ભૂલમાં પણ નજરઅંદાજ ના કરો આવી નાની-નાની ઘટનાઓ, તેના પરથી ખબર પડે છે કે આવવાનો છે તમારો ખરાબ સમય

હંમેશા આપણે આપણી આસપાસ બનતી નાની-નાની ઘટનાઓને ઇગ્નોર કરી દઈએ છીએ, પરંતુ તમને આ નાની-નાની ઘટનાઓને ઇગ્નોર કરવી ભારે પડી શકે છે. કારણ કે તે વાતમાં સંકેત છુપાયેલા હોય છે કે તમારો ખરાબ સમય આવવાનો છે. આપણી આદત હોય છે કે આપણે આપણી સાથે બનતી નાની ઘટનાઓ પર ધ્યાન આપતા નથી. પરંતુ તે નાની ઘટનાઓ ઘણી મહત્વની હોય છે. તમારે તે નાની-નાની ઘટનાઓને નજરઅંદાજ ના કરવી જોઈએ. તો ચાલો જાણી લઈએ કે કઈ નાની-નાની ઘટનાઓને નજરઅંદાજ કરવું તમને ભારે પડી શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં આવવા વાળા ખરાબ સમય વિશે આપણને પહેલાથી જ સંકેત મળી જાય છે. એટલા માટે તમારે આ નાની-નાની ઘટનાઓને નજરઅંદાજ ના કરવી જોઈએ. આ ઘટનાઓમાં હાથમાંથી કોઈ ચીજ છૂટી જવી, બિલાડીનું આડું ઊતરવું અને દૂધ ઉભરાઇ જવું સામેલ હોય છે. જો તમે આ નાની-નાની ઘટનાઓને નજરઅંદાજ કરશો તો તમારે પરેશાનીઓ ઉઠાવવી પડશે.

ભૂલથી પણ નાની-નાની ઘટનાઓને નજરઅંદાજ ના કરો

જો તમારા હાથમાંથી પાણીનો ગ્લાસ અચાનક પડી જાય છે તો તેને તે વાતનો સંકેત માનવામાં આવે છે કે તમારે કોઈ ગંભીર બિમારીનો સામનો કરવો પડશે. એટલા માટે તમારે તે વાતને નજરઅંદાજ કરવું ભારી પડી શકે છે.

જો કોઈ પરિણીત મહિલાના હાથમાંથી સિંદૂરની ડબ્બી પડી જાય છે તો તે મહિલાના પતિનાં જીવન માટે જોખમી માનવામાં આવે છે. તમારે તે વાતને નજરઅંદાજ કરવી જોઈએ નહી. વાસ્તુશાસ્ત્રમાં પણ તે વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

આ જ રીતે તેલની શીશી કે પછી બોટલ પડવાનો અર્થ એ હોય છે કે તમારા પરિવાર પર કરજ ચડવાનું છે કે પછી તમારે જલ્દી આર્થિક સંબંધીત મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

તે જ રીતે આરતી સમયે પૂજાની થાળીનું પડવું અશુભ સમાચારનો સંકેત આપે છે.

જો તમે દૂધ ઉકાળી રહ્યાં હોય અને અચાનક દૂધ ઉભરાઈ જાય તો તે એક એવી વાતનો સંકેત છે કે તમારે મનોવિકારનો સામનો કરવો પડી શકે છે. તેનાથી તે વાતનો પણ સંકેત મળે છે કે ભવિષ્યમાં તમારા સંબંધ કોઈ સાથે ખરાબ થઈ શકે છે.

એવી જ રીતે જો તમે કોઈ વાસણમાં દૂધ રાખ્યું હોય અને તે અચાનક તમારાથી પડી જાય છે તો તે એ વાતનો સંકેત આપે છે કે તમારું મગજ સ્થિર નથી. તમારા મગજમાં કંઈક ઊથલપાથલ ચાલી રહી છે. તે એ વાતનો સંકેત આપે છે કે પરિવારનાં કોઈ સદસ્યની તબિયત ખરાબ થવાની છે. એટલા માટે આ વાતને અવગણવી તમારા માટે ભારે પડી શકે છે.

બસ એવી રીતે જ તમારા હાથથી મરીનું પડી જવું ભવિષ્યમાં કોઈની સાથે ખરાબ થવાના સંકેત આપે છે. તમારે તે વાતને નજરઅંદાજ કરવી ના જોઈએ.

જો તમે ફાટેલું પેન્ટ પહેરો છો તો તેનાથી માં લક્ષ્મી તમારાથી હંમેશા માટે નારાજ થઈ શકે છે. તમારે ક્યારેય ફાટેલા વોલેટનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં. તેનાથી વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડે છે. જો તમારા ખિસ્સામાંથી પૈસા પડી રહ્યા હોય તો તે માતા લક્ષ્મીનાં નારાજ થવાનો સંકેત છે. જે જીવનમાં નાણાકીય સંકટ સૂચવે છે.