ભારતનું એકમાત્ર એવું મંદિર જ્યાં હનુમાનજીની તેમની પત્નિ સાથે કરવામાં આવે છે પુજા

Posted by

મંગળવારનો દિવસ ભગવાન હનુમાનજીની પૂજા માટે વિશેષ મહત્વ રાખે છે. હનુમાનજીને અંજનીપુત્ર તથા બજરંગ બલીનાં નામથી પણ ઓળખવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી બધાં જ પાપ નષ્ટ થઇ જાય છે અને બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. કળયુગમાં પણ હનુમાનજી ધરતી પર નિવાસ કરે છે. હનુમાનજીને પ્રભુ શ્રીરામના સૌથી મોટા ભક્ત કહેવામાં આવે છે. આ સાબિત કરવા માટે કે તેમના હૃદયમાં ફક્ત પ્રભુ શ્રીરામ અને માતા સીતા છે, તેમણે પોતાની છાતી ચીરીને બતાવી હતી. જોકે આ બધી વાતો તમે પહેલાથી જ જાણતા હશો. પરંતુ શું તમે જાણો છો કે જે બજરંગ બલીને તમે અવિવાહિત અને બ્રહ્મચારીની માની રહ્યા છો હકીકતમાં તેમના વિવાહ થયેલા છે.

તમે જેટલા પણ મંદિર જોયા હશે તે બધામાં તમે હનુમાનજીની એકલાની મૂર્તિ જોઈ હશે, પરંતુ હૈદરાબાદ થી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર તેલંગાણાનાં ખમ્મ જિલ્લામાં એકમાત્ર એવું મંદિર છે, જ્યાં હનુમાનજીની સાથે તેમની પત્ની સુવર્ચલા ની સાથે મૂર્તિ સ્થાપિત છે અને ભક્તો પુરી શ્રદ્ધાની સાથે તેમની પૂજા કરે છે. આ મંદિરને લઈને માન્યતા છે કે જે પણ વિવાહિત યુગલની આ મંદિરમાં દર્શન કરે છે, તેમની બધી જ વૈવાહિક સમસ્યાઓ દૂર થઈ જાય છે. તો ચાલો હવે તમને જણાવીએ કે તેમના વિવાહ કેવી રીતે થયા હતા અને વિવાહ થયા બાદ પણ બજરંગ બલીને બ્રહ્મચારી શા માટે કહેવામાં આવે છે.

પ્રાચીન ગ્રંથોનું માનીએ તો ભગવાન સૂર્યદેવની પાસે ૮ વિદ્યાઓ હતી અને બજરંગ બલી આ બધી વિદ્યાઓ શીખવા માગતા હતા. સૂર્ય દેવી હનુમાનજીને પાંચ વિદ્યાઓ શીખવાડી પરંતુ બાકીની ચાર વિદ્યાઓ માટે તેમનું વિવાહિત હોવું જરૂરી હતું. હકીકતમાં જે ૪ વિદ્યાઓ બાકી રહેલી હતી તે ફક્ત તે શિષ્યોને આપવામાં આવી શકે છે, જેના વિવાહ થયેલા હોય. હવે આ મોટી સમસ્યા ઉભી થઈ ગઈ હતી, કારણ કે બજરંગ બલી બ્રહ્મચારી હતા. પરંતુ તેમણે પ્રણ લીધેલું હતું કે તેઓ બધી વિદ્યાઓ શીખશે. સૂર્યદેવે હનુમાનજીને કહ્યું કે તેઓ વિવાહ કરી લે, પરંતુ હનુમાનજી પોતાનું બ્રહ્મચર્ય ખોવા માંગતા ન હતા.

સૂર્યદેવે તેમને સમજાવ્યા કે વિવાહ વગર બાકી બચેલી વિદ્યાઓ ક્યારેય તેઓ શીખી શકશે નહીં. જેના લીધે બાદમાં હનુમાનજી.વિવાહ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. સૂર્યદેવે વિવાહ માટે પોતાની દીકરી સુવર્ચલા સાથે વિવાહનો પ્રસ્તાવ તેમની સામે રાખ્યો. સુવર્ચલા ખૂબ જ તપસ્વી હતી અને ધ્યાનમાં મગ્ન રહેતી હતી. એટલા માટે તેમણે ભરોસો અપાવ્યો કે વિવાહ બાદ પણ બજરંગ બલી બ્રહ્મચારી રહેશે. સૂર્યદેવે કહ્યું કે સુવર્ચલા સાથે વિવાહ બાદ પણ હનુમાનજી બ્રહ્મચારી રહેશે.

કારણકે વિવાહ બાદ તુરંત જ સુવર્ચલા તપસ્યામાં મગ્ન થઇ જશે. ત્યારબાદ હનુમાનજીએ સુવર્ચલા સાથે લગ્ન કરી લીધા અને બાકી બચેલી વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. વિવાહ બાદ તુરંત જ સુવર્ચલા પુનઃ તપસ્યામાં લીન થઈ ગયા હતા. એ જ કારણ છે કે વિવાહિત હોવા છતાં પણ હનુમાનજી હંમેશા અવિવાહિત અને બ્રહ્મચારી કહેવાયા છે. જોકે હનુમાનજીની પત્ની નો ઉલ્લેખ ક્યારેક થતો નથી અને ભારતમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં તેમની પૂજા પત્નીની સાથે કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *