શું “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં આ વખતે ખરેખર પોપટલાલનાં લગ્ન થઈ જશે, સેટ પરથી તસ્વીરો આવી સામે

Posted by

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” એક એવો શો છે, જે વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે પરંતુ આજે પણ આ શો એ પોતાનો ફેન બેઇઝ જાળવી રાખ્યો છે. આ શો માં ઘણા બધા પાત્રો આવ્યા અને ઘણા બધા પાત્રો ગયા પરંતુ દર્શકો એ દરેક પાત્રને ખુબ જ પ્રેમ આપ્યો છે. આ શો માં લોકો એક્ટરનું દર્દ સમજે છે એટલે જ જ્યારે પણ પોપટલાલનાં લગ્નની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિ પ્રાર્થના કરવા લાગે છે કે તે જલ્દી લગ્ન કરી લે અને તે પોતાનું ઘર પણ વસાવી લે પરંતુ રીટા રિપોર્ટરનાં મનમાં કંઈક બીજું જ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે અને તે નથી ઇચ્છતી કે પોપટલાલનું ઘર સેટલ થાય.

હવે તમે વિચારતા હશો કે આ કેવી મજાક છે?. હકિકતમાં હાલમાં જ રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર પ્રિયા આહુજાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર “આસ્ક મી એનિથિંગ” નું સેશન રાખ્યું હતું. જે દરમિયાન ફેન્સ તેને ઇચ્છિત સવાલો પુછી રહ્યા હતાં અને આ દરમિયાન એક સવાલ પુછવામાં આવ્યો હતો, જે આજનાં સમયમાં ચર્ચામાં આવ્યો છે. એક ફેન્સે રીટા રિપોર્ટરને પુછ્યું, “જો “તારક મહેતા” માં પોપટલાલ સાથે તારા લગ્ન થાય તો તારી પ્રતિક્રિયા શું હશે?”.

જેના જવાબમાં રીટા રિપોર્ટરે કહ્યું હતું કે “કેન્સલ, કેન્સલ, કેન્સલ”. તમને જણાવી દઇએ કે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ની રીટા રિપોર્ટર લાંબા સમયથી શો માંથી બહાર છે. તેણે આ શોના પુર્વ ડાયરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા છે, જેનાં લગ્નને દસ વર્ષ કરતા પણ વધુ સમય થઇ ગયો છે. તેમને અરદાસ નામનો એક પુત્ર પણ છે. તમને જણાવી દઈએ કે, હાલનાં દિવસોમાં શો માં નવી એન્ટ્રીનાં કારણે “તારક મહેતા કા ઉલ્ટા” શો ચર્ચામાં આવી ગયો છે.

હાલમાં જ આ શો માં નવા ટપુને રજુ કરવામાં આવ્યો છે. આ નવા ટપુ નું નામ નીતિશ ભાલુ ની છે. અભિનેતા નીતિશ ભાલુની વિશે બહુ ઓછી જાણકારી છે. નીતિશ હવે નાના પડદા પર દર્શકોના દિલ જીતવા માટે જોવા મળશે. મુંબઈમાં જન્મેલા નીતિશ માત્ર ૨૩ વર્ષના છે અને તેમની ટીવી કારકિર્દી પણ ખુબ જ ટુંકી રહી છે. કારકિર્દીની શરૂઆતમાં નીતિશને “તારક મહેતા” જેવો મોટો શો મળ્યો છે. જોકે આ શો પહેલા નિતિશ આઝાદ ચેનલની સીરિયલ “મેરી ડોલી મેરે અંગના” માં પણ નજર આવી ચુક્યા છે.