બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે ઋત્વિક રોશનની સુંદર બહેન પશ્મિના, જાણો ક્યારથી કરી શકે છે ડેબ્યુ

ફિલ્મ “કહોના પ્યાર હૈ” થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેતા ઋત્વિક રોશને પોતાના અભિનય દ્વારા તે સાબિત કરી દીધું છે કે તેમનો જન્મ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે જ થયો છે. પોતાની પહેલી ફિલ્મ “કહોના પ્યાર હૈ” બાદ ઋત્વિક રોશને બધા જ લોકો પર પોતાનો એવો જાદુ ચલાવ્યો કે બધી જ ઉંમરના લોકો તેમના દીવાના બની ગયા. ઋત્વિક રોશન પોતાના સમયના મશહૂર અને સુપરહિટ એક્ટર રાકેશ રોશનના દિકરા છે.

હાલના સમયમાં ઋત્વિક રોશન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી ટેલેન્ટેડ અને સફળ એક્ટરમાંથી એક છે. પોતાની પેઢીમાં ઋત્વિક રોશન અત્યાર સુધી રોશન પરિવારના એકલા એવા સદસ્ય છે કે જેમણે બોલિવૂડમાં પગલું માંડ્યું છે. સ્ટાર પરિવારથી હોવા છતાં ઋત્વિક રોશને બોલિવૂડમાં પોતાના ટેલેન્ટના દમ પર સફળતા પ્રાપ્ત કરી છે.

હવે ઋત્વિક રોશનની બહેન પશ્મીના રોશન પણ એક્ટિંગની દુનિયામાં પોતાનું ડગલુ રાખવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટના અનુસાર રીતિક રોશનના કાકા રાજેશ રોશનની પુત્રી પશ્મીના રોશન પણ ખૂબ જ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ડગલુ રાખતા પહેલા પશ્મિના પોતાના ડેબ્યૂની તૈયારી કરવામાં લાગી ગઇ છે.

તેના સિવાય ઋત્વિક રોશન પોતાની નાની બહેન પશ્મિનાને ગાઈડ કરવા માટે પોતે પણ ટ્રેનિંગ આપી રહ્યા છે. રિપોર્ટના અનુસાર ઋતિક રોશન પશ્મીના ની સૌથી નજીક છે. તેથી તે પોતે પર્સનલી તેમને ગાઈડ કરી રહ્યા છે. બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ પશ્મીના બીજી યંગસ્ટર્સને બરાબરની ટક્કર આપી શકે છે.

જો ઋત્વિક રોશનની વાત કરવામાં આવે તો પાછલા દિવસોમાં તેમની રિલીઝ થયેલી ફિલ્મ “વોર” સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં ઋત્વિકની સાથે ટાઇગર શ્રોફ પણ મુખ્ય ભૂમિકામાં હતા. ઋત્વિક રોશન અને ટાઇગરની ફિલ્મ “વોર” એ બોક્સ ઓફિસ પર ખૂબ જ સારી કમાણી કરી હતી.

સૂત્રોના અનુસાર પશ્મિના ફક્ત ૧૮ વર્ષની લાગે છે પરંતુ સમજદારીના મામલામાં તેમની ઉમર ૪૦ વર્ષના વ્યક્તિ જેટલી છે. પશ્મિના ની ઉંમર ૨૪ વર્ષ છે અને ૧૦ નવેમ્બરના રોજ પશ્મિના ૨૫ વર્ષની થઈ જશે. પશ્મિનાની પાસે ખૂબ જ મજબૂત થિયેટર બેકગ્રાઉન્ડ છે. તેના સિવાય પશ્મીના એ બૈરી જોન એક્ટિંગ સ્કૂલમાં ૬ મહિનાનો સ્પેશિયલ કોર્સ પણ કર્યો છે.

પશ્મિનાએ થિયેટર એક્ટર અભિષેક પાંડે અને ગોલ્ડ બર્ગમાંથી પણ એક્ટિંગની ટ્રેનિંગ લીધી છે. અમે તમને જણાવી દઈએ કે પશ્મીના બી-ટાઉનમાં પગલું માંડનાર રોશન ફેમીલીની થર્ડ જનરેશનની પહેલી સદસ્ય હશે. ઋત્વિક રોશન પશ્મીનાની ખૂબ જ નજીક છે અને તેમણે પશ્મીનાની સાથે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ઘણા સારા ફોટા શેર કર્યા છે.

પશ્મીના એ જ્યારે પહેલીવાર થિયેટર કર્યું હતું ત્યારે ઋત્વિક રોશને સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી. પોતાની કઝીન સિસ્ટરને લઈને ઋત્વિક રોશન ખૂબ જ એક્સાઈટેડ છે. ફિલ્મમાં આવ્યા પહેલા પશ્મિનાએ સ્ટેજ એક્ટરના રૂપમાં પોતાનું નામ બનાવી ચૂકી છે. હવે જોવાનું એ રહે છે કે ઋત્વિક રોશનની જેમ જ તેમની કઝીન સિસ્ટર પણ ધમાકેદાર ડેબ્યૂ કરે છે કે નહી.