ભૂલમાં પણ કોઈને ગિફ્ટમાં આપવી ના જોઇએ આ ૫ ચીજો, ભોગવવું પડી શકે છે ગંભીર પરિણામ

વાત હોય જન્મદિવસ કે પછી એનિવર્સરીની ઉજવણીની. મિત્રો અને પરિવારની તરફથી મળેલી ગીફ્ટ આ દિવસોને વધારે ખાસ બનાવે છે. જોકે ગીફ્ટનું કોઈ મૂલ્ય હોતું નથી પરંતુ તે ગિફ્ટ દર્શાવે છે કે તમારા મનમાં સામેવાળાનું કેટલું મહત્વ છે. આ જ કારણ છે કે કોઈ ખાસ વ્યક્તિને ગિફ્ટ આપવા માટે દરેક લોકો ખૂબ જ મગજ ચલાવે છે.

જોકે ગિફ્ટ આપવામાં પણ થોડી સાવધાની રાખવાની જરૂર હોય છે. ઘણીવાર આપવામાં આવેલી ગિફ્ટ્ સામેવાળાના અને આપણા પોતાના જીવન પર પણ અસર પાડે છે. તેવામાં અમે તમને જણાવીશું કે એવી કઈ ૫ ગિફ્ટ છે કે જેને ક્યારેય પણ કોઈને આપવી ના જોઈએ.

પાણી સાથે જોડાયેલ ગિફ્ટ ના આપો

અમુક લોકો ગિફ્ટ તેમની સુંદરતા અને પૈસા જોઈને ખરીદી લેતા હોય છે અને પોતાના પ્રિયજનોને આપે છે. આવું કરતા પહેલા થોડી સાવધાની રાખવી જોઈએ. ક્યારેય પણ પોતાના ખાસ વ્યક્તિને પાણી સાથે જોડાયેલ કોઈપણ ચીજ ગિફ્ટ આપવી ના જોઈએ. કોઈને પણ ક્યારેય એક્વેરિયમ, પાણીવાળો શો પીસ, પાણીની બોટલ, કુંડ, પાણી સાથે જોડાયેલ અન્ય કોઈપણ ચીજ ગિફ્ટમાં ના આપો. આવું કરવાથી તમારે જીવનમાં પૈસાની ખોટ આવી શકે છે અને બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

તમારા વ્યવસાયની વસ્તુઓ ના આપો

ઘણા લોકોને કોઈ ગિફ્ટ સમજમાં આવતી નથી તો તે એ જ સામાન પોતાના લોકોને ગિફ્ટમાં આપી દેતા હોય છે કે જેનો તે પોતે ઉપયોગ કરતા હોય છે. જેમકે જો તમારો રોજગાર લેખનનો વ્યવસાય હોય તો કોઈને પેન, ડાયરી કે પુસ્તક ગિફ્ટ ના કરો. આવી ચીજો ગિફ્ટમાં આપવાથી તમારે તમારા વ્યવસાય કે નોકરીમાં નુકસાન થઈ શકે છે.

રૂમાલ

દરેક વ્યક્તિ પોતાની પાસે રૂમાલ રાખે છે. કારણ કે જરૂર પડવા પર તે તેનો ઉપયોગ કરી શકે. વ્યવહારના રૂપમાં પણ આપણે ક્યારેક સામેવાળાને તેમના આંસુ લૂછવા માટે કે કોઇ બીજા ઉપયોગ માટે રૂમાલ આપી દઈએ છીએ. આવું કરવું સારું છે પરંતુ ક્યારેય પણ કોઈને ગિફ્ટમાં રૂમાલનો સેટ આપવો ના જોઈએ. વાસ્તુના અનુસાર રૂમાલ ગિફ્ટ કરવાથી લોકોની વચ્ચે નકારાત્મકતા ફેલાય છે અને સંબંધ બગડી જાય છે.

તિક્ષણ કે ધારદાર વસ્તુ

જોકે એવું ઘણું ઓછું જોવા મળે છે કે કોઈ વ્યક્તિ કોઈને ગિફ્ટમાં તીક્ષણ કે ધારદાર વસ્તુ ગિફ્ટ કરે. તેમ છતાં પણ જો તમે એવું કરતા હોય તો બિલકુલ પણ ના કરો. વાસ્તુનું માનીએ તો તિક્ષણ ચીજો જેવી કે ચાકું, કાતર, તલવાર હોય કે ધારવાળી કોઈપણ ચીજ ક્યારેય પણ કોઈને ગિફ્ટ ના કરવી જોઈએ. આવું કરવાથી તમારો ખરાબ સમય આવી શકે છે. કહેવામાં આવે છે કે જો કોઈને તિક્ષણ ચીજ ગિફ્ટમાં આપી દે છે તો તેનાથી તમારું ભાગ્ય દુર્ભાગ્યમાં બદલી જાય છે.

ભગવાનની મૂર્તિઓ અને તસવીરો

ઘણા લોકો ગિફ્ટમાં ભગવાનની મૂર્તિઓ અને તસવીરો પણ આપે છે. તમને પણ એવું લાગતું હશે કે તે ખૂબ જ સારી ગિફ્ટ છે પરંતુ એવું ના કરવું જોઈએ. ખરેખર ભગવાનની પૂજા કરવાની હોય છે અને તમે જે ઘરમાં તેમને આપી રહ્યા છો ત્યાં તેમની કઈ રીતે પૂજા થશે તેની તમને જાણ નથી. તેવામાં ભગવાનની મૂર્તિ અને તસવીર ફક્ત પોતાના માટે જ ખરીદો અને બીજા લોકોને ગિફ્ટમાં ના આપો.