બોલિવૂડમાં પરત ફરવા માટે તનુશ્રી દત્તાએ ઘટાડ્યું ૧૫ કિલો વજન, હવે લાગી રહી છે આટલી સુંદર

Posted by

અભિનેત્રી તનુશ્રી દત્તાએ હાલમાં જ પોતાનાં અમુક ફોટા શેર કર્યા છે જેને જોઈને દરેક વ્યક્તિ હેરાન છે. હકીકતમાં તનુશ્રી દત્તાએ પોતાનું વજન ખૂબ જ ઘટાડી નાખ્યું છે અને પોતાના નવા લૂકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તનુશ્રી દત્તા અનુસાર તેમણે પોતાનું ૧૫ કિલો વજન ઘટાડ્યું છે.

તનુશ્રી એ પોતાના ટ્રાન્સફોર્મેશનની કહાની લોકોની સાથે શેર કરી છે અને ખૂબ જ મોટી પોસ્ટ પણ લખી છે. પોતાનાં ફોટોનાં શેર કરતાં તનુશ્રી દત્તાએ લખ્યું છે કે મે આ નોકરીને સ્વીકાર કરી નથી કારણકે હું પોતાના એક્ટિંગના કરિયરને ફરીથી શરૂ કરવા માંગુ છું. મહામારીનાં ખતમ થયા બાદ મારે આ નોકરી માટે એલ.એ./ન્યુ યોર્કમાં રહેવું પડશે. જેના લીધે મને ત્રણ વર્ષ સુધી અમેરિકાથી પરત ભારત આવવા માટેની પણ અનુમતિ નહીં મળે. તેના માટે મારે ત્રણ વર્ષના કોન્ટ્રાકટ પર સાઇન પણ કરવી પડશે. સુરક્ષાના ક્ષેત્ર સાથે સંબંધિત હોવાના કારણે આ નોકરીના નિયમ પણ કડક છે. કારણ કે કર્મચારી વારંવાર નોકરી છોડે નહી.

પોતાની પોસ્ટમાં તનુશ્રી દત્તાએ આગળ લખ્યું કે મને બોલિવૂડ અને મુંબઈમાં ખૂબ જ સારા લોકો મળ્યા છે તેથી હું ભારત પરત ફરી ગઈ છું. થોડા સમય માટે અહિયાં જ રહીશ અને અમુક શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ પર કામ કરીશ. બોલિવૂડમાંથી મને ફિલ્મ અને વેબ સીરીઝમાં કામ કરવાની ઓફર પણ આવી રહી છે. આ સમયમાં ૩ દક્ષિણ ફિલ્મ મેનેજર્સ અને મુંબઈના ૧૨ કાસ્ટિંગ ઓફિસરના સંપર્કમાં છું.

તનુશ્રીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે તે એવા લોકો છે જે સત્ય જાણે છે અને અંદર અંદર જ મારી સાથે છે. તે મારા શુભચિંતકો છે. અમુક મોટા પ્રોડકશન હાઉસ પણ છે જેમની સાથે લીડ રોલ માટે વાત ચાલી રહી છે. મહામારીનાં લીધે શૂટિંગની તારીખ પણ નક્કી થઈ શકતી નથી જેના લીધે હું કોઇ મોટી ઘોષણા નહીં કરી શકું. હમણાં હાલમાં જ મેં એક બ્યૂટી કોમર્શિયલ શૂટ કર્યું છે અને મેં ઘોષણા કરી છે કે હું પરત આવી ચૂકી છું. ૧૫ કિલો વજન ઘટાડીને હવે હું ખૂબ જ સારી દેખાઈ રહી છું.

તનુશ્રી દત્તાએ પોતાની પોસ્ટની સાથે જે ફોટો શેર કર્યો છે તેમાં તે ખૂબ જ સુંદર નજર આવી રહી છે. પૂર્વ મિસ યુનિવર્સ તનુશ્રી દત્તાની આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે તે ફરીથી બોલિવૂડમાં કામ કરવા માટે પ્લાન બનાવી રહી છે. મહત્વપૂર્ણ છે કે તનુશ્રી દત્તાએ આશિક બનાયા આપને સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ થોડા સમય બાદ તેમણે બોલિવૂડથી અંતર બનાવી લીધું હતું અને અમેરિકા ચાલી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *