ભૂખથી તડપી રહેલા નવજાત બાળક સાથે નર્સ એ જે કર્યું તે જોઈને તમને વિશ્વાસ નહીં આવે

Posted by

કોરોના વાયરસની મહામારીના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના કાળમાં બધા જ પોલીસ કર્મી, ડોક્ટરો પોતાની ફરજ પૂરી ઈમાનદારી સાથે નિભાવી રહ્યા છે. જો આપણે સ્વાસ્થ્ય કર્મીઓની વાત કરીએ તો તેમનું કાર્ય પ્રશંસા લાયક છે. તે પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને કોરોના દર્દીઓની દિવસ-રાત સેવા કરી રહ્યા છે. કોરોના કાળમાં સ્વાસ્થ્ય કર્મીઓના કામની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. તમને જણાવી દઈએ કે આવો જ એક મામલો પશ્ચિમ બંગાળના કોલકત્તા માંથી સામે આવ્યો છે. જ્યાં એક હોસ્પિટલમાં એક બાળકને તેમની માતા દૂધ પીવડાવી ના શકી તો તે હોસ્પિટલમાં હાજર રહેલ એક નર્સ એ તે ભૂખ્યા નવજાત બાળકને પોતાનું દૂધ પીવડાવ્યું હતું.

ખબરો અનુસાર એવું જાણવા મળેલ છે કે પશ્ચિમ બંગાળના કોલકત્તાના આર.જી. કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના લેબર પોસ્ટ ઓપરેટીવ વોર્ડમાં એક નર્સ જેમનું નામ ઉમા અધિકારી છે તે ત્યાં હાજર હતી. ઉમા અધિકારીએ માનવતાનું એક નવું ઉદાહરણ બેસાડ્યું છે. ખરેખર હાલમાં જ આ હોસ્પિટલમાં એક મહિલા દાખલ હતી. હાલમાં જ તે માતા બની હતી. તે પોતાના નવજાત બાળકને દૂધ નહોતી પીવડાવી શકતી તો ઉમા એ આ બાળકને પોતાનું દૂધ પીવડાવ્યું હતું.

ઉમા અધિકારીના અનુસાર નવજાત બાળકની માતા કોરોના વાયરસથી પીડિત હતી અને તે સી- સેક્શનમાંથી પસાર થઇ રહી હતી. તેમની તબિયત પણ સારી નહોતી અને તે એવી સ્થિતિમાં નહોતી કે તે પોતાના બાળકને પોતાનું દૂધ પીવડાવી શકે. તેમનું બાળક ભૂખથી રડી રહ્યું હતું. ભૂખથી તડપી રહેલ બાળકને તે નર્સ જોઈ ના શકી અને તેમણે કોઈપણ જાતના ડર વગર કે શરમ વગર તે નવજાત બાળકને પોતાનું દૂધ પીવડાવીને તેમની સંભાળ લીધી.

ઉમા અધિકારીનું એવું કહેવું છે કે કોરોના વાયરસના ડરને કારણે હોસ્પિટલમાં કોઈપણ મહિલા તે બાળકને દૂધ પીવડાવવા માટે તૈયાર થતી નહોતી. રાત પણ ખૂબ જ થઈ ગઈ હતી અને આ બાળક ભૂખના કારણે જોર જોરથી રડી રહ્યું હતું. નવજાત બાળકને ભૂખથી તડપતું જોઈ તે પોતાને રોકી શકી નહીં અને તેમણે કોરોના વાયરસ નો ડર રાખ્યા વગર જ તે બાળકને સ્તનપાન કરાવ્યું.

રિપોર્ટ અનુસાર એવું જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે ઉમા અધિકારી નવજાત બાળકને દૂધ પિવડાવી રહી હતી ત્યારે તે દરમિયાન જ તેમના પતિએ તેમને ફોન કર્યો હતો. તેમનો એક આઠ મહિનાનો માસુમ દિકરો પણ છે. જે પોતાની માં ને વિડીયો કોલ પર જોયા વગર સૂતો નથી. પરંતુ ઉમા એ ફોન ઉઠાવ્યો નહિ. તેમણે મેસેજના માધ્યમથી પોતાના પતિને એ જાણકારી આપી હતી કે તે એક નવજાત બાળકને પોતાનું દૂધ પિવડાવી રહી છે. જ્યારે તેમના પતિને તે જાણવા મળ્યું કે તેમની પત્નિ કોઈ બાળકને સ્તનપાન કરાવી રહી છે તો તે ખૂબ જ ચિંતિત થઈ ગયા. કારણકે ઉમાએ પછીની સવારે જ પોતાના બાળકને પણ સ્તનપાન કરાવવાનું હતું.

તમને જણાવી દઈએ કે દેશભરમાં એવા ઘણા કેસો સામે આવી ચૂક્યા છે જેમાં મહિલાઓ ગર્ભવતી છે અને તે કોરોના વાયરસના સંક્રમણનો શિકાર થઈ ચૂકી છે. તે દરમિયાન બાળકને પણ થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આ સ્થિતિમાં લોકોના મનમાં ખૂબ જ ડર રહેલો છે. નવી નવી માં બનેલ અન્ય મહિલાઓમાં આ ડર કોઈ કારણ વગર નહોતો. બધી જ મોટી હોસ્પીટલોમાં કોરોના વાયરસનું જોખમ બનેલ છે. જે હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ કોરોના વાયરસથી સંક્રમિત મળેલ છે તેમાં આર.જી.ની હોસ્પિટલનો પણ સમાવેશ થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *