બોલિવૂડના આ એક્ટર સાથે થઈ હતી જુહીની સગાઈ, પરંતુ ૪ દિવસમાં જ તૂટી ગયો હતો સંબંધ

બોલિવૂડની મશહૂર એક્ટ્રેસ જુહી ચાવલાને તો બધા જ ઓળખતા હશે. જુહી ચાવલા આમ તો પડદા પર હવે વધારે જોવા મળતી નથી પરંતુ ફિલ્મ “ગુલાબ ગેંગ” માં તેમણે ખૂબ જ અલગ પાત્ર ભજવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. એક જમાનામાં જુહી ચાવલા લોકોના દિલમાં રાજ કરતી હતી. તેમના સ્મિતના અને માસૂમ ચહેરાના ઘણા લોકો દિવાના હતા. પરંતુ શું તમે જાણો છો જ્યારે જુહી ફિલ્મમાં આવી હતી તે દરમિયાન બોલિવૂડના એક્ટરે જૂહી સાથે સગાઈ કરી હતી પરંતુ થોડા જ દિવસોમાં આ સંબંધ તૂટી ગયો હતો. ચાલો જાણી લઈએ આખરે શું હતી કહાની.

બિઝનેસમેન સાથે થયા છે જુહીના લગ્ન

જુહી ચાવલાના લગ્ન બિઝનેસમેન જય મહેતા સાથે થયા છે અને બંને ઘણા વર્ષોથી સાથે છે. પરંતુ જય સાથે લગ્ન કરતા પહેલા જુહીએ કોઈ બીજાના નામની વીંટી પહેરી હતી. હકીકતમાં જય સાથે લગ્ન કરતા પહેલા જુહીની સગાઈ કોઈ અન્ય વ્યક્તિ સાથે થઈ હતી અને તે સગાઈ ફક્ત ૪ દિવસમાં જ તૂટી ગઈ હતી. એટલું જ નહીં તેમની પાસેથી વીંટી પણ પરત લઇ લેવામાં આવી હતી.

ઇમરાન ખાન કરવા માંગતા હતા જુહી સાથે લગ્ન

જુહીની સફળ ફિલ્મ “કયામત સે કયામત તક” તો તમને યાદ જ હશે. આ ફિલ્મમાં તેમણે આમિર ખાનની સાથે કામ કર્યું હતું અને બંનેની જોડીને લોકોએ ખૂબ જ પસંદ પણ કરી હતી. આ ફિલ્મ દરમિયાન જુહીને અમીરખાનના ભત્રીજા અને આજના મશહૂર એક્ટર ઇમરાન ખાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

જુહીને પસંદ કરવા લાગ્યા હતા પાંચ વર્ષના ઇમરાન

ઇમરાન આ ફિલ્મમાં આમિર ખાનના બાળપણનો રોલ નિભાવી રહ્યા હતા અને તેમની મુલાકાત અહીંયા જ જુહી ચાવલા સાથે થઈ હતી. પાંચ વર્ષના ઇમરાન અને જુહીની દોસ્તી ફિલ્મ દરમિયાન ખૂબ જ જામી ગઈ હતી. આ ફિલ્મની શૂટિંગ ખતમ થયા પહેલા જ ઇમરાન ખાને જીદ પકડી કે તે જુહી સાથે લગ્ન કરવા માંગે છે. ઇમરાન ખાનની આ જીદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતાં. જુહી ચાવલાએ ઇમરાન ખાનને સમજાવ્યું કે જ્યારે તે મોટા થઈ જાય ત્યારે તે તેમની સાથે લગ્ન કરશે. પરંતુ ઇમરાન ખાને બધાની વાતોને નજર અંદાજ કરી લીધી અને તેની સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધું.

ઇમરાને જુહીને પહેરાવી વીંટી

સેટ પર બીજા દિવસે ઇમરાન પોતાની માં ની વીટી લઈને આવ્યા અને જુહી ચાવલાને કહ્યું કે તેને પહેરી લો. જુહીએ ઇમરાન ખાનની સાદગી જોઈને તેમને મનાઈ કરી નહી અને તે વીંટી પહેરી લીધી. પરંતુ તેના ચાર દિવસ પછી અચાનક ઇમરાન જુહી ચાવલાની પાસે આવ્યા અને બોલ્યા કે આ વીંટી મને પરત કરી દો, જુહી એ ખુબ જ દુખી મનથી તે વીંટી ઇમરાન ખાનને પરત કરી દીધી.

આજે પણ ઇમરાન ખાનને પસંદ છે જુહી

આજે જ્યારે જુહી ચાવલા ફિલ્મોથી દૂર છે તો ઇમરાન ખાન ફિલ્મોમાં પોતાનું નામ બનાવી રહ્યા છે. તેવામાં જુહી આજે પણ ઇમરાનને આ ઘટના યાદ અપાવે છે. જોકે ઈમરાન ખાનના લગ્ન થઈ ચૂક્યા છે અને તે એક દીકરીના પિતા પણ છે, પરંતુ આ ઘટના આજે પણ તેમને યાદ છે અને તે જુહીને પોતાનો પહેલો પ્રેમ માને છે. ઇમરાન ખાન ઘણા ઇન્ટરવ્યૂમાં પણ આ વાતનો ઉલ્લેખ કરી ચુક્યા છે.