બોલિવૂડના આ ૫ એક્ટર્સનાં ડૂબતા કરિયરને સલમાન ખાને આપ્યો હતો સહારો, આજે પણ માને છે અહેસાન

બોલિવૂડના હિટ મિશન સલમાન ખાનને “યારો ના યાર” કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે સલમાન ખાન જેના પર ખુશ થાય છે, તેમનું જીવન બનાવી દે છે અને જેમનાથી નારાજ થાય છે તેમની સાથે દુશ્મની પણ એવી જ નિભાવે છે. સલમાન બોલિવૂડના એવા એક્ટર છે, જેમણે પોતાના પ્રોડકશન બેનર હેઠળ ઘણી ન્યુકમરને લોન્ચ કરી છે. વળી સલમાન ખાને ઘણા એક્ટરના ડૂબતા કરિયરને પણ બચાવ્યા છે. તો ચાલો આજે એવા જ અમુક એક્ટર્સ વિશે જાણી લઈએ જેમના કરિયરને સલમાન ખાને સહારો આપ્યો હતો.

કેટરીના કૈફ

સલમાન ખાન અને કેટરિના કૈફનાં રીયલમાં રિલેશન શું છે, તેને આજ સુધી કોઈ સમજી શક્યું નથી કારણકે ક્યારેક બંનેના લિંકઅપની ખબરો સામે આવે છે તો ક્યારેક દૂર જવાની. બંનેની મિત્રતાને લગભગ ૧૫ વર્ષ થઈ ચૂક્યાં છે. કેટરીના કૈફ બોલિવૂડમાં આજે જે પણ સ્થાન પર છે, તેમાં સલમાન ખાનનો ઘણો મોટો હાથ છે. કેટરિનાના કરિયરમાં એવા ઘણા અવસર આવ્યા જ્યારે તેમની ફિલ્મો ફ્લોપ થતી હતી પરંતુ સલમાન ખાને પોતાની ફિલ્મોમાં અવસર આપીને તેમના કરિયરને નવી ઉડાન આપી હતી. કેટરિનાએ ફેન્ટમ, ફિતુર, બાર બાર દેખો અને જગ્ગા જાસૂસમાં કામ કર્યું હતું પરંતુ આ ફિલ્મને વધારે સફળતા મળી શકી નથી. તેમની બ્રાન્ડ વેલ્યુ નીચે આવવા લાગી હતી, ત્યારે સલમાને કેટરીનાને “એક થા ટાઇગર” ફિલ્મમાં કાસ્ટ કરી હતી.

નીલ નીતિન મુકેશ

વીતેલા જમાનામાં અભિનેતા અને ગાયક મુકેશ કુમારના દિકરા નીલ નીતિન મુકેશ ફિલ્મી બેકગ્રાઉન્ડ સાથે સંબંધ ધરાવતા હોવા છતાં બોલિવૂડમાં કોઇ ખાસ સ્થાન પ્રાપ્ત કરી શકયા નહિ. જ્યારે સલમાને તેમને પોતાની ફિલ્મ “પ્રેમ રતન ધન પાયો” માં કામ આપ્યું ત્યારે તેના કરિયરને થોડી સ્ફૂર્તિ મળી. ત્યારબાદ નીલ નીતિન મુકેશ રોહિત શેટ્ટીની ફિલ્મમાં પણ નજર આવ્યા હતાં. હાલનાં સમયે તે ઘણી ફિલ્મ અને વેબ સીરીઝમાં નજર આવે છે. પ્રેમ રતન પાયો માં નિતીન ને કામ કરવાનો અવસર સલમાને ખાને આપ્યો હતો. પહેલા આ અવસર વિદ્યુત જામવાલને આપવામાં આવ્યો હતો પરંતુ તેમની પાસે તારીખ ના હતી.

બોબી દેઓલ

એક સમય હતો જ્યારે બોબી દેઓલ બોલીવુડમાં ગુમનામ થઇ ચુક્યા હતા પરંતુ સલમાને તેમને પોતાની ફિલ્મ રેસ-૩ માં કામ આપ્યું. ત્યારબાદ બોબી દેઓલનાં કરિયરમાં ઉછાળો આવ્યો. ત્યારબાદ બોબીએ હાઉસફુલ અને આશ્રમ જેવી વેબસીરીઝમાં કામ કર્યું. સલમાનનાં કારણે બોબી દેઓલનાં કરિયરને ફરીથી ગતિ મળી ચૂકી છે.

સુનીલ શેટ્ટી

૯૦ નાં દશકમાં જે સ્ટારડમ સુનિલ શેટ્ટીનો હતો, તેવો જ સલમાન ખાનનો પણ હતો પરંતુ બાદમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે સુનિલ શેટ્ટીનાં કરિયરનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો હતો. ત્યારે સલમાન ખાને તેમને ફિલ્મ “જય હો” માં કાસ્ટ કર્યા હતાં. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટીએ એક આર્મી ઓફિસરનો રોલ અદા કર્યો હતો. આ રોલ માટે સુનિલની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી હતી.

ગોવિંદા

હાલનાં સમયમાં સલમાન ખાન જે સ્ટારડમ ધરાવે છે, એક સમયે ગોવિંદાનું પણ એવું જ સ્ટારડમ હતું પરંતુ જ્યારે ગોવિંદાએ ચૂંટણી લડી તો તેમના કરિયરને વિરામ લાગી ગયો હતો. જોકે તેમણે ચૂંટણી જીતી લીધી પરંતુ જ્યારે તેમણે રાજનીતિમાંથી પરત ફરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો તો તેમની પાસે કોઈ ફિલ્મ હતી નહિ. આ અવસર પર સલમાન ખાને તેમને પોતાની સાથે ફિલ્મ “પાર્ટનર” માં કામ કરવાનો ચાન્સ આપ્યો હતો. ત્યારબાદ ફરી ગોવિંદાનું કરિયર થોડા દિવસો સુધી જીવંત થઈ ગયું હતું. આ સિવાય સલમાન સૂરજ પંચોલી, આયુષ શર્મા, આદિત્ય પંચોલી, અસ્મિત પટેલ, અરમાન કોહલી અને હિમેશ રેશમિયાનાં કરિયરને પણ બનાવી ચૂક્યા છે.