ભીષ્મ પિતામહ અનુસાર યુવતિનાં વિવાહ પહેલા માતા-પિતાએ રાખવું જોઈએ આ વાતોનું ખાસ ધ્યાન

Posted by

“ભીષ્મ પ્રતિજ્ઞા” વિશે બધા જાણતા જ હશે. તે એક કિવદંતી છે. આ કિવદંતી મહાભારતના પાત્ર ભીષ્મ પિતામહના કારણે જાણીતી છે. ભીષ્મપિતામહ પોતાની અટલ પ્રતિજ્ઞા માટે જાણીતા હતા. તેમણે પોતાના જીવનમાં ક્યારેય લગ્ન કર્યા ના હતાં પરંતુ તેમણે કન્યાના વિવાહ સાથેના સંબંધ વિશે ઘણી બધી વાતો જણાવી છે, જેને એક માતાપિતાએ પોતાની દિકરીના લગ્ન સમયે ધ્યાન રાખવી જોઈએ. હિન્દુ શાસ્ત્ર અનુસાર દરેક મનુષ્યને પોતાના સંપૂર્ણ જીવનમાં ૧૬ સંસ્કારને નિભાવવા પડે છે.

અમુક સંસ્કાર તેમના માતા-પિતા તેમના જન્મ પહેલાં નિભાવે છે તો વળી અમુક તે સ્વયં નિભાવે છે. બાકી બીજા સંસ્કાર તેમના નિધન બાદ તેમના બાળકો નિભાવે છે. માતા નાં ગર્ભમાં રહેવાથી લઈને અગ્નિદાહ સુધીના સંસ્કાર ઘણું જ મહત્વ રાખે છે.

સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર છે વિવાહ

મનુષ્યના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર “વિવાહ” હોય છે. ધાર્મિક અને સામાજિક રૂપથી આ સંસ્કારનું ઘણું વધારે મહત્વ છે. તેને વર-વધુનો બીજો જન્મ પણ કહેવામાં આવે છે.

ભીષ્મપિતામહ અનુસાર વિવાહનાં સંસ્કાર

જેટલા મહત્વપૂર્ણ આ સંસ્કાર વર-વધૂ માટે હોય છે એટલા જ મહત્વપૂર્ણ તે તેમના માતા-પિતા માટે પણ હોય છે. કન્યાનાં માતા પિતા માટે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને અમુક નિયમો જણાવ્યા હતાં, જે આજે પણ પ્રાસંગિક છે. તો ચાલો આજે આ વિશે વિસ્તારથી જાણી લઈએ.

કન્યાનાં લગ્ન માટે માતા પિતાનું કર્તવ્ય

માતા-પિતાએ પોતાની કન્યાના લગ્ન કરતા સમયે યુવકનો વ્યવહાર, ચરિત્ર, વિદ્યા, આચરણ અને પારિવારિક પૃષ્ઠભૂમિને તપાસી લેવી જોઈએ. આ તમામ ચીજોથી સંતુષ્ટ થયા બાદ જ માતા-પિતાએ પોતાની કન્યાનું કન્યાદાન કરવું જોઈએ.

યુવકનાં લગ્ન માટે માતા-પિતાનું કર્તવ્ય

શાસ્ત્ર અનુસાર જ્યારે પણ યુવક માટે કોઈ કન્યા શોધો છો તો તે કન્યા યુવકના માતાના પરિવારની અને પિતાના ગોત્રની હોવી ના જોઈએ.

ગંધર્વ વિવાહ

ગંધર્વ વિવાહ તેને કહેવામાં આવે છે જ્યારે કન્યા પોતાની પસંદગીનાં યુવક સાથે લગ્ન કરે છે. અર્થાત્ માતા-પિતાની પરવાનગી વગર. પ્રાચીન સમયમાં તેને ગંધર્વ વિવાહ કહેવામાં આવતા હતાં પરંતુ આજના સમયમાં તે લગ્નને “લવ મેરેજ” કહેવામાં આવે છે.

દિકરીની વિદાય

હિન્દુ ધર્મમાં કન્યાની વિદાયનાં સમયે તેના માતાપિતા તેને ઉપહાર અને જરૂરી સામાન આપે છે પરંતુ જ્યારે યુવક પરિવાર કન્યાના પરિવારને ધન કે સોનાની લાલચ આપીને તેમની પુત્રી સાથે પોતાના પુત્રના લગ્ન કરાવે છે તો તેને અસુર વિવાહ કહેવાય છે.

રાક્ષસ વિવાહ

જે વિવાહ કન્યાની મરજી વિરુદ્ધ તેમના માતા-પિતા અને અન્ય સંબંધીઓને કષ્ટ પહોંચાડીને કરવામાં આવે છે, તેને રાક્ષસ વિવાહ કહેવામાં આવે છે. રાક્ષસ વિવાહ કરવાથી પાપ લાગે છે.

કન્યાનું દાન

જ્યારે માતા-પિતા પોતાની કન્યા વર પક્ષને સોંપે છે તો તેને કન્યાદાન કહેવાય છે. કોઈ સ્વયંવરમાં કન્યાને જીતીને લાવવી, તેને ખરીદવી કે વેચવી કન્યાદાન કહેવાતું નથી.

પાણીગ્રહ સંસ્કાર

પાણીગ્રહ સંસ્કાર હોવા પર જ કન્યા વિવાહિત માનવામાં આવે છે. જો કન્યાના પિતા પાણીગ્રહ પહેલા પોતાની પુત્રીનો હાથ કોઈ બીજાને સોંપી દે છે તો તે પાપની શ્રેણીમાં ખોટું કહેવાય છે.