ભારતનું સૌથી સસ્તુ હોલસેલ ક્લોથ માર્કેટ, ૩૦ રૂપિયામાં ટી-શર્ટ અને ૪૬ રૂપિયામાં મળી જાય છે શર્ટ

અહીં અમે તમને એક એવા માર્કેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમને બાળકો અને છોકરાઓનાં કપડા ખુબ જ સસ્તા મળી જાય છે. આ હોલસેલ માર્કેટ છે, જેમાં તમે શોપિંગ કરી શકો છો. તે દિલ્હીનાં ગાંધીનગરનું માર્કેટ છે. તે સિલમપુર મેટ્રો સ્ટેશન અને વેસ્ટ કાંતિ નગર પાસે સ્થિત છે. અહીં જીન્સ હોય કે ટી-શર્ટ કે શર્ટ બધું જ તમને ૩ થી ૧૨ પીસમાં મળે છે. તમારે આવી રીતે જ આ કપડા ખરીદવા પડે છે. તમે સિંગલ પીસ ખરીદી શકશો નહી.

આ વિશે જ્યારે એક વેપારી સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, આ માર્કેટમાં મધ્યમવર્ગનાં લોકોને ધ્યાનમાં રાખીને કપડા બનાવવામાં આવે છે. દરેક લોકો બ્રાન્ડેડ કપડા પહેરી શકતા નથી એટલા માટે આ માર્કેટમાં આવીને તેઓ પોતાની જરૂરિયાત પ્રમાણે કપડાની ખરીદી શકે છે. આ માર્કેટમાં કપડા બનાવવામાં પણ આવે છે અને બીજી ફેમસ જગ્યાઓ પરથી કપડા મંગાવીને પણ વેચવામાં આવે છે. અહી ટી-શર્ટ તિરૂપુર થી આવે છે અને લેડીઝ ટોપ અને શુટ ને લખનઉથી મંગાવવામાં આવે છે. અહીં લેહેંગા પણ ખુબ જ સસ્તા મળી જાય છે.

૩ શર્ટ લઈ શકો છે ૧૪૦ રૂપિયામાં

આ માર્કેટમાં તમે ૩ શર્ટ સેટ માત્ર ૧૪૦ રૂપિયામાં ખરીદી શકો છો એટલે કે એક શર્ટ તમને માત્ર ૪૬ રૂપિયાની આસપાસ પડશે. આ શર્ટ ૧૫ વર્ષનાં બાળકો માટે હશે. તેની સાથે જ તમને નાના બાળકોનાં ટી-શર્ટ પણ ૧૨૦ રૂપિયાની આસપાસ મળી જશે. તેમાં પણ ૩ પીસ આવશે. ટી-શર્ટ તમને મોટા માટે પણ મળી જશે. સ્મોલ થી લઈને XL, XXL સાઈઝ ટી-શર્ટ પણ તમે અહીંથી લઇ શકો છો, જેની શરૂઆતની કિંમત ૩૦ રૂપિયા હશે.

જીન્સ ૧૪૦ રૂપિયામાં

આ માર્કેટમાં તમને જીન્સ ૧૪૦ રૂપિયામાં મળી જશે. એ પણ તમારે ૩ થી ૪ પીસ લેવા પડશે. સૌથી મોંઘી જીન્સ તમને ૩૫૦ રૂપિયામાં મળશે. અહીં તમને ૨૨ થી લઈને ૪૦ સાઈઝનાં જીન્સ મળી જશે. એક સેટ માં એક જ કલરનાં જીન્સ તમને મળશે.

ભાવતાલ પણ કરી શકો છો

આ માર્કેટમાં આટલી ઓછી પ્રાઈસ હોવા છતાં પણ ઘણીવાર ભાવતાલ થાય છે. તમે જ્યારે પણ અહીં આવો તો ભાવતાલ કરી લો. ભાવ હજુ પણ ઓછા થઈ શકે છે. યુવતિઓ માટે ટોપ અને શુટ પણ અહીં ઓછા ભાવમાં સરળતાથી મળી જાય છે. યુવાનો માટે શર્ટ અને મહિલાઓ માટે સાડી પણ મળી જાય છે. અહીં કોઇપણ પ્રકારનાં સેકન્ડહેન્ડ કપડા મળતા નથી. અહિયા પર બધી જ ફ્રેશ આઈટમ મળે છે.