ભુલવાની આદત સુધારવા માટે શું કરવું, યાદશક્તિ વધારવા માટે કરો આ ૫ ઉપાયો

Posted by

આપણા મગજની ક્ષમતા અપરિમિત હોય છે. આપણે જેટલી ઈચ્છીએ એટલી જ જાણકારીને આપણા મગજમાં સ્ટોર કરી શકીએ છીએ. હવે સવાલ એ આવે છે કે અમુક લોકોની યાદશક્તિ કમજોર તો અમુક લોકોની તેજ કેમ હોય છે ? વાસ્તવમાં વારંવાર ભૂલવાની સમસ્યા ઘણા કારણોનાં લીધે હોય શકે છે. જેમ કે પોષણ ન્યૂનતા, આનુવંશિક ગુણ અને અભ્યાસની ઉણપ વગેરે. જોકે નાની મોટી વાત જેમકે કોઈનું નામ, પાસવર્ડ વગેરે ભુલવાની આદત કોઈ મોટી વાત નથી પરંતુ ઘણીવાર આપણે જરૂરી ચીજો પણ યાદ રાખી શકતા નથી. આ સમસ્યા બાળકો અને મોટા બંનેમાં હોય શકે છે.

ખાસ કરીને વિદ્યાર્થીઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. હંમેશા બાળકો પરીક્ષા પહેલા પોતાના બધા પાઠ યાદ તો કરે છે પરંતુ થોડા જ સમયમાં તેને ભૂલી જાય છે. આ યાદશક્તિ કમજોર હોવાની સ્થિતિ હોય છે. પરંતુ એવું બિલકુલ નથી કે જો આપણને કોઈપણ ચીજ યાદ રહેતી નથી કે પછી આપણે વધારે જાણકારી આપણા મગજમાં સ્ટોર કરી શકતા નથી તો આપણે આપણી સ્મરણ શક્તિ વધારી શકતા નથી. બિલકુલ કરી શકીએ છીએ પરંતુ તેના માટે આપણે અમુક જરૂરી વાતોને ફોલ્લો કરવાની આવશ્યકતા રહે છે.

યાદશક્તિ વધારવા માટે કરો આ ૫ ઉપાય

આ સમસ્યાનાં નિવારણ માટે આજે અમે તમને અમુક ઉપયોગી સૂચનો આપવાના છીએ, જેની મદદથી તમે ભૂલવાની આદત સુધારીને તમારી સ્મરણશક્તિ તો વધારી જ શકશો પરંતુ સાથે સાથે એકવાર યાદ કરેલી કોઈ ચીજને તમે લાંબા સમય સુધી પોતાના મગજમાં રાખી પણ શકશો.

બીજાને શીખવાડો

જો તમને કોઈ ચીજ યાદ રાખવામાં મુશ્કેલી થાય છે તો તમે આ રીતને પણ અજમાવી શકો છો કારણ કે કોઈપણ ભણાવેલ કે સીખેલી વાત જ્યારે આપણે બીજાને જણાવી છીએ તો તે આપણા મગજમાં વધારે સમય સુધી યાદ રહે છે કારણ કે બીજાને ભણાવતા કે બતાવતા સમયે આપણું મગજ વધારે સચેત અવસ્થામાં હોય છે. તેવામાં પોતાના યાદ કરેલા પાઠને તમારા મિત્ર કે સાથીને બીજીવાર ભણાવવાથી તે વસ્તુ હંમેશા માટે યાદ રહી જાય છે. તેનાથી એક ફાયદો બીજો પણ થાય છે કે આપણે પોતાની ભૂલોને પણ પકડી શકીએ છીએ, જે તમે તેને પહેલીવાર સમજતા કે યાદ કરતા સમયે કરી હશે. તેનાથી તમે તે વસ્તુને પણ કુશળતાથી યાદ કરી શકશો.

