બોલિવૂડના આ બાળ કલાકારો હવે મોટા થઈને લાગે છે ખુબ જ સુંદર, જુઓ તેમની સુંદર તસ્વીરો

Posted by

બોલીવુડમાં ઘણા એવા બાળ કલાકારો છે જેમણે રમવાની ઉંમરમાં બોલીવુડના મોટા કલાકારોની સાથે કામ કરીને ખુબ જ પ્રશંસા મેળવી હતી. બોલિવૂડ સાથે બાળપણથી જ સંબંધ ધરાવતા અમુક બાળ કલાકારોના વિશે આજે અમે તમને જણાવીશું. બાળપણમાં ફિલ્મોની મદદથી ખૂબ નામ કમાવવા વાળા આ સિતારાઓ ઉંમર વધવાની સાથે હવે ખૂબ જ મોટા થઈ ગયા છે અને તમારા માટે તેમને ઓળખવા પણ ખૂબ જ મુશ્કેલ થઈ જશે. તો ચાલો જાણી લઈએ બોલિવૂડના એવા જ ૪ બાળ કલાકારોની વિશે. આ સિતારાઓ જ્યારે પોતાની માસુમિયત, શરારત અને ચંચળતાની સાથે પડદા પર ઉતર્યા તો ફિલ્મના મોટા કલાકારોની સાથે સાથે તેમને પણ દર્શકોએ ખૂબ જ પ્રેમ આપ્યો.

ઓમકાર કપૂર

આ માસૂમ ચહેરાને કોણ ભૂલી શકે છે. માસૂમિયત અને ચંચળતા તેમને ભગવાને ધરતી પર મોકલતાની સાથે જ આપી દીધી છે. દુનિયાએ આ બાળકની માસુમિયતને ફિલ્મ “માસુમ” માં પણ જોઈ. ૯૦ના દશકમાં ફિલ્મ “માસુમ” માં ઓમકાર કપૂર નજર આવ્યા હતા. આ ફિલ્મમાં ઓમકારે બાળ કલાકારની ભૂમિકાથી દર્શકોના દિલો પર પોતાની એક અલગ જ છાપ છોડી હતી. આજે ઓમકાર ખૂબ જ મોટા થઈ ગયા છે અને પહેલાની જેમ જ આજે પણ તેમના ચહેરા પર મુસ્કાન જોવા મળે છે. જણાવી દઈએ કે ઓમકાર ફિલ્મ “માસુમ” ની સાથે જ ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.

અહેસાસ ચન્ના

અહેસાસનાં બાળપણનાં ફિલ્મી કરિયરમાં એક વાત ખૂબ જ ખાસ રહી હતી અને તે એ છે કે અહેસાસ ચન્ના યુવતી હોવા છતાં પણ યુવકોના પાત્રમાં નજર આવી હતી. કભી અલવિદા ના કહેના, ફૂંક, માય ફ્રેન્ડ ગણેશા અને વાસ્તુશાસ્ત્ર જેવી ફિલ્મોમાં કામ કરીને તેમણે ખૂબ જ પ્રશંસા મેળવી હતી. બાળપણમાં યુવકોનો રોલ ભજવનારી અહેસાસ હવે ખૂબ જ મોટી થઈ ચૂકી છે.

પરજાન દસ્તુર

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન સાથે નજર આવનાર આ તોફાની બાળક પણ હવે ખૂબ જ મોટો થઇ ગયો છે અને તેમને પણ ઓળખવો ખૂબ જ મુશ્કેલ થઈ ગયો છે. આ બાળકનું નામ છે પરજાન દસ્તુર. પરજાને ફિલ્મ “કુછ કુછ હોતા હૈ” માં એક નાના બાળકનું પાત્ર ભજવ્યું હતું. જો તમે ફિલ્મ “કુછ કુછ હોતા હૈ” જોઈ હશે તો તમને યાદ હશે કે એક નાના સરદાર બાળક જે હંમેશા તારા જ ગણતા રહેતા હતા, તે બાળક પણ આજે ખૂબ જ મોટો થઈ ગયો છે. ખબરો એવી પણ મળી છે કે પરજાન ખૂબ જ જલ્દી લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરવા માટે તૈયાર છે.

સના સઈદ

આજના દર્શકો પણ આ બાળકીને ખૂબ જ સારી રીતે ઓળખતા હશે. શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખરજીની સુપરહિટ ફિલ્મ સના સઇદનાં શ્રેષ્ઠ અભિનયના કારણે પણ યાદ કરવામાં આવે છે. સના એ આ ફિલ્મમાં અંજલી નામની નાની બાળકીની ભૂમિકા ભજવી હતી. થોડી મોટી થયા બાદ સના સઈદ ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર” માં પણ જોવા મળી હતી. સનાને પણ હાલના સમયમાં ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે અને તે ખૂબ જ મોટી પણ થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *