બિગબોસમાં રડી પડી રાખી સાવંત, ભગવાનનાં કસમ ખાઈને સલમાન ખાનની સામે કહી દીધી આ વાત, લોકો પડી ગયા આશ્ચર્યમાં

હાલનાં દિવસોમાં ટીવીના મશહૂર શો બિગ બોસમાં રેગ્યુલર પ્રતિયોગીઓની સાથે ચેલેન્જરનાં રૂપમાં આવેલા પ્રતિયોગીઓ પણ ચર્ચામાં રહે છે. બિગબોસની ૧૪મી સીઝન તેમના અંતિમ પડાવ પર પહોંચી ચૂકી છે. ચેલેન્જર્સને છોડી દેવામાં આવે તો બિગ બોસમાં હવે ખૂબ જ ઓછા પ્રતિયોગીઓ બચ્યા છે. સમય વધવાની સાથે સાથે આ શો વધારે ચર્ચામાં આવી રહ્યો છે.

ચેલેન્જરમાં સૌથી વધારે ચર્ચિત નામ અર્શી ખાન અને રાખી સાવંતનું છે. રાખી સાવંત બિગબોસમાં આપવામાં આવેલ પોતાના નિવેદનનાં કારણે ચર્ચામાં આવેલી છે. રાખી સાવંત બિગબોસમાં પ્રવેશ કરતાંની સાથે જ લગાતાર ચર્ચામાં રહેલી છે. હાલમાં ફરી એકવાર એવું જ કંઈક થયું છે. તેમણે શો માં સલમાન ખાનને કહ્યું કે, તે ક્યારેય પણ આપત્તિજનક કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતી નથી.

બિગ બોસના હાલના એપિસોડમાં રાખી સાવંતે પોતાની વાત બધાની સામે રાખી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, તે ક્યારેય પણ કોઈને અપશબ્દો કહેતી નથી. આ દરમિયાન રાખી સાવંત ભગવાનની કસમ પણ ખાતી જોવા મળી હતી. રાખીનાં સમર્થનમાં બિગબોસની પૂર્વ પ્રતિયોગી દેવોલિના ભટ્ટાચાર્જી અને કામ્યા શલભ ડાંગ પણ આવી હતી. તેમણે આ વાતને લઈને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું હતું.

બિગ બોસ-૧૪ નાં એપિસોડમાં “વિકેન્ડ કા વાર વિથ સલમાન” માં રાખી સાવંતે અભિનેતા અને શો નાં હોસ્ટ સલમાન ખાન સાથે વાત કરી હતી. હકીકતમાં વાત એવી હતી કે સલમાનએ નિક્કી તંબોલી માટે રાખીના અપમાનજનક શબ્દોના ઉપયોગ પર પ્રશ્નો કર્યા હતા. જવાબમાં રાખીએ કહ્યું કે, તેમણે નિક્કી માટે કોઈ અપશબ્દનો ઉપયોગ કર્યો નથી.

સલમાન ખાનની સાથે વાત કરતા રાખી સાવંતે જણાવ્યું કે, મે ક્યારેય પણ ગાળ આપી નથી. મને નથી ખબર કે શું થયું છે. મને એવું લાગ્યું કે જાણે કોઇએ મારું માથું ફોડી નાખ્યું હોય. મેં ફક્ત ઉપરની તરફ જોયું અને ખબર નહી કેવી રીતે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. હું ભગવાનની કસમ ખાઉ છું. હું ક્યારેય પણ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતી નથી.

રાખી સાવંતની વાત સાંભળીને સલમાનખાને આગળ તેમને જણાવ્યું કે તે પોતાની ભાષા પર કંટ્રોલ રાખે અને શો માં મનોરંજન જાળવી રાખે. તેમણે કહ્યું કે, ખોટી ભાષાના ઉપયોગથી બચવું અને પોતાનું ધ્યાન મનોરંજન કરવામાં લગાવવું. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રાખી સાવંત ઘણીવાર બિગબોસમાં અપશબ્દોનો ઉપયોગ કરતી નજર આવી ચૂકી છે.

આમને મળી છે ચેલેન્જર્સનાં રૂપમાં એન્ટ્રી

બિગબોસ-૧૪ માં ઘણા પૂર્વ પ્રતિયોગીઓએ ચેલેન્જરનાં રૂપમાં એન્ટ્રી કરી લીધી છે. તેમા વિકાસ ગુપ્તા, રાખી સાવંત, અર્શીખાન, મનુ પંજાબી અને કાશ્મીરા શાહ જેવા નામ સામેલ છે. તેમાંથી વિકાસ ગુપ્તા શો માંથી બહાર થઇ ચુક્યા છે. જણાવી દઈએ કે કશ્મીરા શાહ મહમૂદ કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્નિ અને હિન્દી-મરાઠી ફિલ્મોની એક્ટ્રેસ છે.