ભૂલથી પણ આ ૭ ચીજોને તમારા પર્સમાં ના રાખો, થઈ જશે ધનની હાનિ

પૈસા માણસની સૌથી મોટી જરૂરિયાત હોય છે. જિંદગી જીવવા માટે પૈસા ખૂબ જ જરૂરી છે. તેના માટે જ માણસ અભ્યાસ કરતો હોય છે અને સારી લાઈફ સ્ટાઈલ માટે દિવસ રાત મહેનત કરે છે. જેનાથી તેમને અને તેમના પરિવારના લોકોને બધા જ સુખ અને સુવિધા મળી શકે. પરંતુ જો પૈસાની અછત થવા લાગે તો મગજ પણ કામ કરતું બંધ થઈ જાય છે અને પછી કોઈપણ કામમાં મન લાગતું નથી. તેથી ભૂલથી પણ તમારે આ ૭ ચીજોને પોતાના પર્સમાં ના રાખવી જોઈએ. જાણો તેના વિશે અને સાવધાન રહો.

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેમનું પર્સ પૈસાથી ભરેલું રહે પરંતુ જ્યારે તે ખાલી થાય છે તો ખૂબ જ દુખ પણ થાય છે. ઘણીવાર પૈસા એટલા ઝડપથી ખર્ચ થવા લાગે છે કે તમને તેના વિશે ખ્યાલ જ રહેતો નથી. તમારા પર્સમાં અમુક એવી ચીજો એવી હોય શકે છે જે તમારા ધનને ઓછું કરી રહ્યું હોય. જ્યોતિષશાસ્ત્રના અનુસાર અમુક ચીજો પર્સમાં રાખવાથી ફક્ત ધનની ખોટ જ નહી પરંતુ સ્વાસ્થય પર પણ અસર પડતી હોય છે.

નકામા કાગળો

પર્સ જેમ જેમ જૂનું થતું જાય છે તેમાં કાગળોના બંડલો વધતાં જાય છે. પર્સમાં જૂના મોટા કાગળો રાખી મૂકવાથી પૈસા ટકતા નથી અને માતા લક્ષ્મીને પણ આવી વસ્તુઓ પસંદ હોતી નથી. માતા લક્ષ્મીને સાફ સફાઈ ખુબ જ વધારે પસંદ હોય છે તેથી પર્સમાં રાખવામા આવેલ નકામા કાગળોને આજે જ કાઢીને ફેંકી દો.

તૂટેલી-ફાટેલી નોટો

જો તમારા પર્સમાં તૂટેલી-ફાટેલી નોટ હોય જે કોઈ જગ્યાએ ચાલી શકે તેમ ના હોય તેને તુરંત જ કાઢી નાખવી જોઈએ. ફાટેલી નોટ તમારા કોઈપણ કામમાં નહીં આવે તો તેનાથી સારું રહેશે કે તમે તેને તમારા પર્સથી દૂર જ રાખો. તે તમારા પર્સમાં નકારાત્મકતાને વધારવાનું જ કામ કરે છે.

બ્લેડ-ચાકુ

તમારા પર્સમાં ભૂલથી પણ બ્લેડ, ચાકુ કે કોઈ તીક્ષ્ણ વસ્તુ ના રાખો. બ્લેડ કે ચાકુ રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેની સાથે જ આ વસ્તુઓ તમારા માટે ખતરનાક સાબિત પણ થઈ શકે છે.

મૃત વ્યક્તિનો ફોટો

જો કોઈ માણસ આ દુનિયામાં નથી છતાં પણ તમે તેનો ફોટો આજે પણ તમારા પર્સમાં સંભાળીને રાખેલ છે તો તેને આજે જ કાઢી નાખો. પર્સમાં કોઈપણ મૃત વ્યક્તિનો ફોટો રાખવો અશુભ માનવામાં આવે છે અને તેનાથી માં લક્ષ્મી પણ આવવાની મનાઈ કરી દે છે.

ઉધારીની ચિઠ્ઠીઓ

જો તમારા પર્સમાં ઉધારીની ચિઠ્ઠીઓ રાખેલ છે તો તેને પણ પર્સમાથી કાઢી નાખો. ઉધારીની ચિઠ્ઠીઓ પણ તમારી અંદર અને તમારા પર્સમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને તેનાથી પૈસાની તંગીમાં વધારો થાય છે.

દેવી-દેવતાઓના ફોટા

જો તમારા પર્સમાં દેવી-દેવતાઓના ફોટાઓ છે તો તેને પણ પોતાના પર્સમાથી કાઢી નાખો. જ્યોતિષશાસ્ત્રના અનુસાર તમે ભગવાનના યંત્રને પોતાના પર્સમાં રાખી શકો છો પરંતુ બીજી કોઈ વસ્તુને તમારા પર્સમાં ના રાખો.

જૂના બિલ

જો તમારા પર્સમાં જૂના બિલો રાખેલ છે તો તેને આજે જ કાઢી નાખો. તેનાથી તમારા પર્સમાં ધન સંબંધિત સમસ્યા હમેશા બની રહે છે.