યોગ તથા વ્યાયામ કરો

આપણા મગજની કાર્ય કરવાની ક્ષમતા અને સ્મરણ શક્તિ વધારવામાં યોગ તથા વ્યાયામનું ઘણું જ મહત્વપૂર્ણ સ્થાન છે. યોગના માધ્યમથી આપણે આપણી એકાગ્રતા વધારી શકીએ છીએ એટલા માટે હસ્ત-પાદાસન, સર્વાંગાસન, પશ્ચિમોતાનાસન તથા ભ્રામરી પ્રાણાયમ જેવા યોગ અત્યંત લાભકારી સાબિત થાય છે. નિયમિત રૂપે યોગા તથા વ્યાયામ કરવાથી પણ આપણા મગજમાં પર્યાપ્ત બ્લડ સર્ક્યુલેશન થાય છે, જેનાથી તેની કાર્ય કરવાની ક્ષમતા વધી જાય છે. આ રીતે નિયમિત યોગ તથા વ્યાયામથી આપણે આપણી યાદશક્તિ સારી કરી શકીએ છીએ અને સ્મરણ શક્તિ પણ વધારી શકીએ છીએ. આ સિવાય સ્વિમિંગ કરવાથી પણ મેમરી પાવર વધે છે.

સંગીત સાંભળવું

એ વાત તો પ્રમાણિત છે કે જ્યારે આપણું મગજ તણાવરહિત હશે તો જ કાર્ય કરવાની અને સમજવાની-વિચારવાની ક્ષમતા ઘણી વધી જાય છે. તેવામાં સંગીત આપણા તણાવને ઓછું કરીને યાદશક્તિ સારી કરવાનું, બૌદ્ધિક ક્ષમતા વધારવા માટે ખૂબ જ કારગર અને ઉત્તમ સાધન છે. વાસ્તવમાં જો એમ આપણે કહીએ કે સંગીતમાં એક પ્રકારનો જાદુ હોય છે તો તે પણ ખોટું નથી કારણ કે સંગીતનાં તરંગો આપણા મગજના ન્યૂરોન્સને ઘણા હદ સુધી પ્રભાવિત કરે છે. આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે પણ તે ઘણું મદદગાર સાબિત થાય છે. એટલા માટે જ્યારે પણ તમારૂ મન અભ્યાસમાં ના લાગે અથવા મન આમતેમ ભટકે તો થોડા સમય માટે સંગીત સાંભળો, તે તમારા માટે સારું રહેશે. આ રીતે સંગીત આપણી યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતા વધારવાની સાથે સાથે એકાગ્રતા ભંગ થવાથી પણ બચાવે છે.

પર્યાપ્ત માત્રામાં ઊંઘ લો

આપણા બ્રેઈનનાં ફંકશનમાં ઊંઘની મહત્વની ભૂમિકા હોય છે કારણ કે મગજ સારી રીતે ત્યારે જ કામ કરે છે જ્યારે તેને પર્યાપ્ત વિશ્રામ મળે છે. એટલા માટે પર્યાપ્ત ઊંઘ અતિ આવશ્યક છે. પર્યાપ્ત ઊંઘ ના લેવાથી આપણી સ્મરણ શક્તિ પર ઘણી ખરાબ અસર પડે છે. એટલા માટે યાદ શક્તિને સારી બનાવી રાખવા માટે આપણે પ્રતિદિન ઓછામાં ઓછી ૬ થી ૮ કલાકની ઉંઘ લેવી અનિવાર્ય છે.

શું ખાવું

મગજનાં સંતુલિત વિકાસ માટે પર્યાપ્ત પોષણ અને ઉચિત આહાર ઘણો જ જરૂરી હોય છે. એટલા માટે તમારે ડ્રાયફ્રુટ, જેમ કે બદામ, કાજુ, પિસ્તા તથા મગફળી વગેરેનું સેવન પર્યાપ્ત માત્રામાં કરવું જોઈએ. તેના સિવાય રાજમા પણ એક એવો પૌષ્ટિક આહાર છે, જેમાં ઉચ્ચ ગુણવત્તાના પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કૈલ્શિયમ, ફાઈબર તથા ફોલિક એસિડ જેવા અન્ય ઘણા ન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે. તેના સેવનથી આપણા બ્રેઈનનું ફંકશન એટલે કે કાર્યવિધિ સારી થઈ જાય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન-બી રહેલ હોય છે, જે મેમરી અને યાદશક્તિ વધારવામાં ઉપયોગી હોય છે. સાથે જ સાઇટ્રીક એસીડથી ભરપૂર ફળ જેવા કે સંતરા, લીંબુ, આમળા વગેરેનું સેવન પણ કરવું જોઈએ. આ સિવાય નિયમિત રૂપથી લીલા શાકભાજી ખાવાથી પણ આપણું મગજ સ્વસ્થ રહે છે અને સ્મરણ શક્તિ વધે છે.