આજે હિન્દી સિનેમાની જેમ જ ભોજપુરી સિનેમા પણ દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. તેમની સાથે જોડાયેલા દર્શકોની સંખ્યા પણ કરોડોમાં છે. જેટલી ભોજપુરી ફિલ્મો પસંદ કરવામાં આવે છે એટલા જ તેમના કલાકારો પણ લોકોની વચ્ચે ઘણીવાર ચર્ચાનો વિષય બનતા રહે છે. આજે ભોજપુરી સિનેમામાં ઘણી એવી એકટ્રેસ છે, જે પોતાની સુંદર અદાઓ અને સુંદરતાના લીધે લોકોના દિલો પર છવાયેલી રહે છે. ચાલો આજે અમે તમને એવી જ ૫ ભોજપુરી અભિનેત્રીઓના વિશે જણાવી દઈએ.
આમ્રપાલી દુબે
આમ્રપાલી દુબેને ભોજપુરી સિનેમાની સૌથી મોટી, સૌથી હિટ, સૌથી વધારે ગ્લેમરસ અને સૌથી વધારે સુંદર એક્ટ્રેસ કહેવામાં ના આવે તો તે તેમની સાથે અન્યાય થશે. તે ભોજપુરી સિનેમાની સૌથી વધારે ચર્ચિત અને દર્શકોની મનપસંદ એકટ્રેસમાંથી એક બની ચૂકી છે. ઘણી હિટ ફિલ્મો આપી ચૂકેલી આમ્રપાલી પોતાના બોલિવૂડ ડેબ્યૂ પહેલા ઘણી હિન્દી ટીવી સીરિયલ્સમાં પણ જોવા મળી ચૂકી છે. દિનેશ લાલ યાદવ ઉર્ફે નીરહુજા કે જેઓ ભોજપુરી સિનેમાનાં સુપરસ્ટાર છે, તેમની સાથે આમ્રપાલીની જોડી સૌથી વધારે હિટ રહી છે. બંને કલાકારોએ એકસાથે સૌથી વધારે ફિલ્મો કરી છે.
રાની ચટર્જી
રાની ચટર્જી થી ભોજપુરી સિનેમા જોવા વાળા અને પસંદ કરવાવાળા દર્શકો સારી રીતે પરિચિત છે. ખાસ વાત એ છે કે રાની ચટર્જીનું ફિલ્મી કરિયર ફક્ત ૧૪ વર્ષની ઉંમરમાં જ શરૂ થઈ ગયું હતું. તેમની પહેલી ફિલ્મ “સસુરા બડા પઇસા વાલા” નાં નામે ભોજપુરી સિનેમા ઘણા રેકોર્ડ નોંધાયેલા છે. કમાણીના મામલામાં આ ફિલ્મએ તમામ રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. રાનીની સુંદરતાના દરેક લોકો દિવાના છે. હાલમાં જ તે “મસ્તરામ” ની વેબ સીરીઝમાં પણ જોવા મળી હતી. આ વેબ સીરીઝમાં આપવામાં આવેલ બોલ્ડ સીન થી તે ચર્ચાનો વિષય બની ગઈ હતી. તે અત્યાર સુધીમાં ૨૦૦ થી વધારે ભોજપુરી ફિલ્મોમાં પોતાની અદાકારીનો જલવો બતાવી ચૂકી છે.
અક્ષરા સિંહ
અક્ષરા સિંહ પણ સૌથી ચર્ચિત અને સુંદર એક્ટ્રેસમાંથી એક છે. અક્ષરા સિંહ દેખાવમાં બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. તે એક સારી એક્ટ્રેસ હોવાની સાથે-સાથે તેને એક શાનદાર ગાયિકાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. અક્ષરાએ આજથી ૯ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૧ માં પોતાના ભોજપુરી કરિયરની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ “પ્રાણ જાઇ પર વચન ના જાઇ” હતી. ભોજપુરી સિનેમાનાં સુપરસ્ટાર પવનસિંહની સાથે અક્ષરાની જોડી દર્શકોને ખુબ જ પસંદ આવે છે. બંનેના પ્રેમની ચર્ચાઓ પણ ફિલ્મી ગલીઓમાં થતી રહે છે.
કાજલ રાઘવાની
કાજલ રાઘવાનીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ૧૬ વર્ષની નાની ઉંમરમાં જ કરી દીધી હતી. તે પહેલીવાર ગુજરાતી ફિલ્મોમાં જોવા મળી હતી. કહેવામાં આવે છે કે કાજલ રાઘવાની પોતાની પહેલી ગુજરાતી ફિલ્મથી જ ચર્ચામાં આવી ગઇ હતી. આજે કાજલને ભોજપુરી સિનેમાની સૌથી સફળ એક્ટ્રેસના રૂપમાં જાણવામાં આવે છે. કાજલ રાઘવાનીને પસંદ કરનાર લોકોની સંખ્યા લાખોમાં છે. તે ભોજપુરી સિનેમા સુધી જ સીમિત નથી, પરંતુ તેમની સુંદરતાની ચર્ચાઓ બોલિવુડમાં પણ થાય છે. કાજલે પોતાનું ભોજપુરી ડેબ્યૂ ૭ વર્ષ પહેલાં ૨૦૧૩માં કર્યું હતું. આ વર્ષે તેમની પહેલી ફિલ્મ “રિહાઈ” આવી હતી. જણાવી દઈએ કે ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવની સાથે કાજલની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
નિધિ જા
એક્ટ્રેસ નિધિ જા પણ ભોજપુરી સિનેમાની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાં સામેલ છે. ભોજપુરી સિનેમાને નિધિએ ઘણી હિટ અને શાનદાર ફિલ્મો આપી છે. ભોજપુરી સિનેમામાં આવતા પહેલા નિધિ જા એ ઘણી હિન્દી ટીવી સિરિયલમાં પણ કામ કર્યું છે. અહીયા તે પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી હતી. નિધિ જા ભોજપુરી સિનેમાના ઘણા મોટા કલાકારોની સાથે અત્યાર સુધીમાં કામ કરી ચૂકી છે. કહેવામાં આવે છે કે ભોજપુરી સિનેમામાં સૌથી અલગ અને ખાસ રોલ કરવાના કારણે તેમને વધારે લોકપ્રિયતા મળી છે.