બોલિવૂડમાં ખૂબ જ જલ્દી પગલાં માંડવા જઈ રહી છે આ પાકિસ્તાની એક્ટ્રેસ, સુંદરતાના લીધે મચાવી રહી છે હંગામો

પાકિસ્તાન ફિલ્મી જગતમાં કામ કરનાર દરેક સ્ટાર્સનું સપનું હોય છે કે તે બોલિવૂડમાં પણ કામ કરે. ઘણા બધા પાકિસ્તાનના અભિનેતાઓને તો બોલિવૂડમાં કામ કરવાની તક પણ મળી છે અને તેમણે બોલિવૂડમાં કામ કરીને ખુબ જ નામ કમાવ્યુ છે. હવે ખૂબ જ જલ્દી પાકિસ્તાનની વધુ એક અભિનેત્રી બોલિવૂડમાં પગલાં પાડવા જઈ રહી છે અને બોલિવૂડ ફિલ્મોમાં ખૂબ જ જલ્દી નજર આવી શકે છે.

આ અભિનેત્રીનું નામ Aleeze Nasser છે. Aleeze Nasse એ પાકિસ્તાનની ફિલ્મ “યાલધાર” માં કામ કર્યું છે. વળી હવે તે બોલિવૂડ ફિલ્મોમાં નજર આવી શકે છે. ખબરોના અનુસાર પાકિસ્તાની અભિનેત્રી Aleeze Nasse ને એક બોલીવુડ ફિલ્મ ઓફર થઈ છે, જેને તેમણે સાઈન પણ કરી લીધી છે.

Aleeze Nasse પાકિસ્તાનમાં ખૂબ જ ફેમસ છે અને હવે તે બોલિવુડમાં પગલા માંડવા જઈ રહી છે. દુબઈમાં જન્મેલી Aleeze Nasse એ ત્યાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો, ત્યારબાદ તે અમેરિકા ચાલી ગઇ હતી જ્યાંથી તેમણે ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાં સિનેમાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે મોડેલિંગની દુનિયામાં હાથ અજમાવ્યો હતો અને તેમાં પણ તેમણે ખૂબ જ નામ કમાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Aleeze Nasser (@aleezenasserofficial)

દુબઈમાં મોડેલિંગ કરવા દરમિયાન પાકિસ્તાની નિર્દેશક હસન રાણાએ પોતાની ફિલ્મ “યાલધાર” માં તેમને ઓફર કરી હતી. આ ફિલ્મમાં Aleeze ના કામને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું અને હવે તે ઘણી બધી ફિલ્મોમાં નજર આવશે. Aleeze નું સપનું બોલિવૂડમાં કામ કરવાનું છે અને તેમનું તે સપનું ખૂબ જ જલ્દી પૂરું થશે. Aleeze ના અનુસાર તે હંમેશાથી જ બોલિવૂડની ખૂબ જ મોટી પ્રશંસક રહી છે. તેમને શાહરુખખાન ખૂબ જ પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Aleeze Nasser (@aleezenasserofficial)

Aleeze સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. પાકિસ્તાનમાં તેમને ખૂબ જ સારી ઓળખ મળી ચૂકી છે, વળી હવે તે બોલિવૂડમાં પણ કામ કરશે. જોકે તેમને કઈ ફિલ્મ ઓફર થઈ છે તેમના વિશે વધુ જાણકારી મળી નથી.