ભૂલમાં પણ તકિયાની નીચે ના રાખવી જોઈએ આ ચીજો, નહિતર સ્વાસ્થ્ય પર પડે છે ખૂબ જ ખરાબ અસર

Posted by

સુતા સમયે ઘણીવાર લોકો પોતાના તકિયાની પાસે પર્સ, મોબાઈલ અને ઘણા પ્રકારના અન્ય સામાન્ય રાખે છે પરંતુ વાસ્તુ શાસ્ત્રોના અનુસાર આ પ્રકારની ચીજો રાખવાથી તમારા ઘરમાં કલેશ વધે છે. એટલું જ નહી તકિયાની પાસે આ ચીજોને રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે, તો ચાલો જાણી લઈએ આખરે સૂતા સમયે કઈ કઈ ચીજોને પોતાના તકિયાની પાસે રાખવી ના જોઇએ.

પાણી નો જગ

સુતા સમયે પોતાની પથારી અને તકિયાની આસપાસ પાણીનો જગ રાખવો જોઈએ નહી. ઘણીવાર જોવા મળ્યું છે કે લોકો પોતાના માથા પાસે પાણીનો જગ રાખીને સુવે છે પરંતુ તેનાથી તમારી કુંડળીમાં ચંદ્રમાં કમજોર થાય છે અને ચંદ્રમાં કમજોર થવાથી મનોરોગ ઉત્પન થવા લાગે છે.

પર્સ

મોટા ભાગના પુરુષોની એ આદત હોય છે કે સુતા સમયે તે પોતાના તકિયાની પાસે પર્સ રાખી દેતા હોય છે પરંતુ આવું કરવું જોઈએ નહી. તકિયાની પાસે પણ રાખીને સૂવાથી બિનજરૂરી ખર્ચ થવા લાગે છે. સાથે જ ઘરમાં કલેશ અને આર્થિક નુકસાન પણ થાય છે. તેવામાં સુતા પહેલા હંમેશા તે નક્કી કરી લેવું કે તમારું પર્સ પણ યોગ્ય જગ્યાએ રાખેલું છે કે નહી.

દવાઓ

ઘણીવાર લોકો રાતના સમયે દવાઓ ખાઈને બાકી વધેલી દવાઓને તે તકિયાની પાસે રાખી દેતા હોય છે, તેની સીધી ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. તેથી ભૂલમાં પણ ક્યારેય પોતાના તકિયાની પાસે દવાઓ રાખવી જોઈએ નહીં.

શુઝ-ચંપલ

અમુક લોકોની આદત હોય છે કે તે પોતાના બેડની પાસે શુઝ-ચપ્પલ ઉતારીને સુવે છે. તેની પાછળનું લોકોનું કારણ હોય છે કે જો રાતના સમયે બાથરૂમ જવું પડે તો તેમને કોઈ પ્રોબ્લેમ ના થાય. પરંતુ આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, તેવામાં કોશિશ કરવી જોઈએ કે શૂઝ-ચપ્પલ હંમેશા બેડરૂમની બહાર ઉતારીને જ સૂવું જોઈએ.

ચાવીઓ

જો તમે પણ પોતાની ગાડી, ઓફિસ કે ઘરની ચાવીઓ પોતાની પાસે રાખીને સુવો છો તો પોતાની આદત આજે જ છોડી દેવી જોઈએ. વાસ્તુશાસ્ત્રના અનુસાર તકિયાની પાસે ચાવીઓ લઈને સૂવાથી ઘરમાં આર્થિક તંગી જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થવા લાગે છે.

તેલ

માથા પર તેલની માલિશ કર્યા બાદ જો તમે પણ તેલ પોતાના તકિયાની પાસે જ છોડી દો છો તો તેનાથી તમને ઘણા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે સાથે જ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે.

મોબાઈલ કે લેપટોપ

ઘણીવાર લોકો મોબાઈલ કે લેપટોપ વગેરે ઇલેક્ટ્રોનિક ગેજેટસ પોતાની પાસે જ રાખીને સુવે છે. જો તમે પણ આવું કરો છો તો તે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોનિક ચીજો રાહુ સાથે સંબંધિત હોય છે તેવામાં જો તમે તેમને સૂતા સમયે પોતાના તકિયાની પાસે રાખો છો તો તેનાથી રાહુ દોષ ઉત્પન્ન થવા લાગે છે.

ન્યૂઝ પેપર કે મેગેઝીન

સુતા સમયે ક્યારેય પણ પોતાના તકિયાની નીચે કે આસપાસ ન્યુઝ પેપર કે મેગેઝીન રાખીને સૂવું જોઈએ નહી. તેનાથી વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.

ગંદા કપડાઓ

ગંદા કપડાં પોતાના માથા પાસે રાખીને સૂવું જોઈએ નહી. આવું કરવાથી નકારાત્મકતા આવે છે અને સૂતા સમયે ખરાબ સપના પણ આવે છે.

બેડની સામે ના રાખો અરીસો

તે વાતને સુનિશ્ચિત કરી લો કે તમારા બેડની સામે કોઈ અરીસો ના હોય. પથારીની સામે અરીસો હોય છે તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ થવા લાગે છે અને જીવનસાથી સાથે ઝઘડા થવાની સંભાવનાઓ પણ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *