યારે વ્હીલબેસ 10 MM વધારે લાંબા છે. નવી સેલેરિયોનાં ગ્રાઉન્ડ ક્લીયરેંસ 170MM છે, જે પહેલા કરતાં 5 MM વધારે છે.

નવી લુક ડિઝાઇન અને કલર

ડિઝાઇનની બાબતમાં પણ નવી સેલેરિયો જુના મોડેલથી હટીને છે. ફર્સ્ટ જનરેશન સેલેરિયોનાં સ્કવેરિશ અને એંગ્યુલર ડિઝાઇનને. સ્મુથ ફ્લોઇંગ કવર અને વધારે ગોળ ડિઝાઇન સાથે બદલવામાં આવી છે. કાર નો ફ્રન્ટ લુક અંડાકાર દેખાવા વાળા હેડલેમ્પ થી ખાસ દેખાય છે, જેમાં એક નવી ડિઝાઈન કરવામાં આવેલા ગ્રીલમાં ક્રોમ સ્ટ્રીપ આપવામાં આવી છે. ફ્રન્ટ બમ્પર સારી રીતે બનાવવામાં આવ્યું છે, જેમાં બ્લેક કોન્ટ્રાક્ટ ટ્રિમ અને ગોળ ફોગ લેમ્પ મળે છે.

પ્રોફાઇલમાં નવી સેલેરિયોમાં બોડી કલર વિંગ અને લિફ્ટ ટાઈપ ડોર હેન્ડલ છે, જે આઉટગોઇંગ મોડેલ પર જોવામાં આવેલા પુલ ટાઈપ થી અલગ છે. તેમાં એક મોટો ગ્લાસ હાઉસ અને એક પતલો રૂફલાઈન પણ છે. ખાસ રીતે નવી સેલેરિયોનાં ઉચ્ચ વેરિએન્ટમાં ડાર્ક ૧૫ ઇંચ એલોય વ્હીલ્સ મળે છે. રિયર પ્રોફાઈલ તુલનાત્મક રૂપથી સરળ છે, જેમાં ગોળ ટેલ-લેમ્પ અને શ્રેષ્ઠ કંટુર વાળો બમ્પર છે. મારુતિ સેલેરિયો ૬ મોનો ટોન કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે, તેમાં આર્કટિક વ્હાઇટ, સિલ્કી સિલ્વર, ગ્લિસ્ટેનિંગ ગ્રે, સોલીડ ફાયર રેડ, સ્પીડી બ્લુ અને કેફીન બ્રાઉન રંગ સામેલ છે.

ઇન્ટિરિયર અને ફીચર્સ

સેલેરિયો હવે પહેલા કરતાં વધારે સ્પેસ હોવાનો દાવો કરે છે. કાર માં આ નવા ફિચર્સ જેમ કે ફર્સ્ટ ઈન સેગમેંટ, હિલહોલ્ડ અસિસ્ટ, એન્જિન સ્ટાર્ટ સ્ટોપ, મોટા ટેબ જેવી ઇન્ફોન્ટમેન્ટ સ્ક્રીનથી લેસ છે. કારમાં શાર્પ ડેશ લાઈન સાથે સેન્ટર ફોકસ વિઝ્યુઅલ અપીલ, ક્રોમ એક્સેન્ટ સાથે ટ્વીન સ્લોટ એસી વેન્ટ્સ, નવા ગિયર શિફ્ટ ડિઝાઇન અને અપહોલ્સ્રીની નવા ડિઝાઇન છે. સાત ઇંચની સ્માર્ટપ્લે સ્ટુડિયો ડિસ્પ્લે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો ને સપોર્ટ કરે છે. જોકે સીટ અને અપહોલ્સ્ટરી મેટેરિયલ બેઝિક છે.

સેફ્ટી ફીચર્સ

નવી મારૂતિ સુઝુકી સેલેરિયો ફિચર્સની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ એરબેગ, EBD સાથે ABS અને બ્રેક આસિસ્ટ, રિયર પાર્કિંગ સેન્સર, સ્પીડ સેન્સિટિવ ડોર લોક અને ઓટોમેટિક વેરિએન્ટ માટે હિલ હોલ્ડ આસિસ્ટ સામેલ છે. કુલ મેળવીને નવી સેલેરીયો ૧૨ થી વધારે સેફ્ટી ફીચર્સ સાથે આવે છે. મારુતિ સુઝુકીનો દાવો છે કે નવી સેલેરિયો ઓફસેટ, સાઈડ ક્રેસ અને ચાલતા યાત્રી સુરક્ષા જેવા તમામ ભારતીય સુરક્ષા નિયમોનું પાલન કરે છે.

મુકાબલો

૨૦૨૧ મારુતિ સેલેરિયો ભારતીય કાર બજારમાં એન્ટ્રી લેવલ હેચબેક સેગમેન્ટમાં રેનોલ્ટ ક્વિડ, હ્યુન્ડાઇ સેન્ટ્રો અને ટાટા ટિયાગો જેવી કારને ટક્કર આપશે.

નોંધ : ઉપર આપવામાં આવેલી તમામ માહિતી ઓનલાઈન જાણકારી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી. સચોટ માહિતી માટે તમે કંપનીની વેબસાઇટ અથવા તો કંપનીનાં શો-રૂમની મુલાકાત લઈ શકો છો.