બ્લેક ડાયમન્ડ એપલ સ્વાદમાં મધથી પણ વધારે હોય છે મીઠાં, સંપૂર્ણ દુનિયામાં માત્ર આ જગ્યાએ મળે છે

Posted by

“અન એપલ અ ડે, કીપ ધ ડોક્ટર અવે” તમે લોકોએ અંગ્રેજીની આ કહેવત જરૂર સાંભળી હશે. તેનો મતલબ થાય છે કે દરરોજ એક સફરજન ખાઓ અને ડોક્ટરથી દૂર રહો. સફરજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે. તેની અંદર ઘણાં બધાં વિટામિન અને મિનરલ્સ હોય છે. આ જ કારણ છે કે તેને દરરોજ ખાવામાં આવે તો શરીરને બધા જરૂરી પોષક તત્વો સરળતાથી મળી જાય છે. દરરોજ સફરજન ખાવાથી બિમારીઓ પણ આપણાથી દૂર રહે છે.

બજારમાં સફરજન ખરીદવા જાઓ તો ઘણા પ્રકારની વેરાયટી મળે છે. તેમાં લાલ અથવા તો અમુક લીલા સફરજન સૌથી વધારે કોમન છે. સામાન્ય રીતે સફરજન પણ બીજા બધા ફળોથી મોંઘા હોય છે. જોકે તેની કિંમત સીઝન પર ડીપેન્ડ કરે છે. છતાં પણ જોવામાં આવે તો ઘણા લોકો દરરોજ સફરજન ખાતા નથી. આમ તો તમે પણ તમારી લાઈફમાં ઘણા પ્રકારનાં સફરજન ખાધા હશે કે જોયા હશે પરંતુ આજે અમે તમને એક એવા સફરજન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેને જોવું તો દૂર તમે તેના વિશે પહેલા ક્યારેય સાંભળ્યું પણ નહિ હોય.

આજે અમે “બ્લેક ડાયમંડ એપલ” વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ સફરજન Hua Niu  પરિવારનાં હોય છે. તેને ચાઈનીઝ રેડ ડિલિશિયસ પણ કહેવામાં આવે છે. આ સફરજન સામાન્ય લાલ કે લીલા સફરજનથી ઘણા અલગ હોય છે. તેનો રંગ ડાર્ક પર્પલ હોય છે. આ સફરજનની દુનિયાભરમાં ઘણી માંગ રહે છે. જો કે તે દરેક દેશમાં ઉત્પન્ન થતા નથી. તેનું ઉત્પાદન માત્ર અમુક ભાગમાં કરવામાં આવે છે.

સંપૂર્ણ દુનિયામાંથી માત્ર તિબ્બત નાં “નાઈંગ-ચી” ક્ષેત્રમાં જ આ સફરજન મળી આવે છે. ચીનની એક કંપની તો ૫૦ હેક્ટરમાં આ સફરજનની ખેતી પણ કરે છે. આ જગ્યા સમુદ્ર તળથી ૩૧૦૦ મીટરની ઉંચાઇ પર સ્થિત છે. જોકે આ જગ્યા ખૂબ જ વધારે ઊંચાઈ પર છે. એટલા માટે અહીયાનાં દિવસ અને રાતનાં તાપમાનમાં ઘણું અંતર જોવા મળે છે. અમુક લોકોનું માનવું છે કે અહીં દિવસમાં આ સફરજન પર ઘણા બધા અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે, જેનાં કારણે તેનો રંગ રીંગણીયો થઈ જાય છે.

“બ્લેક ડાયમંડ એપલ” ની ખેતી વર્ષ ૨૦૧૫માં શરૂ થઈ હતી. આ સફરજન બીજિંગ, શાંઘાઈ, ગૂઆગજો અને શેનજેનનાં સુપરમાર્કેટમાં સૌથી વધારે મળે છે. આ સફરજનની સૌથી ખાસ વાત એ છે કે તે સ્વાદમાં મધથી પણ વધારે મીઠા હોય છે. તેને ખાઈને ખૂબ જ  આનંદ આવે છે. જે આ સફરજનને એકવાર ખાય છે, તે તેને વારંવાર ખાવા માટે તડપે છે. તે દેખાવમાં અને સ્વાદમાં બન્નેમાં ઘણા સારા હોય છે.

આ સફરજનને કિલોની જગ્યાએ ૬ થી ૮ પેકમાં વહેંચવામાં આવે છે. “બ્લેક ડાયમંડ એપલ” ની કિંમત ૫૦ યુઆન છે. તેને રૂપિયામાં બદલવામાં આવે તો લગભગ ૫૦૦ રૂપિયા થાય છે. મતલબ કે એક સિંગલ સફરજન તમને લગભગ ૫૦૦ રૂપિયાનું પડશે. આ કિંમત તમારામાંથી ઘણા બધા લોકોને ખૂબ જ વધારે લાગી શકે છે પરંતુ તેની ઓછી ખેતી, સારો સ્વાદ અને યુનિક લુક તેને મોંઘુ બનાવે છે.