બોલિવૂડના હીરો હેન્ડસમ દેખાવા માટે કરાવી ચૂક્યા છે સર્જરી, નંબર ૨ એ તો કરાવી છે ત્રણ સર્જરી

Posted by

સુંદર દેખાવા માટે લોકો ઘણા પ્રકારની સર્જરી કરાવતા હોય છે. ખાસ કરીને ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રથા ઘણા વર્ષોથી ચાલતી આવે છે. બોલિવૂડની ઘણી હિરોઈનો અત્યાર સુધીમાં કોઈ ને કોઈ સર્જરી કરાવી ચૂકી છે. કોઈએ સુંદર દેખાવા માટે હોઠની સર્જરી કરાવી તો કોઈએ પાતળું થવા માટે લીપોસકશનનો આશરો લીધો છે. કોઈએ નાકની સર્જરી કરાવી તો કોઈએ બ્રેસ્ટની સર્જરી કરાવી. આજકાલના આ આધુનિક યુગમાં કંઈ પણ અશક્ય નથી.

આજના સમયમાં એવી ટેકનીક આવી ગઈ છે કે જેની મદદથી વ્યક્તિ પોતાની બધી જ ખામીઓને હંમેશા માટે દૂર કરી શકે છે. બોલિવૂડ અભિનેત્રીઓ તો આકર્ષક દેખાવા માટે કોઈને કોઈ સર્જરી કરાવતી રહે છે પરંતુ આ પ્રથામાં બોલીવુડ હીરો પણ પાછળ રહ્યા નથી. આકર્ષક અને હેન્ડસમ દેખાવા માટે બોલિવૂડના હીરો પણ ઘણા પ્રકારની સર્જરી કરાવી ચૂક્યા છે. આજની આ પોસ્ટમાં અમે અમુક એવા હીરો વિશે જ વાત કરીશું.

શાહિદ કપૂર

શાહિદ ઇન્ડસ્ટ્રીના એક એવા કલાકાર છે જે પોતાના ખૂબ જ  સારા અભિનય અને ડાન્સ માટે જાણીતા છે. શાહિદે પોતાના અભિનયનો પરિચય ઘણી ફિલ્મોમાં બતાવ્યો છે. શાહિદ કપૂર બોલીવૂડના એક એવા એક્ટર છે જેને દરેક ઉંમરના લોકો પસંદ કરે છે. તે રોમેન્ટિક રોલથી લઈને સીરીયલ રોલને પણ ખૂબ જ સારી રીતે નિભાવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે શાહીદે આકર્ષક દેખાવા માટે પોતાના નાકની સર્જરી કરાવી હતી. તેની પહેલાની અને સર્જરી કરાવ્યા બાદનો ફોટો જોયા બાદ તમે પોતે પણ આ વાત નોટીસ કરી શકશો.

આમિર ખાન

આમિર ખાન બોલિવૂડના એકમાત્ર એવા કલાકાર છે. જે મિસ્ટર પરફેક્ટનિસ્ટના નામથી જાણીતા છે. આમિર ખાનને પોતાના દરેક કામમાં પરફેક્શન પસંદ છે. તે દર વર્ષે એક જ ફિલ્મ કરે છે અને તે સુપર હિટ જાય છે. ૨૦૧૮માં રીલીઝ થયેલી તેમની ફિલ્મ “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” ભલે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હોય પરંતુ આ ફિલ્મે કરોડો રૂપિયાની કમાણી કરી હતી. જણાવી દઈએ કે મિસ્ટર પરફેક્ટનિસ્ટ પણ વર્ષ ૨૦૦૬/૦૮ માં બે સર્જરી કરાવી ચૂક્યા છે. તેમણે પોતાના ચહેરાને સ્મૂથ રાખવા માટે આ સર્જરી કરાવી હતી.

શાહરુખ ખાન

બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનને કહેવામાં આવે છે. તેમને કિંગ ખાન કહેવા પાછળ એક નહી પરંતુ અનેક કારણ છે. શાહરૂખ એક એવું નામ છે જેમને પરિચયની જરૂર નથી. દુનિયાભરના લોકો તેમને બોલિવૂડના બાદશાહ કિંગ ખાનના નામથી જાણે છે. જણાવી દઈએ કે હેન્ડસમ દેખાવા માટે શાહરુખ ખાન પણ ઘણી સર્જરી કરાવી ચૂક્યા છે. હાલમાં જ શાહરૂખખાને હેર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવેલ છે.

રણબીર કપૂર

બોલીવુડના મોસ્ટ એલીજીબલ બેચલર રણબીર કપૂર હાલના દિવસોમાં મશહૂર અભિનેત્રી આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યા છે. રણબીર કપૂરનું નામ બોલીવુડના દિગ્ગજ કલાકારોમાં સામેલ થાય છે. રણબીરે અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફેન ફોલોઈંગ આજના યંગ જનરેશનમાં ખૂબ જ છે. ખાસ કરીને યુવતીઓની વચ્ચે તે ખૂબ જ ફેમસ છે અને જણાવી દઈએ કે રણબીર કપૂરે પોતાના વાળ, નાક અને હોઠની સર્જરી કરાવી છે. તમે તેમની પહેલાની અને આજના ફોટોમાં અંતર સ્પષ્ટ જોઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *