બિલાડી પાસેથી ભોજન લેવા માટે બે કાગડાએ બતાવ્યું ગજબનું ટીમવર્ક, લોકો બોલ્યા – યાદ આવી ગઈ ચોર-પોલીસની રમત

મનુષ્ય ભલે પોતાને ચાલક સમજે પરંતુ ઘણા જાનવર મનુષ્યથી પણ વધારે સમજદાર હોય છે. આવું અમે નથી કહી રહ્યાં પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો એક વિડીયો કહી રહ્યો છે, જેમાં એક કાગડાએ એક બિલાડી પાસેથી ખાવાનું લેવા માટે જે તરકીબ અપનાવી તે જોઈને તમને પોતાની આંખો પર વિશ્વાસ નહિ આવે. સોશિયલ મીડિયા પર પશુ-પક્ષીઓના મજેદાર વિડિયો હાલના દિવસોમાં વાયરલ થતાં રહે છે, જેમાં તેમની લડાઇ અને જુગલબંધીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હાલના દિવસોમાં એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં બે કાગડા એ એક બિલાડી પાસેથી ખાવાનું ઝડપવા માટે ગજબની તરકીબ અપનાવી હતી.

Advertisement

આપણે બધા જ જાણીએ છીએ કે કાગડાની ગણતરી સૌથી ચાલક અને હોશિયાર પક્ષીઓમાં થાય છે અને આજે તે સાબિત પણ થઈ ગયું. આ પક્ષી પોતાની ચાલાકીથી કોઈને પણ માત આપી શકે છે. તેની સાથે જોડાયેલ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બે કાગડા મળીને એક બિલાડીને એવી મૂર્ખ બનાવે છે કે તે બિલાડી જોતી જ રહી જાય છે. બંને કાગડા બિલાડી પાસેથી ભોજન લેવા માટે જે રીત અપનાવે છે, તે હકીકતમાં તમને હસવા માટે મજબૂર કરી દેશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈ સ્થાન પર એક કારની પાસે એક બિલાડી બેસીને કંઈક ખાઈ રહી હોય છે ત્યારે ત્યાં બે કાગડા પહોંચી જાય છે. એક કાગડો બિલાડીની આગળ અને બીજો બિલાડીની પાછળ આવીને બેસી જાય છે. જ્યારે બિલાડી ખાવામાં વ્યસ્ત હોય છે ત્યારે સામે બેસેલો કાગડો બિલાડી પર પોતાની ચાંચ મારે છે. ત્યારબાદ બિલાડી પણ પાછળ રહેતી નથી અને બદલો લેવા માટે બિલાડી તે કાગડાની પાછળ ભાગે છે. આ દરમિયાન તે પોતાનું ખાવાનું ત્યાં જ છોડી દે છે, જેવી બિલાડી ત્યાંથી જાય છે તો સામે બેસેલો બીજો કાગડો ખૂબ જ ઝડપથી બિલાડીના ભોજન પર તૂટી પડે છે અને તેમનું ખાવાનું ખાઈ જાય છે અને બિલાડી જોતી રહી જાય છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સને આ કાગડાની ચાલાકી ખૂબ જ પસંદ આવી રહી છે. આ જ કારણ છે કે ઘણા યૂઝર્સે આ વીડિયો પર પોતપોતાની કોમેન્ટ દ્વારા રીએક્શન પણ આપ્યા છે. એક યુઝર્સે કહ્યું છે કે, “આ નજારો ખુબ જ મજેદાર છે”. તો અન્ય યુઝર્સે લખ્યુ છે કે, “આને કહેવાય છે ટીમ વર્ક. અદભુત”. તેના સિવાય પણ બીજા ઘણા બધા યુઝર્સે આ પક્ષીઓની અલગ-અલગ અંદાજમાં પ્રશંસા કરી છે.

Advertisement