બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કોરોના વેક્સિન લગાવવા વાળી પહેલી ભારતીય અભિનેત્રી બની આ એક્ટ્રેસ, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યો અનુભવ

હમ, ગોપી કિશન, આંખે, બેવફા સનમ, ખુદા ગવાહ જેવી હિટ ફિલ્મોથી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવા વાળી એક્ટ્રેસ શિલ્પા શિરોડકર ખૂબ જ લાંબા સમયથી મોટા પડદા પરથી ગાયબ હતી. જોકે શિલ્પા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. તેમનું કારણ એ છે કે શિલ્પાએ હાલમાં જ વેક્સિન લગાવી છે અને તેમની તસ્વીર તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. સૌથી ખાસ વાત એ છે કે શિલ્પા વેક્સિનેશન લગાવવાળી પહેલી ભારતીય અભિનેત્રી બની ચૂકી છે.

શિલ્પા શિરોડકરની જે તસ્વીર વાયરલ થઇ રહી છે તેમાં તેમણે ચહેરા પર માસ્ક લગાવેલું છે સાથે જ તેમના હાથ પર પટ્ટી બાંધેલી નજર આવી રહી છે. આ તસ્વીરને શેર કરતા તેમણે લખ્યું કે, “વેક્સિનેટેડ અને સુરક્ષિત… તે ન્યુ નોર્મલ છે… ૨૦૨૧ માં આવી રહી છું”. હવે શિલ્પાની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. જણાવી દઈએ કે શિલ્પાની સિવાય હજુ સુધી કોઈપણ ભારતીય એક્ટ્રેસે વેક્સિન લગાવી નથી.

તમને જણાવી દઈએ કે તેમને આ વેક્સિન દુબઈમાં લગાવવામાં આવી છે. તેમના કરિયરની વાત કરવામાં આવે તો શિલ્પાએ ઘણી બધી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ બાદમાં તે બોલિવૂડથી દૂર થઇ ગઇ હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૦૦માં લગ્ન થયા બાદ મારા પતિ અને હું ૫ વર્ષ સુધી લોંગ ડિસ્ટન્સમાં રહ્યા હતાં. બાદમાં હું દુબઈ ચાલી ગઈ. ત્યાં પરિવારની સાથે ખુશ રહેવા લાગી પરંતુ હું મારા કામને ખૂબ જ મિસ કરતી હતી.

જોકે હવે શિલ્પા ખૂબ જ જલ્દી બોલીવુડમાં કમબેક કરી શકે છે. તેમની જાણકારી તેમણે પોતે જ આપેલી છે. ફિલ્મમાં કમબેકને લઈને એક્ટ્રેસે કહ્યું કે, મારા સમયથી લઈને હાલના સમયમાં સિનેમા જગતમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું છે. હવે લોકો વધારે પ્રોફેશનલ થઈ ગયા છે. હું પોતાના કરિયરના જે સ્ટેજ પર છું ત્યાં રોમેન્ટિક લીડ કેરેક્ટર પ્લે કરવાના વિશે વિચારી શકતી નથી.

શિલ્પાએ આગળ જણાવ્યું કે તેમને પરદા પર પરત ફરવાની ખુશી થઇ રહી છે. શિલ્પા ફિલ્મોમાં તો પરત ફરવા જઈ રહી જ છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણા વર્ષોથી એક્ટિવ છે. તેમના ફેન્સ તેમની તસ્વીરોને ખૂબ જ પસંદ પણ કરે છે. હવે શિલ્પાએ કોરોનાની વેક્સિન લગાવીને પોતાના ફેન્સને વધારે એક સરપ્રાઈઝ આપી દીધી છે. ફેન્સ તેમની આ પોસ્ટ પર ખુશ થઇ રહ્યા છે અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.