બોલ્ડ સીન કરતા સમયે વિનોદ ખન્નાએ માધુરીના હોઠ પર ભરી લીધું હતું બટકું, ચૂકવવું પડ્યું હતું એક કરોડ રૂપિયાનું વળતર

જૂના જમાનાનાં મશહૂર અભિનેતા વિનોદ ખન્નાને કોણ ઓળખતું નહી હોય. તેમની ઘણી ફિલ્મો આજે પણ લોકોનાં મનમાં તાજી છે. તેમની એક્ટિંગના ચાહક ફક્ત તેમના ફેન્સ જ નહી પરંતુ ઘણા ફિલ્મી સિતારાઓ પણ તેમના જબરા ફેન હતાં. આજે અમે તેમની એક એવી ફિલ્મના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમના રોમેન્ટિક અને ઇંટીમેટ સીને સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચાવી દીધો હતો. અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ દયાવાનની. આજે અમે તેમના એ જ સીન પાછળની અમુક હકીકત જણાવવા જઈ રહ્યા છીએ.

ફિલ્મ દયાવાનનાં ઈન્ટિમેટ સીનની જ્યારે પણ વાત આવે છે તો એક તરફ એવું કહેવામાં આવે છે કે માધુરીએ પોતાની મરજીથી ઇંટીમેટ સીન આપ્યો હતો જ્યારે બીજી તરફ એવો દાવો કરવામાં આવે છે કે માધુરી તે રોમેન્ટિક સીનનાં શૂટિંગ બાદ વિનોદ ખન્ના પર ખુબ જ ગુસ્સે થઈ ગઈ હતી. જણાવી દઈએ કે વર્ષ ૧૯૮૮માં રીલિઝ થયેલી આ ફિલ્મ બોલિવૂડની અમુક વિવાદિત ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે.

માધુરીની સુંદરતાના દીવાના હતા વિનોદ ખન્ના

૯૦નાં શરૂઆતી દશકમાં બોલીવુડની સદાબહાર અદાકાર માધુરી દીક્ષિતનો સિક્કો ખૂબ જ ચાલતો હતો. તે દિવસોમાં તેમની સુંદરતાનાં ફક્ત ફેન્સ જ નહી પરંતુ ઘણા અભિનેતાઓ પણ માધુરીની સુંદરતા પર ફિદા હતા. કહેવામાં આવે છે કે ફિલ્મ દયાવાનનાં શુટિંગ સેટ પર માધુરીની સુંદરતા જોઈને વિનોદ ખન્ના પણ તેમના દિવાના થઈ ગયા હતા.

જાણો શું હતી તે પુરી ઘટના

જણાવી દઈએ કે ફિલ્મ દયાવાનનાં નિર્દેશક ફિરોજખાન હતાં. તેમણે ફિલ્મમાં માધુરી અને વિનોદ ખન્નાનો એક બોલ્ડ સીનને રાખ્યો હતો. પટકથાનાં અનુસાર વિનોદ અને માધુરીએ લીપ કિસ કરવાનું હતું. જેના લીધે તેમની તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી હતી અને ફિલ્મની શૂટિંગ શરૂ થઈ. કહેવામાં આવે છે કે હોટ સીન કરતા સમયે વિનોદ ખન્નાને શૂટિંગ શરૂ હોવાનું યાદ પણ ના રહ્યું અને તે હકીકતમાં માધુરીને કિસ કરવા લાગ્યા હતા. આ બધું જોઇને ડાયરેક્ટરે સીન કટ કરવાના આદેશ આપ્યા પરંતુ વિનોદ ખન્ના માન્યા નહીં અને તે સતત માધુરીને કિસ કરતા રહ્યા અને તેમના હોઠ પર બચકું ભરી લીધું હતું. ત્યારબાદ સુટિંગ સેટ પર માધુરીએ ધમાલ મચાવી દીધી હતી.

માધુરીને ૧ કરોડ રૂપિયા આપીને કરવામાં આવી શાંત

મીડિયા રિપોર્ટ્સના મુજબ આ સીન બાદ માધુરી દીક્ષિત વિનોદ ખન્નાથી ખૂબ જ નારાજ થઈ ગઈ અને તેમણે શુટિંગ સેટ પર જ કસમ ખાઈ લીધી કે તે બીજીવાર વિનોદ ખન્નાની સાથે કોઈપણ ફિલ્મ કરશે નહી ત્યારબાદ માધુરીએ ફિરોઝ ખાનને વિનંતી કરી કે પ્લીઝ આ સીનને ફિલ્મમાંથી હટાવી દો, પરંતુ લાખ વિનંતી કરવા છતાં પણ ફિરોજખાન માન્યા નહી અને તેમણે માધુરીને નોટિસ આપીને કહ્યું કે તમને આ સીન માટે એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તે દિવસોમાં ૧ કરોડ રૂપિયાની કિંમત ખૂબ જ વધારે હતી, તેવામાં ૧ કરોડ રૂપિયા આપીને માધુરીની નારાજગીને ઓછી કરવામાં આવી અને ફિરોઝ ખાને આ મામલાને દબાવી દીધો. જોકે માધુરી જણાવે છે કે આ ફિલ્મ તેમના કરિયરની સૌથી ખતરનાક ફિલ્મ હતી અને આજે પણ તે ફિલ્મની યાદો તેમના મગજમાં તાજી છે. માધુરી જણાવે છે કે જ્યારે વિનોદ ખન્નાએ તેમની સાથે જબરદસ્તી કિસ કરી તો તે સમયે તે રડી રહી હતી અને સીન ખતમ થયા બાદ તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.