બોલિવૂડનાં આ અભિનેતાને એક સમયે મળતા હતાં માત્ર ૩૫ રૂપિયા અને આજે છે કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ જીવે છે સાદગીભર્યું જીવન

Posted by

બોલીવુડમાં ઘણા સ્ટાર્સ થયા જેમણે ઘણી મહેનતના દમ પર શૂન્યથી લઈને શિખર સુધીનું સફર પાર કર્યું. તેમાંથી એક છે પોતાના ધમાકેદાર એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરી માટે જાણીતા નાના પાટેકર. દેશના સૌથી પ્રતિભાવાન અભિનેતાઓમાં નાના પાટેકર સામેલ છે. હિન્દી ફિલ્મોથી લઈને મરાઠી ફિલ્મો સુધી નાના પોતાની દમદાર એક્ટિંગનો જલવો બતાવી ચૂક્યા છે અને દરેક તેમને ઘણો પ્રેમ કરે છે પરંતુ તમે નાના પાટેકરની લાઈફ સ્ટાઇલ વિશે નહિ જાણતા હોય. તો ચાલો આજે અમે તમને તેમની લાઈફસ્ટાઈલ વિશે જણાવી દઈએ.

હકિકતમાં નાના પાટેકર પોતાના સ્કૂલના દિવસોથી જ એક્ટિંગ કરતા હતાં. ત્યારબાદ તેમણે આર્ટસ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું અને બાદમાં એક એડ એજન્સીમાં કામ કરવા લાગ્યાં. આ દરમિયાન તેમને ફિલ્મ “આજ કી આવાઝ” ની ઓફર મળી અને અહીયાથી તેમનું ફિલ્મી કરિયર શરૂ થઈ ગયું મીડિયા રિપોર્ટ પ્રમાણે નાના ને ખાવામાં લીટ્ટી અને ચણાનું શાક ખાવાનું ઘણું પસંદ છે. વળી તેઓ પોતાને ફિટ રાખવા માટે વ્યાયામ પણ કરે છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે નાના એક સારા કુક પણ છે અને ઘણી પ્રકારના ભોજન બનાવવાનું પસંદ કરે છે.

નાના પાટેકર એક ગરીબ પરિવારમાંથી આવે છે. શરૂઆતથી જ તેમણે ઘણી ગરીબી જોઈ. પિતાનો બિઝનેસ બંધ થયા બાદ નાના પાટેકરે પોતે ઝીબ્રા ક્રોસિંગ અને ફિલ્મના પોસ્ટર પેન્ટ કર્યા હતાં. તેઓ એક જગ્યાએ પાર્ટ ટાઈમ નોકરી પણ કરતા હતાં, જ્યાં તેમને પ્રત્યેક દિવસના હિસાબથી ૩૫ રૂપિયા અને એક સમયનું ખાવાનું મળતું હતું. નાના “પ્રહાર” ફિલ્મનાં શૂટિંગ માટે ત્રણ વર્ષ સુધી આર્મી ટ્રેનિંગ પ્રોગ્રામનો ભાગ રહ્યા હતાં. જેમના માટે તેમને કેપ્ટનની રૈક પણ મળી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નાના પાટેકર એક ફિલ્મ માટે લગભગ ૧ કરોડ રૂપિયાથી વધારે ફી ચાર્જ કરે છે.

નાના પોતાની મોટાભાગની કમાણી ફિલ્મો, બ્રાન્ડ પ્રમોશન, વિજ્ઞાપન દ્વારા કરે છે. એટલું જ નહીં નાના પાટેકર પોતે ફાર્મિંગ કરવાનું પસંદ કરે છે અને ઘઉં ચોખા જેવી ચીજો પણ ઉગાડે છે. સાથે જ તેમને ખેતીથી જે પૈસા આવે છે, તેનાથી તે ખેડૂતોની મદદ પણ કરે છે. વાત નાના પાટેકરના કાર કલેક્શનની કરીએ તો તેમની પાસે એક થી એક ચડિયાતી લગ્ઝરી કાર છે. તેમની પાસે લગભગ ૨-૩ લાખ રૂપિયાની કિંમત વાળી મહેન્દ્રા જીપ સીજે-૪, લગભગ ૯૦ લાખની કિંમત વાળી કાર ઓડી Q-7 અને લગભગ ૧૭ લાખ રૂપિયા વાળી મહિન્દ્રા સ્કોર્પિયો કાર છે.

નાના પાટેકર પાસે મુંબઈમાં આલિશાન ઘર છે અને તેનાં સિવાય તેમની પાસે પુના પાસે ખડકવાસલામાં એક આલીશાન ફાર્મ હાઉસ છે, જે લગભગ ૨૫ એકરમાં ફેલાયેલું છે. નાના પોતાનો મોટાભાગનો સમય અહીયા પસાર કરવાનું પસંદ કરે છે. અહીયા ૭ રૂમ અને ૧ મોટો હોલ છે. આ ફાર્મ હાઉસમાં ઘઉં, અને ઘણા શાકભાજી ઉગાડવામાં આવે છે, જેના પૈસા નાના મજદૂરમાં વેચી દે છે. વાત જો નાના પાટેકરની કુલ સંપત્તિની કરીએ તો તે લગભગ ૫૦ કરોડ રૂપિયાની આસપાસ છે. ભલે આજે નાના પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે પરંતુ તેમ છતાં પણ પોતાનું જીવન ખૂબ જ સાદગીથી જીવે છે અને લોકોની મદદ માટે જાણીતા છે.