વાવાઝોડાનું આવું વિકરાળ રૂપ તમે ક્યારેય નહિ જોયું હોય, ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે “બિપરજોય વાવાઝોડું”, ગુજરાતનાં આ શહેરોમાં જોવા મળી અસર, જુઓ વિડીયો

“બિપરજોય” વાવાઝોડું ખુબ જ તીવ્ર બનીને અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે અને ટુંક સમયમાં જ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે માંડવી-જખૌ બંદર નજીક ત્રાટકવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ નજીકનાં દરિયાકાંઠાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર ચક્રવાતનાં ઘણા બધા ભયાનક વીડિયો અને તસ્વીરો વાયરલ થઈ રહ્યા છે, જે લોકોને ડરાવી રહ્યા છે. ગુજરાતનાં અન્ય શહેરનાં પણ વિડીયો જોવા માટે અંત સુધી વાંચતાં રહો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ગણપતિપુલેમાં આવેલા ચક્રવાતે કેવી રીતે દરિયાને ગાંડો બનાવ્યો છે. આ ભયાનક વીડિયોમાં લોકો ગભરાટમાં દોડતા જોવા મળી રહ્યા છે, સામેથી જોરદાર મોજા ઉછળીને સમગ્ર વિસ્તારને ઘેરી લે છે. જેના કારણે અનેક લોકો રેતી પર પડી જાય છે. આ વીડિયો બનાવનાર વ્યક્તિ પણ મોજાની ઝપેટમાં આવી જાય છે. આમાં તેનો કેમેરો પણ પડી જાય છે.

અન્ય એક વીડિયોમાં ચક્રવાતનાં કારણે થયેલી તબાહી જોવા મળી રહી છે. આ વીડિયો ગણપતિપુલે નામના મહારાષ્ટ્રીયન શહેરમાંથી સામે આવ્યો છે. ત્યારે ગુજરાત વહીવટી તંત્ર વાવાઝોડાને પહોંચી વળવાની તૈયારી કરી રહ્યું છે. સોમવારે કચ્છ જિલ્લાના કાંઠાના ગામોમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ચક્રવાતની ગંભીર અસર થવાની સંભાવના છે. વળી, હવામાન એજન્સીએ આ વિસ્તારમાં ૧૫ જુન સુધી માછલી પકડવાની કામગીરી પર સંપુર્ણ પ્રતિબંધ લગાવવાની સલાહ આપી છે.

આઇએમડીએ લોકોને દરિયાકાંઠે પાછા ફરવા અને ઓફશોર અને ઓનશોર પ્રવૃત્તિઓનો ન્યાયીપુર્વક નિકાલ કરવા જણાવ્યું છે. એમ આઇએમડીએ વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને કડક તકેદારી રાખવાની, તેમના વિસ્તારોની પરિસ્થિતિ પર નિયમિતપણે નજર રાખવાની અને યોગ્ય સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. જિલ્લા અધિકારીઓને તેના પર નજર રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે.

રાજકોટમાં વાવાઝોડા બીપરજોયે બાઇકને પણ ઉડાવી દીધી

બિપરજોય વિડીયો : વડોદરામાં રેતીનું વાવાઝોડું

ભુજમાં માછીમારોની હોડીઓ કહી રહી છે સંપુર્ણ કહાની

જામનગરથી દ્વારકા જવા રવાના થઈ સેના

મુંબઈના મરીન ડ્રાઈવ પર વાવાઝોડાની અસર


વાવાઝોડું બીપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. મુંબઈના મરીન ડ્રાઈવ પર ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

દ્વારકામાં ઓલ ઈન્ડિયા રેડિયોનો ટાવર તોડી પડાયો


ગુજરાતના દ્વારકામાં ઓલ ઇન્ડિયા રેડિયોનો એક ટાવર તોડી પાડવામાં આવ્યો હતો. ટાવરને અસુરક્ષિત જાહેર કરાયો હતો. વાવાઝોડું પસાર થયા બાદ તેની જગ્યાએ નવો ટાવર બનાવવામાં આવશે.