બિહારની આ ગુફામાં છે દુનિયાનો સૌથી મોટો સોનાનો ભંડાર, અત્યાર સુધી કોઈ નથી ખોલી શક્યું દરવાજો

ભારત પોતાની પુરાતન સંસ્કૃતિ અને સભ્યતા માટે જાણીતું છે. તમે ગુફામાં ખજાનાનાં ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા અને વાંચ્યા હશે પરંતુ શું તમે જાણો છો કે એવી જ એક ગુફા બિહારનાં નાલંદા જિલ્લામાં સ્થિત રાજગીરની પહાડીમાં સ્થિત છે. કહેવામાં આવે છે કે આ ગુફામાં સોના-ચાંદીની અતુટ ખજાનો છુપાયેલો છે પરંતુ આજ સુધી કોઈપણ વ્યક્તિ ત્યાં સુધી પહોંચી શક્યો નથી.

Advertisement

આજ સુધી કોઈ વ્યક્તિ ખજાના સુધી નથી પહોંચી શક્યું

નાલંદા જિલ્લાનાં રાજગીરમાં સ્થિત આ સોનાનાં ભંડાર વિશે કહેવામાં આવે છે કે અહીં સેંકડો વર્ષોથી સોનાનો ખજાનો છુપાયેલો છે. જણાવવામાં આવે છે કે હર્યક વંશનાં સંસ્થાપક બિમ્બિસારની પત્નિએ આ ભંડારમાં પોતાનું સોનું છુપાવ્યું હતું, જે આજે પણ લોકોની નજરથી દુર છે. આજ સુધી કોઈ આ ખજાના સુધી પહોંચી શક્યું નથી.

હર્યક વંશ ના સંસ્થાપક અને બિમ્બીસાર નો ખજાનો છે

ઈતિહાસકારોનાં અનુસાર હર્યક વંશનાં સંસ્થાપક બિમ્બીસારને સોના-ચાંદી સાથે ખુબ જ લાગણી હતી. જણાવવામાં આવે છે કે બિહારની આ ગુફામાં હર્યક વંશનો ખજાનો છુપાવીને રાખવામાં આવ્યો છે. અંગ્રેજોએ તેની અંદર જવાની એકવાર કોશિશ પણ કરી હતી પરંતુ તેઓ તેમાં નિષ્ફળ રહ્યા હતાં. અંગ્રેજોએ પણ આ ગુફામાં જવાની કોશિશ કરી પરંતુ તેમને પણ તેમાં માત્ર નિષ્ફળતા જ મળી. આ ખજાનાને “સોન ભંડાર” કહેવામાં આવે છે.

બિમ્બીસારની પત્નિ એ કરાવ્યું હતું ગુફાનું નિર્માણ

જણાવવામાં આવે છે કે તેનું નિર્માણ હર્યક વંશનાં સંસ્થાપક બિમ્બીસારની પત્નિ એ કરાવ્યું હતું. આ સોન ભંડાર ને જોવા તથા જાણવા માટે આજે પણ સંપુર્ણ વિશ્વમાંથી પર્યટકો આવે છે પરંતુ બધા ના ઉકેલાયેલ રહસ્યમય કહાની સાંભળીને આશ્ચર્યચકિત થઈને પરત ચાલ્યા જાય છે. આ સ્થાન બિહારનાં રાજગીરમાં સ્થિત છે.

આ કારણે ગુફામાં રાખ્યો છે ખજાનો

હર્યક વંશનાં સંસ્થાપક બિમ્બીસારને સોના-ચાંદી સાથે ખુબ જ લાગણી હતી. તે સોનુ અને પીળી ધાતુથી બનેલા આભુષણોને ભેગું કરતા રહેતા હતાં. તેમને ઘણી રાણીઓ હતી, જેમાંથી એક રાણી તેની પસંદનું ખુબ જ ધ્યાન રાખતી હતી. કહેવામાં આવે છે કે જ્યારે અજાણ્યા શત્રુઓએ તેમના પિતાને બંદી બનાવી લીધા અને જેલમાં નાખી દીધા ત્યારે બિમ્બીસારની પત્નિએ જેલ માં આ “સોન ભંડાર” બનાવડાવ્યું હતું. આ ગુફામાં રાજા દ્વારા ભેગું કરવામાં આવેલા તમામ ખજાનાને છુપાવવામાં આવતો હતો.

આ છે દરવાજાને ખોલવાનું રહસ્ય

આ ગુફાનાં દરવાજા પર રાખેલા પથ્થર પર શંખ લીપમાં કંઈક લખવામાં આવ્યું છે, જેને આજ સુધી કોઈ વાંચી શક્યું નથી. માનવામાં આવે છે કે તેમાં ખજાનાનાં દરવાજાને ખોલવા વિશે જણાવવામાં આવ્યું છે. જો તેને વાંચવામાં સફળતા મળી જાય છે તો ખજાના સુધી પહોંચી શકાય છે. જો આ સોનું હાથ લાગી ગયું તો પૈસાની બાબતમાં ભારત દરેક દેશને પાછળ છોડી શકે છે. જોકે અમુક લોકો આ ખજાનાને પુર્વ મગધ સમ્રાટ જરાસંઘનો હોવાનું પણ જણાવે છે પરંતુ વળી એ વાતનું પ્રમાણ વધારે છે કે આ ખજાનો બિમ્બીસારનો જ છે.

Advertisement