ભોજન કર્યા બાદ તુરંત જ જવું પડે છે ટોયલેટ તો અપનાવો આ ઘરેલું ઉપાયો, પરેશાનીમાંથી મળી જશે છુટકારો

Posted by

આજનો દરેક વ્યક્તિ વ્યસ્ત જીવન અને તણાવભર્યા જીવનથી ઘેરાયેલ છે. આ તણાવનાં કારણે વ્યક્તિને ઘણા પ્રકારની બિમારીએ પણ ઘેરી લીધા છે અને તેમાંથી સૌથી સામાન્ય સમસ્યા છે કબજિયાતની, યોગ્ય રીતે પાચન ના થવાથી. આજે લગભગ આ સમસ્યા દરેક વ્યક્તિને છે. તેમાં આપણે એવું ના કહી શકીએ કે આ સમસ્યા કોઈ કોઈને જ છે. દુનિયામાં દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારની પેટ સંબંધિત પરેશાનીમાંથી પસાર થઈ રહ્યો છે.

ઘણા લોકોને એ પ્રકારની સમસ્યા રહેતી હોય છે કે તે ભોજન તો કરે છે પરંતુ તેમણે તુરંત બાદ જ ટોયલેટ જવું પડતું હોય છે. તેવામાં તમે કોઈ પાર્ટી અથવા લગ્નમાં જઈને કોઈ ભોજનની મજા પણ લઇ શકતા નથી. તમે કોઈપણ જાતનું ભોજન કરવાથી ગભરાઓ છો. કારણ કે તમે કંઈપણ ખાઓ છો તો તુરંત જ ટોયલેટ જવું પડતું હોય છે.

આ બિમારી એ લોકો માટે ઘણી જ ભયંકર હોય છે, જે તેમાથી પસાર થઈ રહ્યા હોય છે કારણ કે તેના કારણે ના તેઓ કંઈક સારું ખાઇ શકે છે કે ના કોઈ સારા ફંક્શનમાં જઈ શકે છે. આ લોકો માટે તે કોઈ અભિશાપથી ઓછું હોતું નથી. જમ્યા બાદ તરત જ ટોયલેટ લાગવાના કારણે આ સમસ્યાને ગેસ્ટ્રો-કોલિક રિફ્લક્સ કહેવામાં આવે છે. શોધ પ્રમાણે આ સમસ્યા હંમેશા તે લોકોમાં જોવા મળે છે, જે શરૂઆતમાં લાંબા સમય સુધી ટોયલેટને રોકીને રાખે છે.

આ રીતે તમે કરી શકો છો તેનો ઘરેલુ ઉપાય

સૌથી પહેલા મીઠી કેરીનો રસ ૫૦ ગ્રામ લો, મીઠું દહીં ૧૦-૨૦ ગ્રામ તથા આદુનો રસ ૧ ચમચી ભરી દરરોજ દિવસમાં ૨ વાર થોડા દિવસો સુધી દર્દીને પીવડાવતા રહેવાથી સારું પરિણામ મળે છે. વળી બાળકો માટે આમલીની છાલનું ચૂર્ણ ૧ થી ૬ ગ્રામ સુધી લો, તેમાં તમે ૨૦ ગ્રામ તાજું દહીં ભેળવીને દિવસમાં ૨ વાર સવાર અને સાંજ બાળકોને ચટાડવાથી આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.

આ સિવાય તમે ૪ ગ્રામ ઇસબગુલને ૪૦ ગ્રામ ગરમ પાણીમાં બોળીને રાખી દો. તેને ઠંડા થયા બાદ તેમાં ૧૦ ગ્રામ નારંગી કે દાડમનું શરબત ભેળવીને પીવાથી થોડા જ દિવસોમાં આ પરેશાની સમાપ્ત થઈ જાય છે. આ સિવાય તમે પીપળી, ભાંગ તથા સૂંઠને સમાન માત્રામાં ભેળવી મધ સાથે લેવાથી ભયંકર સંગ્રહણી પણ સારી થઇ જાય છે. તમે બેલના કાચા ફળને આગમાં શેકીને તેના પલ્પને ખાંડમાં ભેળવીને ખાઈ શકો છો, તેનાથી ખૂબ જ જલ્દી આરામ મળે છે.

૩ ગ્રામ મધમાં બે ગ્રામ ભાંગ વાટીને ભેળવીને ચાટવાથી પણ ફરક પડી જાય છે. ૩ ગ્રામ કેરીના ફૂલનું ચૂર્ણ બનાવીને લેવાથી પણ લાભ થાય છે. આ બધુ કરવાની સાથે એ પણ ધ્યાન રાખવું કે ખોરાકને સારી રીતે ચાવીને ખાવો. વધારે ફાઇબર વાળા આહારનું સેવન કરો. એક દિવસમાં ત્રણ-ચાર વાર થોડું થોડું ભોજન કરતા રહો. તમે તમારા ખોરાકમાં સેમ, દાળ, દહીં, નાશપાતી, સફરજન, વટાણા, બ્રોકોલી, અનાજ, જમરૂખ, અજમોદ, કાચા સલાડ, આદુ, અનાનસ વગેરેને સામેલ કરો. કેળા, કેરી, પાલક, ટામેટા, નટ્સ પણ ખાતા રહો.