ભારતે ફરી થી ચીન ઉપર કરી ડિજિટલ સ્ટ્રાઇક, ચીનને આપ્યો વધુ એક મોટો ઝટકો, બૈન કરી વધુ ૪૭ ચીની એપ્સ

ભારત અને ચીનની વચ્ચે થયેલ સીમા વિવાદ બાદ ભારત સરકારે મોટું પગલું ઉપાડતા ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને હવે સરકાર આવનારા સમયમાં વધુ પણ ચીની એપ્સ પર બૈન લગાવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે સરકારે ૨૭૫ મોબાઇલ એપ્સ નું એક લિસ્ટ તૈયાર કર્યું છે અને ખૂબ જ જલ્દી આ એપ્સ પર પ્રતિબંધ લગાવી શકાય છે. સૂત્રો અનુસાર આ ૨૭૫ ની એપ્સ માં પબજી અને જિલી જેવી એપ પણ સામેલ છે.

એપ્સ ની થઈ રહી છે તપાસ

હકીકતમાં જે એપ્સનું સરકારે લિસ્ટ બનાવ્યું છે તેમની તપાસ થઇ રહી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે શું આ એપ્સ પ્રાઇવસીનાં નિયમોનું ઉલ્લંઘન કરે છે કે નહીં. જો આ એપ્સ પ્રાઇવસીનાં નિયમોનું ઉલ્લંઘન કરતી મળી આવી, તો તેમના પર બૈન લાગી જશે. ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલી રિપોર્ટ અનુસાર સરકારે ૨૭૫ ચીની મોબાઇલ એપ્સ નું લિસ્ટ તૈયાર કર્યું છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. સરકાર તરફથી બનાવવામાં આવેલ લિસ્ટમાં પબજી ગેમ, જીલી, કૈ૫કટ, ફેસયુ, Meitu, એલબીઇ ટેક, પરફેક્ટ કોર્પ, સીના કોર્પ, નેટીજ ગેમ્સ, અલીએક્સપ્રેસ, રેસો અને યુલાઇક જેવી એપ્સ સામેલ છે. એટલું જ નહીં ભારત સરકાર ઘણી બધી ચીની ઇન્ટરનેટ કંપની ઉપર પણ પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે.

જોકે સરકારે હજુ સુધી ૨૭૫ ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધથી સંબંધિત કોઇ અધિકારીક નિર્ણય લીધો નથી અને હજુ સરકાર આ ચીની એપ્સની વિશ્વસનીયતાની તપાસ કરવામાં લાગેલી છે. સૂત્રો અનુસાર મોટાભાગની મોબાઇલ એપ ડેટા શેરિંગ અને નિયમોના ઉલ્લંઘનની શ્રેણીમાં સરકારે રાખેલ છે.

૪૭ એપ્સ બૈન કરવામાં આવી

૨૭૫ ચીની મોબાઇલ એપ્સ ની તપાસ કરવા સિવાય ભારત સરકારે ૫૯ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ભારત સરકારે ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક કરતા વધુ ૪૭ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. ખબરો અનુસાર આ બધી ૪૭ એપ્સ પહેલા બૈન થયેલી ૫૯ એપ્સની ક્લોન છે, જોકે બૈન થયેલ આ ૪૭ એપ્સનાં નામ સરકારે જાહેર કર્યા નથી. સાથોસાથ હજુ સુધી સરકાર તરફથી કોઇ અધિકારીક નિવેદન પણ આવેલ નથી.

૫૯ એપ્સ બૈન કરી હતી

મહત્વપૂર્ણ છે કે થોડા મહિના પહેલા જ સૂચના પ્રૌદ્યોગિકી અધિનિયમની ધારા ૬૯-એ અંતર્ગત સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા ૫૯ એપ્સને બ્લોક કરી દેવામાં આવી હતી. સરકારે આ એપ્સ પર બૈન કરતાં કહ્યું હતું કે આ એપ ભારતની સંપ્રભુતા અને અખંડતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે ખતરો છે, એટલા માટે તેમને બૈન કરવામાં આવેલ છે. સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયને લાંબા સમયથી આ એપ્સ ને લઈને ફરિયાદો મળી રહી હતી. આ એપ્સ પર આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે તે યુઝર્સના ડેટા ચોરી કરી રહી છે. ત્યાર બાદ ભારત સરકારે આ ૫૯ એપ્સને બૈન કરી દીધી હતી.