દાન ધર્મ કરવું ખૂબ જ સારી વાત છે. તેનાથી સારું ફળ મળે છે અને ભગવાન પણ ખુશ થાય છે. આ વાત તો દરેક લોકો ને ખબર હશે પરંતુ તેમનું પાલન ખૂબ જ ઓછા લોકો કરે છે. એવું નથી કે લોકો કમાણી નથી કરતા પરંતુ જ્યારે વાત પૈસા દાનમાં દેવાની આવે છે તો તે કંજૂસ બની જાય છે અને ખૂબ જ ઓછી રકમ દાન કરે છે. જોકે આજે અમે તમને એક એવા વ્યક્તિ નો પરિચય આપવા જઈ રહ્યા છીએ જે વ્યવસાયે ભિખારી છે. પરંતુ તેમણે મંદિરને પૂરા આઠ લાખ રૂપિયા દાન કર્યું છે. ભિખારીએ આઠ લાખ રૂપિયા પાછલા સાત વર્ષમાં ભીખ માંગી માંગીને કમાયા છે. ફક્ત એટલું જ નહીં ભિખારી નો તે દાવો પણ છે કે જ્યારે તેમણે મંદિરમાં પૈસા દાન કરવાનું શરૂ કર્યું ત્યારથી તેમની આવક વધી ગઈ છે.
આ મામલો આંધ્રપ્રદેશના વિજયવાડા નો છે. અહીંના સાઈબાબા મંદિર માં ૭૩ વર્ષના ભિખારી યાદી રેડ્ડીએ મંદિરમાં આઠ લાખ રૂપિયાની રકમ લઈને બધાને ચોંકાવી દીધા છે. જણાવી દઈએ કે તેમણે આ આઠ લાખ રૂપિયા છેલ્લા સાત વર્ષોમાં થોડા થોડા કરીને આપ્યા છે. યાદી રેડ્ડી આ મંદિરની બહાર ભીખ માંગે છે. તેમનું માનવું છે કે તેમની આ પૈસા આ મંદિરના કારણે મળ્યા છે તેથી તેમની કમાણીનો મોટો ભાગ મંદિરમાં દાન કરે છે. તેમના આ કાર્યથી મંદિર પ્રશાસન પણ ખુશ થયું છે. તે લોકો પણ આ ભિખારીની પ્રશંસા કરતા થાકતા નથી.
યાદી રેડ્ડી જણાવે છે કે પહેલા મે 40 વર્ષ સુધી રીક્ષા ચલાવી હતી. તેનાથી જ મારો ઘર ખર્ચ ચાલતો હતો. જોકે પછીથી મને ઘૂંટણની તકલીફ થવા લાગી. આ સ્થિતિમાં હું ફરીથી મંદિરની બહાર બેસીને ભીખ માંગવા લાગ્યો. યાદી એ સૌથી પહેલા મંદિરમાં એક લાખ રૂપિયાની રકમ દાન કરી હતી. તે કહે છે કે જો મારી તબિયત બગડતી હતી તો મને વધારે પૈસાની જરૂર ક્યારેય પણ પડી નથી. તેવામાં હું મંદિરમાં પૈસા દાન કરતો હતો.
યાદી રેડ્ડી નો દાવો છે કે મંદિરમાં પૈસા દાન કર્યા બાદ તેમની આવક વધવા લાગી છે. તેનું કારણ એ છે કે પૈસા દાન કર્યા બાદ લોકો તેમને જાણવા લાગ્યા છે અને આગળ આવીને વધારે પૈસાની ભીખ આપે છે. યાદી રેડ્ડી એ અત્યાર સુધી માં મંદિરમાં આઠ લાખ રૂપિયા નું દાન કરી દીધું છે. પરંતુ તે અહીંયા જ રોકાવા માંગતા નથી. તેમની ઈચ્છા છે કે તે એક દિવસ મંદિરમાં પોતાની બધી જ કમાણી દાન કરી દેશે. યાદી એ મંદિરમાં જે રકમ દાન કરી તેમની રકમથી ત્યાં એક ગૌશાળાનું નિર્માણ થશે. તેમના કમાયેલ પૈસાથી મંદિરના વિસ્તારથી જોડાયેલ બીજા ઘણા કાર્યો પણ થશે.
સોશિયલ મીડિયા પર લોકો આ મોટા દિલના ભિખારીની પ્રશંસા કરી રહ્યા છે. સામાન્ય રીતે આપણે નોકરીયાત લોકો પણ આપણી કમાણીની આટલી મોટી રકમ કદાચ મંદિરમાં દાન નથી કરી શકતા. તેવામાં ભિખારીએ પોતાની કમાણી માંથી આઠ લાખ રૂપિયા દાન કરીને બધાને પ્રેરણા આપી છે. આ ભિખારી તેમના વિસ્તારમાં ખુબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.