બોલિવૂડના આ ખૂંખાર વિલનની દિકરી કોઈ અપ્સરાથી ઓછી નથી, તેમની તસ્વીરો જોઈને તમે પણ થઇ જશો ફિદા

૭૦-૮૦ના દશકમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં હીરોથી વધારે વિલનનો દબદબો જોવા મળ્યો હતો. આ જમાનામાં ઘણા જાણીતા મશહૂર વિલન રહ્યા હતા, જેમણે ફિલ્મોની અંદર ખલનાયકની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવી હતી. બોલિવૂડના આ જ વિલન માંથી એક નામ ઓમ શિવપુરીનું આવે છે. વિલનના રોલમાં પોતાની ઓળખ બનાવવા વાળા ઓમ શિવપુરીએ ૭૦ના દશકમાં ઘણી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. ઓમ શિવપુરી પોતાના નેગેટિવ રોલના માધ્યમથી લોકોની વચ્ચે મશહૂર થયા હતા. ફિલ્મમાં તેમના દ્વારા નિભાવવામાં આવેલ વિલનનું પાત્ર લોકોને ખૂબ જ પસંદ આવતું હતું, જેના લીધે તેમણે ફેન્સના દિલમાં પોતાની એક અલગ જ જગ્યા બનાવી હતી.

ઓમ શિવપુરીએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે પરંતુ આજે અમે તમને તેમની દિકરીના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. ઓમ શિવપુરીની દિકરી દેખાવમાં ખૂબ જ સુંદર છે. જો તમે તેમની તસ્વીરોને જોશો તો તમારું પણ તેમના પર દિલ આવી જશે.

બોલીવુડ ખલનાયક ઓમ શિવપુરીની દિકરીનું નામ રીતુ શિવપુરી છે. ૯૦ નાં દશકની એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે, જેમણે મુખ્ય રૂપથી હિન્દી સિનેમા જગતમાં કામ કર્યું છે. રીતુ શિવપુરીનો જન્મ ૨૨ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ મુંબઈમાં થયો હતો. તમને જણાવી દઈએ કે રીતુ શિવપુરીએ પોતાના અભિનયની શરૂઆત વર્ષ ૧૯૯૩માં ફિલ્મ “આંખે” થી કરી હતી. આ ફિલ્મની અંદર તે મુખ્ય ભૂમિકામાં નજર આવી હતી. તે સમય દરમિયાન તેમની પહેલી ફિલ્મ સારી કમાણી કરનાર ફિલ્મોમાં સામેલ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ritu Shivpuri (@riitushivpuri)

અભિનેત્રી રીતુ શિવપુરીએ પોતાના પિતા ઓમ શિવપુરીની જેમ જ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવાના વિશે વિચાર્યું હતું પરંતુ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધારે કમાલ બતાવી શકી નહી જેના લીધે તેમણે બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝને અલવિદા કહી દીધું હતું. રીતુ શિવપુરી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને તે ઘણીવાર પોતાની સુંદર તસ્વીરો પોતાના ફેન્સની વચ્ચે શેર કરતી રહે છે.

રીતુ શિવપુરીએ શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ૧૬ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં લજ્જા, હદ કરદી આપને, શક્તિ-ધ પાવર, એલાન જેવી સફળ ફિલ્મો સામેલ છે. તેના સિવાય તેમની બાકીની ફિલ્મો સામાન્ય સાબિત થઇ હતી. તમને જણાવી દઈએ કે તેમની છેલ્લી ફિલ્મ “ઇક જીંદ ઇક જાન” વર્ષ ૨૦૦૬માં આવી હતી. ત્યારબાદ તે કોઈપણ ફિલ્મમાં નજર આવી નથી.

જો આપણે પહેલાની તુલનામાં અત્યારના લૂકમાં તેમના વિશે વાત કરીએ તો રીતુ શિવપુરી પહેલાથી ખૂબ જ વધારે સુંદર નજર આવી રહી છે. સોશિયલ મીડિયા પર તેમના ચાહકોની કોઈ કમી નથી. તેમની સુંદરતા અને ગ્લેમરસ અંદાજના લોકો દિવાના છે. રીતુ શિવપુરી આજે પણ સુંદરતાના મામલામાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સુંદર હસીનાઓને પાછળ છોડી દે છે.

સોશિયલ મીડિયા પર ફેન્સ તેમની સુંદર તસ્વીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. તે ઘણીવાર પોતાની સુંદર તસ્વીરો શેર કરતી રહે છે, જેમને ફેન્સ ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે, જેમકે તમે બધા જ લોકો રીતુ શિવપુરી સુંદર તસ્વીરોને જોઈ રહ્યા છો. તેમણે પોતાને ખૂબ જ ફીટ રાખી છે. આ જ કારણ છે કે લોકો તેમની સુંદરતા અને ફિટનેસનાં લીધે તેમની તરફ આકર્ષિત થઇ જાય છે.